You are here: Home> પાલક પનીર રોટી રેસીપી
પાલક પનીર રોટી રેસીપી

Tarla Dalal
02 January, 2025
-9382.webp)

Table of Content
પાલક પનીર રોટી રેસીપી | ગ્લુટેન ફ્રી પાલક પનીર રોટી | હેલ્ધી પાલક પનીર પરાઠા | palak paneer roti in gujarati | with 20 amazing images.
પાલક અને પનીરના સંયોજનની સબ્જી તો તમે બધાએ બનાવી હશે, પણ અંહી એ જ સંયોજન વડે એક મજેદાર રોટી બનાવી છે. આ રોટીમાં ચોખાનો લોટ અને રાગીના લોટનો ઉપયોગ કરવામાં આવ્યો છે જે આ પાલક પનીર રોટીને અદભૂત બનાવી પૌષ્ટિક અને સ્વાદીષ્ટ પણ બનાવે છે.
આ ગ્લુટેન ફ્રી પાલક પનીર રોટી ગ્લુટેન અસહિષ્ણુતાથી પીડાતા લોકો માટે યોગ્ય આરોગ્યપ્રદ ભોજન છે, જે ઘઉંમાં રહેલા ગ્લુટેનને સહન કરી શકતા નથી.
Tags
Preparation Time
None Mins
Cooking Time
None Mins
Total Time
None Mins
Makes
None None
સામગ્રી
પાલક પનીર રોટી માટે
1/2 કપ સમારેલી પાલક (chopped spinach)
5 ટેબલસ્પૂન ભૂક્કો કરેલું પનીર (crumbled paneer)
5 ટેબલસ્પૂન ચોખાનો લોટ (rice flour, chawal ka atta )
5 ટેબલસ્પૂન રાગીનો લોટ (ragi (nachni ) flour)
1/2 ટીસ્પૂન લાલ મરચાંનો પાવડર (red chilli powder)
1/4 ટીસ્પૂન હળદર (turmeric powder, haldi)
મીઠું (salt) , સ્વાદાનુસાર
ચોખાનો લોટ (rice flour, chawal ka atta ) , વણવા માટે
તેલ ( oil ) , રાંધવા માટે
પીરસવા માટે
વિધિ
- એક ઊંડા બાઉલમાં બધી વસ્તુઓ ભેગી કરી તેમાં જરૂર મુજબ હુંફાળુ ગરમ પાણી મેળવી સુંવાળી કણિક તૈયાર કરો.
- આ કણિકના ૬ સરખા ભાગ પાડી દરેક ભાગને ૧૦૦ મી. મી. (૪”) ના ગોળાકારમાં થોડા ચોખાના લોટની મદદથી વણી લો.
- એક નૉન-સ્ટીક તવાને ગરમ કરી તેની પર થોડા તેલની મદદથી રોટીને બન્ને બાજુએથી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લો.
- પાલક પનીર રોટીને તાજા દહીં સાથે ગરમાગરમ પીરસો.