You are here: Home> વિવિધ વ્યંજન > ભારતીય વ્યંજન > પંજાબી વ્યંજન | પંજાબી વાનગીઓ | > પાલક પનીર ની રેસીપી
પાલક પનીર ની રેસીપી

Tarla Dalal
02 January, 2025


Table of Content
પાલક પનીર ની રેસીપી | પંજાબી પાલક પનીર | હોમમેઇડ પાલક પનીર | palak paneer in Gujarati | with 24 amazing images.
પાલક પનીર ની રેસીપી માટે ટિપ્સ: ૧. પાલકને 2 થી 3 મિનિટ માટે બ્લાંચ કરો. જો તમે પાલકને લાંબા સમય સુધી ઉકાળ શો, તો પાલક તેનો રંગ ગુમાવી દેશે અને પાલક પનીરની ગ્રેવી કાળી પડી જશે. ૨. પાલકને તાજું કરવા માટે સ્ટ્રેનરને ઠંડા પાણીની નીચે હલાવો. આ પાલકની રંધાવાની પ્રક્રિયા બંધ કરે છે. પાલક પનીર રેસીપીમાં તે ખૂબ જ મહત્વપૂર્ણ પગલું છે કારણ કે તમે પાલકને વધારે પડતો પકવવા માંગતા નથી. ૩. અમે ગરમ મસાલાને શરૂઆતમાં ઉમેરતા નથી કારણ કે અગાઉ ઉમેરવાથી તે કડવું બનાવશે.
ઘણા લોકોને પનીરની બનાવટની પંજાબી વાનગીઓ અતિ પ્રિય હોય છે. પંજાબમાં દૂધ પુષ્કળ પ્રમાણમાં મળતું હોવાથી દૂધની પેદાશો અને ખાસતો પનીરનો ઉપયોગ ત્યાં વધુ પડતો થાય છે.
પાલક અને પનીરનું મિશ્રણ એટલે ફક્ત ભવ્યતા નહીં, પણ પૌષ્ટિક્તા પણ વધુ ગણાય. તે ઉપરાંત તેનું મિશ્રણ સ્વાદ, સુગંધ અને બંધારણ રીતે પણ ઉત્તમ છે. આ વાનગીમાં પનીરને ફ્રાય કરવામાં આવ્યું છે, જેથી તેમાં વધુ સુગંધ મળે છે. જો તમને સાદું પનીર જોઇએ તો તમે તે રીતે પણ તેનો ઉપયોગ કરી શકો છો.
Tags
Preparation Time
None Mins
Cooking Time
None Mins
Total Time
None Mins
Makes
None None
સામગ્રી
પાલક પનીર ની રેસીપી બનાવવા માટે
10 કપ સમારેલી પાલક (chopped spinach) (જુઓ નીચે હાથવગી સલાહ)
1 1/2 કપ પનીર (paneer, cottage cheese) , ૧૨ મી.મી. (૧/૨”)ના ટુકડા
2 ટેબલસ્પૂન તેલ ( oil )
3/4 કપ સમારેલા કાંદા (chopped onions)
4 લસણની કળી (garlic cloves) , ખમણેલી
25 મિલીમીટર આદુ (ginger, adrak) ટુકડો , ખમણેલું
2 લીલું મરચું (green chillies) , ઝીણા સમારેલા
1/2 ટીસ્પૂન હળદર (turmeric powder, haldi)
3/4 કપ લીંબુ (lemon)
મીઠું (salt) , સ્વાદાનુસાર
1 ટીસ્પૂન સ્નેક્સ્ બિસ્કિટ
2 ટેબલસ્પૂન તાજું ક્રીમ (fresh cream)
વિધિ
- પાલક પનીર ની રેસીપી બનાવવા માટે, પાલકને ઉકળતા પાણીમાં ૨ થી ૩ મિનિટ સુધી અર્ધ-ઉકાળી લો.
- તે પછી તેને ઠંડા પાણીમાં નાંખીને તાજી કરી લીધા પછી ઠંડી થવા થોડો સમય બાજુ પર રાખો.
- હવે આ પાલકને મિક્સરમાં ફેરવી સુંવાળી પ્યુરી બનાવી બાજુ પર રાખો.
- એક કઢાઇમાં તેલ ગરમ કરી તેમાં કાંદા મેળવી મધ્યમ તાપ પર કાંદા અર્ધપારદર્શક થાય ત્યાં સુધી સાંતળી લો.
- તે પછી તેમાં લસણ, આદૂ, લીલા મરચાં અને હળદર મેળવી મધ્યમ તાપ પર ૧ થી ૨ મિનિટ સુધી સાંતળી લો.
- તે પછી તેમાં ટમેટાનું પલ્પ ઉમેરી મિશ્રણમાંથી તેલ છુટું પડે ત્યાં સુધી સતત હલાવતા રહી સાંતળી લો.
- તે પછી તેમાં પાલકની પ્યુરી અને ૨ ટેબલસ્પૂન પાણી મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૨ મિનિટ સુધી રાંધી લો.
- તે પછી તેમાં મીઠું, પંજાબી ગરમ મસાલો અને તાજું ક્રીમ મેળવી સારી રીતે મિક્સ કરી લો.
- છેલ્લે તેમાં પનીર મેળવી હળવે હાથે મિક્સ કરી મધ્યમ તાપ પર ૧ થી ૨ મિનિટ સુધી રાંધી લો.
- પાલક પનીર તરત જ પીરસો.
- પાલકની ૪ ઝૂડી (જૂડી)ને સાફ કરીને સમારવાથી લગભગ ૧૦ કપ સમારેલી પાલક તૈયાર થશે.