મસાલેદાર અળુની ભાજી રેસીપી | અળવી ફ્રાય | અળવીનું કોરું શાક | હેલ્દી અળુની ભાજી | Masaledar Arbi
તરલા દલાલ દ્વારા
Added to 72 cookbooks
This recipe has been viewed 6328 times
મસાલેદાર અળુની ભાજી રેસીપી | અળવી ફ્રાય | અળવીનું કોરું શાક | હેલ્દી અળુની ભાજી | with 35 amazing images.
આ મલાઇદાર અને મસાલેદાર સૂકી અળુની ભાજી ભાત, રોટી કે પછી પૂરી સાથે મજાનું સંયોજન બનાવે છે. દહીં, આમચૂર પાવડર અને બીજા મસાલા મેળવીને બનતું ખાટું મસાલાનું મિશ્રણ આ કોરા શાકનો સ્વાદ જીભને કળતર કરાવે એવું બનાવે છે, જ્યારે દૂધ અને મલાઇ તેને સ્વાદિષ્ટ અને ખુશ્બુદાર બનાવે છે.
આ મસાલેદાર અળુની ભાજીને ભરપુર કોથમીર વડે સજાવી, તે ગરમાગરમ હોય ત્યારે જ તેની મજા માણો. ખૂબ જ ઊંચી કેલરીની ગણતરી સાથે નહીં પરંતુ પોટેશિયમની નોંધપાત્ર માત્રા સાથે, મસાલેદાર અળુની ભાજી હૃદય માટે ફાયદાકારક છે. સોડિયમની માત્રા ઓછી હોવાને કારણે, તે હાઈ બ્લડ પ્રેશર ધરાવતા લોકો માટે શારૂ છે. વિટામિન સીની યોગ્ય માત્રા રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવામાં મદદ કરી શકે છે.
મસાલેદાર અળુની ભાજી માટેની ટિપ્સ. 1. અળુને રાંધવાની શ્રેષ્ઠ રીત એ છે કે પ્રેશર કૂકરમાં ૨ સીટી વગાડવી કારણ કે ખુલ્લી જ્યોત પર રાંધવામાં ૨૦ થી ૨૫ મિનિટનો સમય લાગી શકે છે. ૨. આમચૂર પાવડર મસાલા દહીંના મિશ્રણમાં સરસ સ્વાદ ઉમેરે છે. ૩. અળુ ભારતમાં આખું વર્ષ સરળતાથી અને સસ્તામાં ઉપલબ્ધ છે.
મસાલેદાર અળુની ભાજી માટે- મસાલેદાર અળુની ભાજી બનાવવા માટે, સૌ પ્રથમ અળુને સાફ કરો અને પ્રેશર કુકરમાં ૨ સીટી સુધી પકાવો.
- મસાલા દહીંનું મિશ્રણ બનાવવા માટે, દહીં, ચણાનો લોટ, કોથમીર, મરચાં પાવડર, ગરમ મસાલો અને આમચૂરને એક સાથે મિક્સ કરો.
- એક નોન સ્ટિક પેનમાં તેલ ગરમ કરો, અજમો ઉમેરો અને થોડી સેકંડ માટે પકાવો.
- આદુ લસણની પેસ્ટ, લીલાં મરચાં નાખીને થોડી સેકંડ સુધી રાંધી લો.
- મસાલા દહીંનું મિશ્રણ ઉમેરો અને ૧ મિનિટ માટે રાંધી લો.
- બાફેલા અળુના ગોળ ટુકડા, દૂધ, તાજું ક્રીમ, મીઠું ઉમેરીને મધ્યમ તાપ પર ૩ થી ૪ મિનિટ સુધી રાંધી લો.
- લીંબુનો રસ ઉમેરો અને ફરીથી ૧ મિનિટ માટે રાંધી લો. કોથમીર વડે સજાવો.
- મસાલેદાર અળુની ભાજીને બાજરા અથવા જુવારની રોટલી સાથે ગરમ ગરમ પીરસો.
Other Related Recipes
Accompaniments
મસાલેદાર અળુની ભાજી રેસીપી has not been reviewed
No critical reviews posted for this recipe
You are not signed in. To post a recipe review note requires you to
Sign In to your account
Rate this recipe
Review this recipe (optional)
You are not signed in. To post a private recipe note requires you to
Sign In to your Gold or Silver account
Add your private note to this recipe