You are here: Home> કોર્સ, મુખ્ય કોર્સ વાનગીઓ, શરુ, મીઠાઈઓ > ભારતીય લંચ રેસિપી > બપોરના અલ્પાહારમાં લેવાતી પુલાવ અને ભાતની રેસીપી > ભાત
ભાત

Tarla Dalal
02 January, 2025


Table of Content
About Basmati Rice Without Pressure Cooker, Perfect Steamed Basmati Rice
|
Ingredients
|
Methods
|
Nutrient values
|
ભાત, ભારતના દરેક પ્રાંતના લોકોના ખોરાકનું એક મુખ્ય અંગ છે. કોઇ સંપ્રદાયના લોકો વધુ ભાત અને ઓછી રોટી ખાય છે તો કોઇ સંપ્રદાયના લોકોને રોટી વધારે પ્રીય છે. પણ કઇં પણ હોય, ભાત દરેક ભારતીયોના ઘરમાં હરરોજ બને છે. પૂલાવ અને બીરયાની બનાવવામાં માટે ભાત વપરાય છે અને સામાન્ય જમણમાં દાળ , શાક અથવા દહીં સાથે ભાત પીરસવામાં આવે છે. ભાત બનાવવા વિવિધ પ્રકારના ચોખા વપરાય છે, તેથી તે બનવવાના સમયે પાણીનું પ્રમાણ તેના પ્રકાર પર આધાર રાખે છે. જેમ કે દક્ષિણ ભારતના કોઇ ચોખાને રાંધવામાં વધુ પાણી અને વધુ સમય લાગે છે. માટે જરૂરી છે કે તમે જાણો, અલગ અલગ પ્રકારના ચોખાને રાંધવામાં લાગતો સમય અને પાણીની જરૂરીયાત.
Tags
Preparation Time
None Mins
Cooking Time
None Mins
Total Time
None Mins
Makes
None None
સામગ્રી
Main Ingredients
1 1/2 કપ બાસમતી ચોખા (basmati chawal) , ૩૦ મિનિટ પલાળેલા અને નીતારેલા
મીઠું (salt) , સ્વાદાનુસાર
1 ટેબલસ્પૂન તેલ ( oil )
વિધિ
- એક ઊંડી પૅનમાં ૬ કપ પાણી ઉકાળો, પછી તેમાં પલાળેલા અને નીતારેલા ચોખા, મીઠું અને તેલ મેળવી, સારી રીતે મિક્સ કરી લો. હવે તેને મધ્યમ તાપ પર ૮ થી ૧૦ મિનિટ સુધી અથવા ચોખા ૯૫% રંધાઇ જાય ત્યાં સુધી રાંધી લો.
- હવે તેને નીતારી, એક પ્લેટમાં કાઢી ૨ થી ૩ કલાક ઠંડું થવા દો.
- જીરૂરીયાત પ્રમાણે વાપરો.