You are here: Home> વિવિધ વ્યંજન > ભારતીય વ્યંજન > દક્ષિણ ભારતીય વ્યંજન | દક્ષિણ ભારતીય વાનગીઓ | > ક્રીસ્પી પેપર ઢોસા
ક્રીસ્પી પેપર ઢોસા

Tarla Dalal
02 January, 2025


Table of Content
ક્રિસ્પી પેપર ઢોસા | ક્રિસ્પી ઢોસા | દક્ષિણ ભારતીય ઢોસા | રેસ્ટોરન્ટ સ્ટાઈલ પેપર ઢોસા | paper dosa in Gujarati | with 16 amazing images.
ક્રિસ્પી પેપર ઢોસા એક એવી વાનગી છે, જે આજે દક્ષિણ ભારતથી આખી દુનિયામાં સુપરસ્ટારની જેમ પ્રખ્યાત થઇ ગયા છે. નામ પ્રમાણે જ આ ઢોસા ગોલ્ડન બ્રાઉન, કરકરા અને એટલા પાતળા બને છે કે એક મોટો ઢોસો એક કે બે ચમચા ખીરા વડે બનાવી શકાય.
સામાન્ય રીતે હોટલમાં આ ઢોસા વાળીને અથવા કોનના આકારમાં પીરસવામાં આવે છે, જે નાના બાળકોને વધુ પસંદ પડે છે. દક્ષિણ ભારતીય જમણમાં આ ક્રિસ્પી પેપર ઢોસા સાથે ચટણી અને સાંભર પીરસવામાં આવે છે.
Tags
Preparation Time
None Mins
Cooking Time
None Mins
Total Time
None Mins
Makes
None None
સામગ્રી
Main Ingredients
1/2 કપ ચોખા (chawal)
3/4 કપ અડદની દાળ (urad dal)
1/2 કપ ચોખાનો લોટ (rice flour, chawal ka atta )
મીઠું (salt) , સ્વાદાનુસાર
ઘી (ghee) , ચોપડવા માટે અને રાંધવા માટે
પીરસવા માટે
વિધિ
- એક ઊંડા બાઉલમાં ચોખા અને અડદની દાળને જરૂરી પાણી સાથે ૩ થી ૪ કલાક અલગ અલગ પલાળી રાખ્યા બાદ નીતારી લો.
- હવે આ ચોખા, અડદની દાળ અને ચોખાના લોટને ૧ ૧/૨ કપ પાણી સાથે મિક્સરમાં ફેરવી ઘટ્ટ ખીરૂ તૈયાર કરો.
- આ ખીરામાં મીઠું મેળવી સારી રીતે મિક્સ કરી લો.
- એક નૉન-સ્ટીક તવાને ગરમ કરી તેની પર હળવા હાથે ઘી ચોપડી લો.
- તવા પર થોડું પાણી છાંટી મલમલના કપડા વડે તવાને સરખી રીતે સાફ કરી લો.
- હવે તેની પર એક કડછી ભરીને ખીરૂ રેડી, ખીરાને ગોળાકારમાં ફેરવી ૨૨૫ મી. મી. (૯”)ના વ્યાસનો ગોળ પાતળો ઢોસો તૈયાર કરો.
- આ ઢોસાની કીનારીઓ પર થોડું ઘી ફેરવી મધ્યમ તાપ પર ઢોસા ગોલ્ડન બ્રાઉન થઇને કરકરા બને ત્યાં સુધી શેકી લો.
- આમ તૈયાર થયેલા ઢોસાને અર્ધગોળકારમાં વાળી લો.
- આ જ પ્રમાણે બાકી રહેલા ખીરા વડે વધુ ૯ ઢોસા પણ તૈયાર કરી લો.
- સાંભર અને નાળિયેરની ચટણી સાથે તરત જ પીરસો.