You are here: Home> વિવિધ વ્યંજન > લેબેનીસ્ વ્યંજન, શાકાહારી લેબનીઝ > લેબનીઝ ઍપીટાઇજર > પાલક તાહીની રૅપ્સ્ ની રેસીપી
પાલક તાહીની રૅપ્સ્ ની રેસીપી

Tarla Dalal
02 January, 2025
-14995.webp)

Table of Content
Tags
Preparation Time
None Mins
Cooking Time
None Mins
Total Time
None Mins
Makes
None None
સામગ્રી
રોટી માટે
2 કપ ઘઉંનો લોટ (whole wheat flour, gehun ka atta)
1/4 કપ પાલકની પ્યુરી
2 ટીસ્પૂન તેલ ( oil )
1/2 ટીસ્પૂન મીઠું (salt)
પૂરણ માટે
1 1/2 કપ ખમણેલી મિક્સ શાકભાજી (ગાજર , ફણસી અને બટાટા)
1/2 કપ સમારેલા કાંદા (chopped onions)
2 સમારેલા લીલા મરચાં (chopped green chillies)
2 ટેબલસ્પૂન સમારેલી કોથમીર (chopped coriander)
2 ટીસ્પૂન તેલ ( oil )
મીઠું (salt) , સ્વાદાનુસાર
તીખી તાહીની પેસ્ટ માટે
1/2 કપ તલ (sesame seeds, til)
1/3 કપ ચણાની દાળ (chana dal)
2 ટીસ્પૂન વિનેગર (vinegar)
2 ટેબલસ્પૂન દહીં (curd, dahi)
1 સમારેલું લસણ (chopped garlic) , સમારેલી
પીસીને મરચાં-લસણની પેસ્ટ તૈયાર કરવા માટે
4 સૂકું કશ્મીરી લાલ મરચું (whole dry kashmiri red chillies) , પલાળેલા
3 to 4 લસણની કળી (garlic cloves)
1 ટીસ્પૂન લીંબુનો રસ (lemon juice)
1 ટેબલસ્પૂન પાણી (water)
મીઠું (salt) , સ્વાદાનુસાર
બીજી જરૂરી વસ્તુ
1 કપ ખાટી ભાજી , મોટા ટુકડા કરેલા
વિધિ
- એક સાફ અને સૂકી જગ્યા પર એક રોટી રાખો.
- તે પછી તેની પર સરખા પ્રમાણમાં સલાડના પાન મૂકો.
- હવે સલાડના પાન પર તાહીની પેસ્ટનું પાતળું થર અને તૈયાર કરેલા પૂરણનો એક ભાગ પાથરો.
- છેલ્લે તેની પર થોડી મરચાં-લસણની પેસ્ટ પાથરી, રોટીને સખત રીતે રોલ કરી લો.
- આ જ પ્રમાણે બાકી રહેલી પેસ્ટ અને પૂરણ વડે બીજી ૫ રોટી તૈયાર કરી લો.
- તરત જ પીરસો.
- એક તવા પર તલ અને ચણા દાળને અલગ-અલગથી શેકી લીધા પછી તેને મિક્સરમાં સાથે પીસીને ઝીણો પાવડર તૈયાર કરો.
- આ પાવડરને એક બાઉલમાં કાઢી લીધા પછી, તેમાં બાકી રહેલી બધી વસ્તુઓ મેળવીને સારી રીતે મિક્સ કરી લો.
- આ પેસ્ટને રેફ્રિજરેટરમાં લગભગ એક કલાક રહેવા દો.
- એક પૅનમાં તેલ ગરમ કરી તેમાં કાંદા મેળવી, કાંદા અર્ધપારદર્શક થાય ત્યાં સુધી સાંતળી લો.
- તે પછી તેમાં મિક્સ શાકભાજી, લીલા મરચાં, કોથમીર અને મીઠું મેળવી વધુ ૧ મિનિટ સુધી સાંતળી લો.
- હવે આ પૂરણના ૬ સરખા ભાગ પાડી બાજુ પર રાખો.
- એક બાઉલમાં બધી વસ્તુઓ ભેગી કરી, તેમાં જરૂરી પાણી ઉમેરી નરમ કણિક તૈયાર કરી ૧/૨ કલાક બાજુ પર રાખો.
- તે પછી આ કણિકના ૬ સરખા ભાગ પાડી, દરેક ભાગને ૧૫૦ મી. મી. (૬”) વ્યાસના ગોળાકારમાં વણી રોટી તૈયાર કરો.
- દરેક રોટીને બન્ને બાજુએથી હલકી શેકીને બાજુ પર રાખો.