You are here: Home> કોર્સ, મુખ્ય કોર્સ વાનગીઓ, શરુ, મીઠાઈઓ > સ્ટાર્ટસ્ રેસિપિ, નાસ્તા રેસિપિ > તળેલા હલકા નાસ્તા > હર્બ્ડ મેગી ફ્રિટર્સ્
હર્બ્ડ મેગી ફ્રિટર્સ્

Tarla Dalal
02 January, 2025


Table of Content
બધાને પસંદ એવા મેગી નૂડલ્સને ચીઝી ફ્રિટર્સ્ તરીકે અહીં એક નવો રૂપ આપવામાં આવ્યો છે.
રાંધેલી મેગીમાં રંગીન શાકભાજી, હર્બ્સ્ અને પ્રોસેસ્ડ ચીઝ મેળવીને એક ચીકણું ખીરૂ તૈયાર કરવામાં આવે છે જેને તરત જ તળીને કરકરા હર્બ્ડ મેગી ફ્રિટર્સ્ નું રૂપ આપવામાં આવે છે.
આ ફ્રિટર્સ્ તમે તમારા બાળકોને તેમની સફળતાના ઇનામ તરીકે બનાવીને પીરસી શકો છો અથવા તો એક સ્ટાર્ટર તરીકે પણ પીરસી શકો. તેઓ ચોક્કસ રીતે તેની પ્રશંસા કરશે. બસ, યાદ રાખવું કે આ ફ્રિટર્સ્ ને બનાવીને તરત જ પીરસવા.
Tags
Preparation Time
None Mins
Cooking Time
None Mins
Total Time
None Mins
Makes
None None
સામગ્રી
Main Ingredients
1 ટીસ્પૂન સૂકા મિક્સ હર્બસ્ (dried mixed herbs)
1/4 કપ સમારેલા સિમલા મરચાં (chopped capsicum)
1/4 કપ ખમણેલું પ્રોસેસ્ડ ચીઝ (grated processed cheese)
1 ટીસ્પૂન સૂકા લાલ મરચાંના ફ્લેક્સ્ (dry red chilli flakes)
2 ટેબલસ્પૂન કોર્નફલોર
મીઠું (salt) , સ્વાદાનુસાર
તેલ ( oil ) , તળવા માટે
પીરસવા માટે
વિધિ
- એક ઊંડા નૉન-સ્ટીક પૅનમાં ૧ ૧/૨ કપ પાણી ગરમ કરી તેમાં મેગી નૂડલ્સ ઉમેરી, સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૩ થી ૪ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
- પછી તેમાં મેગી ટેસ્ટ મેકર ઉમેરી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર વધુ ૩ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
- આમ તૈયાર થયેલા મિશ્રણને બીજા એક બાઉલમાં કાઢીને સંપૂર્ણ ઠંડું થવા બાજુ પર રાખો.
- જ્યારે તે ઠંડું થઇ જાય, ત્યારે તેમાં સિમલા મરચાં, ચીઝ, લાલ મરચાંના ફ્લેક્સ, મિક્સ સૂકા હર્બસ, કોર્નફ્લોર અને થોડું મીઠું મેળવી સારી રીતે મિક્સ કરી લો.
- એક ઊંડી નૉન-સ્ટીક કઢાઇમાં તેલ ગરમ કરી તેમાં એક એક ચમચા જેટલું મિશ્રણ તમારા હાથ વડે ઉમેરતા જાવ અને આ ફ્રિટર્સ્ દરેક બાજુએથી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળીને ટીશ્યુ પેપર પર કાઢી લો.
- ટમૅટો કેચપ સાથે તરત જ પીરસો.