ડ્રાયફ્રુટ-કેસર કુલ્ફી | Dry Fruit Kesar Kulfi
તરલા દલાલ દ્વારા
Added to 79 cookbooks
This recipe has been viewed 6037 times
કોઇપણ ભારતીય જમણમાં જો દેશી આઇસક્રીમ પીરસવામાં ન આવે ત્યાં સુધી તે જમણ અધુરુ જ ગણાય. દેશી આઇસક્રીમ એટલે કુલ્ફીના ભિન્ન ભિન્ન પ્રકાર અને ભિન્ન ભિન્ન સ્વાદ જેવા કે મસાલા વાળી કુલ્ફીથી માંડી ફળોના સ્વાદવાળી કુલ્ફી પણ બને છે. અહીં આ ડ્રાયફ્રુટ-કેસર કુલ્ફી એક પારંપારિક મોગલાઇ રીતે તૈયાર કરવામાં આવી છે અને તેમાં સૂકા મેવા સાથે કેસર તથા એલચીની ખુશ્બુનું સંયોજન છે. આ રસાળ મીઠાઇમાં દૂધ અને મસાલા તથા સૂકા મેવાના ટુકડાઓનો કરકરો સ્વાદ તમને જરૂરથી લોભાવી જશે. આ ડ્રાયફ્રુટ કુલ્ફીને ફાલુદા અને રબડી વડે સજાવીને પીરસસો ત્યારે તેનો સ્વાદ અનેરો બનશે.
Method- એક નાના બાઉલમાં કેસરના રેસા તથા હુંફાળું દૂધ મેળવી સારી રીતે મિક્સ કરીને બાજુ પર રાખો.
- ૨. બીજા એક નાના બાઉલમાં કોર્નફ્લોર અને ૨ ટેબલસ્પૂન પાણી મેળવી સારી રીતે મિક્સ કરીને બાજુ પર રાખો.
- ૩. એક ઊંડા નૉન-સ્ટીક પૅનમાં દૂધ અને સાકર મેળવી સારી રીતે મિક્સ કરી લીધા પછી મધ્યમ તાપ પર ૫ થી ૭ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી ઉકાળી લો.
- તે પછી તેમાં કોર્નફ્લોર-પાણીનું મિશ્રણ મેળવી, સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર વચ્ચે-વચ્ચે હલાવતા રહી અને પૅનની બાજુ પર ચીટકેલું દૂધ ઉખાડતા રહી ૩૨ મિનિટ સુધી રાંધી લો.
- આમ તૈયાર થયેલા મિશ્રણને સંપૂર્ણ ઠંડું થવા દો. જ્યારે તે સંપૂર્ણ ઠંડું થઇ જાય, ત્યારે તેમાં એલચી પાવડર, કેસર-દૂધનું મિશ્રણ અને સૂકો મેવો ઉમેરી સારી રીતે મિક્સ કરી લો.
- આ મિશ્રણને ૬ કુલ્ફીના મોલ્ડમાં રેડીને આખી રાત ફ્રીજમાં રાખી મૂકો.
- જ્યારે કુલ્ફીને મોલ્ડમાંથી કાઢવી હોય, ત્યારે મોલ્ડને ફ્રીજમાંથી કાઢી ૫ મિનિટ પછી લાકડાની સળી અથવા ફોર્ક (fork)ને કુલ્ફીની મધ્યમાં નાંખી કુલ્ફીને મોલ્ડમાંથી કાઢી લો.
- તરત જ પીરસો.
Other Related Recipes
ડ્રાયફ્રુટ-કેસર કુલ્ફી has not been reviewed
No critical reviews posted for this recipe
You are not signed in. To post a recipe review note requires you to
Sign In to your account
Rate this recipe
Review this recipe (optional)
You are not signed in. To post a private recipe note requires you to
Sign In to your Gold or Silver account
Add your private note to this recipe