You are here: Home> કોર્સ, મુખ્ય કોર્સ વાનગીઓ, શરુ, મીઠાઈઓ > સવારના નાસ્તા > જુવાર, બાજરા અને લસણની રોટી
જુવાર, બાજરા અને લસણની રોટી

Tarla Dalal
02 January, 2025


Table of Content
આ રોટી ગરમા ગરમ જ્યારે ઘી સાથે પીરસવામાં આવે ત્યારે સૌથી વધુ સ્વાદિષ્ટ લાગે છે. તેમાં લસણ ભલે થોડી માત્રામાં મેળવવામાં આવ્યું છે પણ તે આ સૌમ્ય રોટીને અનોખું સ્વાદ આપે છે. બનાવવામાં બહુજ સરળ, આ રોટી એક વખત જરૂર અજમાવવા જેવી છે.
Tags
Preparation Time
None Mins
Cooking Time
None Mins
Total Time
None Mins
Makes
None None
સામગ્રી
Main Ingredients
1/2 કપ જુવારનો લોટ (jowar flour)
1/2 કપ બાજરીનો લોટ (bajra flour)
1 ટીસ્પૂન લસણની પેસ્ટ (garlic paste)
1/2 ટીસ્પૂન લીલા મરચાંની પેસ્ટ (green chilli paste)
1/2 ટેબલસ્પૂન તલ (sesame seeds, til)
મીઠું (salt) , સ્વાદાનુસાર
જુવારનો લોટ (jowar flour) , વણવા માટે
ઘી (ghee) , ચોપડવા માટે
વિધિ
- એક ઊંડા બાઉલમાં બધી સામગ્રી ભેગી કરી તેમાં જરૂરી હૂંફાળું પાણી મેળવી નરમ કણિક તૈયાર કરો.
- આ કણિકના ૬ સરખા ભાગ પાડો.
- દરેક ભાગને ૧૫૦ મી. મી. (૬”) ના ગોળાકારમાં થોડા સૂકા જુવારના લોટની મદદથી વણી લો.
- એક નૉન-સ્ટીક તવાને ગરમ કરી તેની પર રોટી મૂકી થોડી સેકંડ સુધી શેકી લો.
- ૫. તે પછી તેને પલટાવીને તેની બીજી બાજુ થોડી વધુ સેકંડ સુધી શેકી લો.
- આમ તૈયાર થયેલી રોટીને ચીપીયા વડે પકડીને ખુલ્લા તાપ પર રોટીની બન્ને બાજુઓ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લો.
- રીત ક્રમાંક ૩ થી ૬ પ્રમાણે બાકીની ૫ રોટી પણ તૈયાર કરી લો.
- ગરમ રોટી પર ઘી ચોપડીને તરત જ પીરસો.