You are here: Home> વિવિધ વ્યંજન > ભારતીય વ્યંજન > દક્ષિણ ભારતીય વ્યંજન | દક્ષિણ ભારતીય વાનગીઓ | > કૂટીના દારાના ઢોસા ની રેસીપી
કૂટીના દારાના ઢોસા ની રેસીપી

Tarla Dalal
02 January, 2025


Table of Content
કૂટીના દારાના ઢોસા ની રેસીપી | હેલ્ધી ડોસા | ઇન્સ્ટન્ટ કૂટીના દારાના ઢોસા | buckwheat dosa in Gujarati | with 15 amazing images.
આજે તમને ઢોસા ખાવાની ઇચ્છા થઇ છે પણ ઘરમાં આથો તો તૈયાર નથી? ચિંતા ન કરો અને આ કૂટીના દારા અને અડદની દાળ વડે બનતા ઢોસા ઝટપટ તૈયાર કરી શકાય એવા છે. નવીનતા જેવી વાત તો એ છે કે અહીં કૂટીના દારાનો પાવડર વાપરવામાં આવ્યો છે અને તેમાં વઘાર ઉમેરીને ખીરૂં તૈયાર કરવામાં આવ્યું છે જેના વડે તમે તરત જ મજેદાર ઇન્સ્ટન્ટ કૂટીના દારાના ઢોસા તૈયાર કરી શકશો.
જુઓ આ શા માટે છે સ્વસ્થ ભારતીય કૂટીના દારાના ઢોસા? કૂટીનો દારો આયર્નનો ખૂબ જ સારો સ્ત્રોત છે અનેએનિમિયાને રોકવા માટે સારું છે. ફોલેટથી ભરપૂર અને સગર્ભા સ્ત્રીઓ માટે સારો ખોરાક. કૂટીનો દારો તમારા હૃદયને સ્વસ્થ રાખે છે અને ફાઇબરમાં વધુ અને ડાયાબિટીસને અનુકૂળ રાખે છે. તો આ કૂટીના દારાના ઢોસા પર તૂટી પાડો.
આ કૂટીના દારાના ઢોસા તમને મનગમતી ચટણી અને મુખ્યત્વ લીલી ચટણી સાથે તવા પરથી ઉતારીને ગરમ-ગરમ ખાવાની મજા ઓર જ મળશે.
Tags
Preparation Time
None Mins
Cooking Time
None Mins
Total Time
None Mins
Makes
None None
સામગ્રી
કૂટીના દારાના ઢોસા ની રેસીપી બનાવવા માટે
1 કપ કુટીનો દારો
1 ટેબલસ્પૂન અડદની દાળ (urad dal)
1 ટેબલસ્પૂન તેલ ( oil )
1 ટીસ્પૂન રાઇ (mustard seeds ( rai / sarson)
1/4 ટીસ્પૂન હીંગ (asafoetida, hing)
2 ટીસ્પૂન સમારેલા લીલા મરચાં (chopped green chillies)
2 ટેબલસ્પૂન સમારેલી કોથમીર (chopped coriander)
મીઠું (salt) , સ્વાદાનુસાર
અન્ય સામગ્રી
તેલ ( oil ) , ચોપડવા તથા રાંધવા માટે
પીરસવા માટે
વિધિ
- કૂટીના દારાના ઢોસા ની રેસીપી બનાવવા માટે, મિક્સરની જારમાં કૂટીનો દારો તથા અડદની દાળ મેળવીને પીસીને ઝીણો પાવડર તૈયાર કરી લો.
- હવે આ પાવડરને એક ઊંડા બાઉલમાં કાઢી બાજુ પર રાખો.
- એક નાના પૅનમાં તેલ ગરમ કરી તેમાં રાઈ મેળવો.
- જ્યારે દાણા તતડવા માંડે, ત્યારે તેમાં હીંગ મેળવી મધ્યમ તાપ પર થોડી સેકંડ સુધી સાંતળી લો.
- આ તૈયાર કરેલા વધારની સાથે લીલા મરચાં, કોથમીર અને મીઠું તથા ૨ કપ પાણી સાથે તૈયાર કરેલા લોટના બાઉલમાં મિક્સ કરી સુંવાળુ ખીરૂં તૈયાર કરો.
- એક નૉન-સ્ટીક તવાને ગરમ કરી તેની પર થોડું તેલ ચોપડી લો.
- આ તવા પર ૧/૨ કપ ખીરૂં ગોળાકારમાં પાથરી થોડું તેલ ચીલના કાણાઓમાં રેડી ઢોસા બન્ને બાજુએથી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી રાંધી લો.
- રીત ક્રમાંક ૭ મુજબ બીજા ૮ ઢોસા તૈયાર કરી લો.
- લીલી ચટણી સાથે તરત જ પીરસો.