You are here: Home> વિવિધ વ્યંજન > મેક્સીકન સ્ટાર્ટસ્ > મીની બીન ટાકોસ્
મીની બીન ટાકોસ્

Tarla Dalal
02 January, 2025
-11536.webp)

Table of Content
જરા વીચારો કે જ્યારે તમારા બાળકોના શાળાના ટીફીનમાં અણધારેલી નવાઇ પમાડે એવી તેની મનગમતી વાનગી પીઝા, ટાકોસ્ વગેરે નજરે પડે ત્યારે તેના મોઢા પર ની આનંદની લહેરખી કેવી મજેદાર હોય છે. આવી વાનગી સામાન્ય રીતે કોઇ ખાસ પ્રસંગે ઘરે અથવા હોટેલમાં ખાવા મળે છે, કારણકે લોકોમાં એવી માન્યતા છે કે આવી વાનગી જો ટીફીન કે લંચ બોક્સમાં ભરવામાં આવે તો તાજી નથી રહેતી, પણ જો તેને યોગ્ય રીતે તૈયાર કરવામાં આવે તો તમે તેને શાળા માટેના ટીફીનમાં જરૂર આપી શકશો. દાખલા તરીકે આ મીની બીન ટાકોસ્ ટીફીનમાં ૫ કલાક સુધી તાજા રહે છે. ટાકો શૅલ આગળથી તૈયાર કરી હવાબંધ ડબ્બામાં ભરી રાખવા. રાજમા પણ પલાળી રાખ્યા બાદ પ્રેશર કુકરમાં બાફીને આગલી રાત્રે રેફ્રિજરેટરમાં રાખવા, જેથી બીજા દીવસની સવારે તમને અન્ય સામગ્રી સમારીને ભેગી કરવાની જ રહેશે. ટાકો શૅલ અને રાજમાનું પૂરણ અલગથી પૅક કરવામાં આવે તો તે નરમ નહીં પડે. આમ શાળામાં બાળકોને ટાકો શૅલ ખાવાની મજા પડશે અને મિત્રો સાથે આનંદથી માણશે. જો તમે વધુ ટાકો શૅલ બનાવવા માંગતા હો તો અહીં જણાવેલી સામગ્રીની માત્રા બે ગણી કરી લેવી.
Tags
Preparation Time
None Mins
Cooking Time
None Mins
Total Time
None Mins
Makes
None None
સામગ્રી
ટાકો શૅલ માટે
1/4 કપ મકાઇનો લોટ (maize flour, makai ka atta)
2 ટેબલસ્પૂન મેંદો (plain flour , maida)
1/2 ટેબલસ્પૂન તેલ ( oil )
મીઠું (salt) , સ્વાદાનુસાર
મેંદો (plain flour , maida) , વણવા માટે
તેલ ( oil ) , તળવા માટે
રાજમાના પૂરણ માટે
2 ટેબલસ્પૂન પલાળેલા રાજમા , ૮ કલાક પલાળી રાખ્યા બાદ નીતારી લીધેલા
1/4 ટીસ્પૂન બેકીંગ સોડા
મીઠું (salt) , સ્વાદાનુસાર
2 ટેબલસ્પૂન સમારેલી કોબી (chopped cabbage)
2 ટેબલસ્પૂન સમારેલા લીલા કાંદા (chopped spring onions) (સફેદ અને લીલો ભાગ બન્ને)
2 ટેબલસ્પૂન સમારેલા સલાડના પાન
2 ટેબલસ્પૂન સમારેલા ટામેટા (chopped tomatoes)
1/2 ટીસ્પૂન સમારેલા લીલા મરચાં (chopped green chillies)
1/2 ટીસ્પૂન સૂકો ઑરેગાનો (dried oregano)
1 ટેબલસ્પૂન ખમણેલું પ્રોસેસ્ડ ચીઝ (grated processed cheese)
સજાવવા માટે
1 ટેબલસ્પૂન ખમણેલું પ્રોસેસ્ડ ચીઝ (grated processed cheese)
વિધિ
- રાજમાના પૂરણ પર ચીઝ છાંટીને, તેને અને ટાકો શૅલને અલગ અલગ હવાબંધ ડબ્બામાં ભરી લો.
- એક ઊંડા બાઉલમાં મકાઇનો લોટ તથા મેંદો સાથે ચારણીથી ચાળી લો.
- પછી તેમાં ઓરેગાનો, અજમો, હળદર, તેલ અને મીઠું મેળવી જરૂરી પાણી સાથે બહું કઠણ નહીં અને બહુ નરમ નહીં એવી કણિક તૈયાર કરો.
- આ કણિકના ૩ સરખા ભાગ પાડો.
- દરેક ભાગને ૨૨૫ મી. મી. (૯”) વ્યાસના ગોળાકારમાં મેંદાના લોટની મદદથી વણી લીધા પછી તેમાં ફોર્ક (fork) વડે સરખા અંતરે કાંપા પાડી લો.
- તે પછી તેના ૭૫ મી. મી. (૩”) વ્યાસના ૩ ગોળ ટુકડા બનાવી લો.
- રીત ક્રમાંક ૪ અને ૫ પ્રમાણે કણિક પૂર્ણ થાય તે રીતે ૧૨ વધુ ટાકો શૅલ તૈયાર કરો.
- એક ઊંડી નૉન-સ્ટીક કઢાઇમાં તેલ ગરમ કરી, તેમાં એક સમયે એક જ ટાકો શૅલ નાંખીને તે બન્ને બાજુએથી હલકા બ્રાઉન થાય ત્યાં સુધી તળી લો.
- જ્યારે ટાકો શૅલ હલકો બ્રાઉન થવા માંડે, ત્યારે તેને તેલમાં સાણસી અને તળવાના ચમચા વડે ‘u’ આકાર આપીને તળતા રહો જ્યાં સુધી તે બન્ને બાજુએથી ગોલ્ડન બ્રાઉન થઇ જાય.
- રીત ક્રમાંક ૭ અને ૮ પ્રમાણે બીજા ૧૩ ટાકો શૅલ તળી લો.
- આ ટાકો શેલને સંપૂર્ણ ઠંડા પાડ્યા પછી હવાબંધ ડબ્બામાં ભરી રાખો.
- એક પ્રેશર કુકરમાં રાજમા, ખાવાનો સોડા, મીઠું અને ૨ કપ પાણી મેળવી, સારી રીતે મિક્સ કરીને પ્રેશર કુકરની ૩ સીટી સુધી રાંધી લો.
- પ્રેશર કુકરનું ઢાંકણ ખોલતા પહેલા તેની વરાળ નીકળી જવા દો. વધારાનું પાણી કાઢીને રાજમા ઠંડા થવા બાજુ પર રાખો.
- હવે એક બાઉલમાં બાફેલા રાજમા અને બાકીની બધી સામગ્રી ભેગી કરીને સારી રીતે મિક્સ કરી બાજુ પર રાખો.