મેથી અને ફણગાવેલા મગના રૅપ્સ્ ની રેસીપી | Methi and Moong Sprouts Wrap
તરલા દલાલ દ્વારા
5/5 stars 100% LIKED IT
1 REVIEW
ALL GOOD
Added to 207 cookbooks
This recipe has been viewed 7795 times
જો તમને બ્રંચમાં કંઇ ખાવાની ઇચ્છા થાય તો આ વાનગી જરૂર અજમાવજો. મેથી અને ફણગાવેલા મગના રૅપ્સ્, જેમાં ફાઇબરયુક્ત મેથી અને મગનું સંયોજન ડાયાબિટીસ ધરાવનારા માટે તો તે અતિ ઉત્તમ ખોરાક છે. આમ પણ કોઇ પણ ફાઇબરયુક્ત વાનગી રક્તમાં ગ્લુકોઝના પ્રમાણને નીચે રાખવામાં મદદરૂપ થાય છે અને તેમાં મેથી તો ખાસ કરીને, કારણકે તે શરીરમાં ઇન્સ્યુલીનના ઉત્પાદનમાં મદદ કરે છે. મગમાં સારા પ્રમાણમાં એન્ટીઓક્સિડંટ(antioxidant) અને વિટામીન એ પણ હોય છે, જે તેની એક વધારાની ખાસિયત ગણી શકાય અને તે ડાયાબિટીસ ધરાવનારા માટે ખાસ ઉપયોગી પૂરવાર થયા છે. આમ આ મેથી અને મગના રૅપ્સ્ જ્યારે તમે રસોડામાં વધેલી રોટલીનો ઉપયોગ કરી બનાવશો, ત્યારે રોટલીનો સરસ ઉપયોગ થયો એમ ગણી શકો છો.
લસણ અને કાંદાના સ્પ્રેડ માટે- એક નાના ખુલ્લા નૉન-સ્ટીક પૅનમાં તેલ ગરમ કરી તેમાં જીરૂ મેળવો.
- જ્યારે દાણા તતડવા માંડે, ત્યારે તેમાં લસણ અને કાંદાની મેળવી મધ્યમ તાપ પર ૧ મિનિટ સુધી અથવા કાંદા હલકા બ્રાઉન રંગના થાય ત્યાં સુધી સાંતળી લો.
- હવે સાંતળેલા લસણ અને કાંદા સાથે દહીં મિક્સ કરી લો.
- તે પછી તેમાં મરચાં પાવડર, હીંગ અને મીઠું મેળવી સારી રીતે મિક્સ કરી લો.
- આ મિશ્રણના ૪ સરખા ભાગ પાડી બાજુ પર રાખો.
મેથી અને ફણગાવેલા મગનું પૂરણ તૈયાર કરવા માટે- એક પહોળા નૉન-સ્ટીક પૅનમાં તેલ ગરમ કરી, તેમાં લીલા મરચાં મેળવી મધ્યમ તાપ પર ૧૫ સેકંડ સુધી સાંતળી લો.
- તે પછી તેમાં મેથીના સમારેલા પાન મેળવી મધ્યમ તાપ પર ૧ મિનિટ સુધી સાંતળી લો.
- તે પછી તેમાં ફણગાવેલા મગ, હળદર અને મીઠું મેળવી, સારી રીતે મિક્સ કરી, મધ્યમ તાપ પર ૧ મિનિટ સુધી રાંધી લો.
- તે પછી તેમાં લીંબુનો રસ મેળવી સારી રીતે મિક્સ કરી લો.
- ૫. આમ તૈયાર થયેલા પૂરણના ૪ સરખા ભાગ પાડી બાજુ પર રાખો.
આગળની રીત- એક નૉન-સ્ટીક તવાને ગરમ કરી તેની પર રોટલીને બન્ને બાજુએથી હલકી શેકી લો.
- આ રોટલીને સાફ સૂકી જગ્યા પર રાખી, તેની મધ્યમાં મેથી અને મગનું પૂરણ મૂકો.
- હવે તેની પર લસણ-કાંદાનો સ્પ્રેડ સારી રીતે પાથરી લો અને રોટલીને સજ્જડ રીતે ગોળ વાળી લો.
- રીત ક્રમાંક ૧ થી ૩ મુજબ બીજા ૩ રૅપ પણ તૈયાર કરી લો.
- તરત જ પીરસો.
Other Related Recipes
Accompaniments
1 review received for મેથી અને ફણગાવેલા મગના રૅપ્સ્ ની રેસીપી
2 FAVOURABLE REVIEWS
The most Helpful Favourable review
Reviewed By
n_katira,
December 04, 2014
A healthier wrap for health conscious... the highlight of this wrap is the onion based dressing.... truly awesome...
See more favourable reviews...
No critical reviews posted for this recipe
Helpful reviews for this recipe
You are not signed in. To post a recipe review note requires you to
Sign In to your account
Rate this recipe
Review this recipe (optional)
You are not signed in. To post a private recipe note requires you to
Sign In to your Gold or Silver account
Add your private note to this recipe