You are here: Home> વિવિધ વ્યંજન > ભારતીય વ્યંજન > દક્ષિણ ભારતીય વ્યંજન | દક્ષિણ ભારતીય વાનગીઓ | > ચોખા અને મગની દાળની ઈડલી
ચોખા અને મગની દાળની ઈડલી

Tarla Dalal
02 January, 2025


Table of Content
ચોખા અને મગની દાળની ઈડલી | ઈડલી રેસીપી | હેલ્ધી ઈડલી રેસીપી | rice and moong dal idli in Gujarati | with 30 amazing images.
દક્ષિણ ભારતના પ્રખ્યાત નાસ્તાની વાનગી ઈડલી જે પારંપારિક રીતે ચોખા અને અડદની દાળમાંથી બને છે તેને અલગ રીતે બનાવવામાં આવી છે આ ચોખા અને મગની દાળની ઈડલી. સપ્રમાણ માત્રામાં લીધેલ ચોખા અને મગની દાળ ને લીધે આ ઇડલી સુંદર, સ્વાદિષ્ટ અને મોહક બને છે જે તમારા કુટુંબના દરેક સભ્યને જરૂરથી ભાવશે. આ પૌષ્ટિક અને પ્રોટીનથી ભરપૂર ઇડલીમાં વપરાયેલાં શાકોને કારણે ઘણા વિટામિન મળે છે.
Tags
Preparation Time
None Mins
Cooking Time
None Mins
Total Time
None Mins
Makes
None None
સામગ્રી
Main Ingredients
1/2 કપ ચોખા (chawal)
1/2 કપ લીલી મગની દાળ (green moong dal)
1/4 ટીસ્પૂન મેથીના દાણા (fenugreek (methi) seeds)
1/2 કપ ખમણેલું ગાજર
1/2 કપ સમારેલા લીલા કાંદાનો સફેદ ભાગ (chopped spring onions whites) અને
મીઠું (salt) , સ્વાદાનુસાર
null None
પીરસવા માટે
વિધિ
- એક ઊંડા બાઉલમાં ચોખા, મગની દાળ અને મેથીના દાણા મેળવી, જરૂરી પાણી ઉમેરી ૫ થી ૬ કલાક માટે પલાળી રાખો.
- હવે તેને નીતારી, થોડું પાણી ઉમેરીને મિક્સરમાં ફેરવી સુંવાળી પેસ્ટ બનાવો.
- હવે પેસ્ટને એક બાઉલમાં કાઢી તેમાં ગાજર, લીલા કાંદા અને મીઠું મેળવી સારી રીતે મિક્સ કરી લો.
- હવે ખીરાને બાફતા પહેલા તેમાં ફ્રૂટ સોલ્ટ ઉમેરો અને તેની પર ૨ ટીસ્પૂન પાણી રેડો.
- હવે પેસ્ટમાં પરપોટા થવા માંડે ત્યારે ધીરથી હલાવી લો.
- હવે થોડું-થોડું ખીરૂ ઇડલીના દરેક સાંચામાં રેડી સ્ટીમરમાં ૧૦ મિનિટ માટે અથવા ઇડલી રધાંઇ ત્યાં સુધી બાફી લો.
- થોડું ઠંડું થવા દઇ, ઇડલીને સાંચામાંથી બહાર કાઢી પૌષ્ટિક લીલી ચટણી સાથે તરત જ પીરસો.
- ઇડલીમાં ટૂથપિક અથવા ચાકુ અંદર નાંખી બહાર કાઢો અને જો તે ચોખ્ખી બહાર આવે તો સમજો ઇડલી બરોબર રધાંઇ છે