આલુ મેથી ની રેસીપી | Aloo Methi
તરલા દલાલ દ્વારા
Added to 357 cookbooks
This recipe has been viewed 15926 times
આ આલુ મેથીની સબ્જી રોજની વાનગી તરીકે ગણાય છે, કારણકે તે સહેલાઇથી તૈયાર કરી શકાય છે, તે ઉપરાંત તે સ્વાદિષ્ટ પણ છે અને તે એવી અદભૂત છે કે જ્યારે-જ્યારે તમે તે બનાવશો ત્યારે-ત્યારે તેના સ્વાદમાં એક અલગ જ નવો અનુભવ થશે, અને તેનું કારણ છે તેમાં રહેલા બટાટાની નરમાશ અને આનંદદાઇ મેથીની કડવાશ છે.
ખરેખર તો આ આલુ મેથીની સબ્જી એવી ભારતીય વાનગી છે જે દુનિયાભરમાં ખ્યાતી ધરાવે છે, કારણ કે તેમાં આપણી રોજના વપરાશની વસ્તુઓ જેવી કે આદૂ, લસણ, જીરૂ અને લાલ મરચાં છે. આ આલુ મેથીની સબ્જીની લિજ્જત એવી છે કે તમને તમારી રોજની જરૂરીયાતથી પણ વધુ એક-બે રોટલી ખવાઇ જાય તો પણ તેનો ખ્યાલ નહીં રહે.
Add your private note
આલુ મેથી ની રેસીપી - Aloo Methi recipe in Gujarati
તૈયારીનો સમય:    બનાવવાનો સમય:    કુલ સમય:    
૩ માત્રા માટે
Method- આલુ મેથી ની રેસીપી બનાવવા માટે, એક ઊંડા બાઉલમાં મેથી મૂકી તેની પર થોડું મીઠું છાંટીને હળવા હાથે મિક્સ કરી ૧૫ મિનિટ માટે બાજુ પર રાખો.
- તે પછી મેથીને દબાવીને તેમાંથી પાણી કાઢી લીધા પછી મેથીને બાજુ પર રાખો અને પાણી ફેંકી દો.
- હવે એક ઊંડા નૉન-સ્ટીક પૅનમાં તેલ ગરમ કરી તેમાં જીરૂ અને હીંગ મેળવી મધ્યમ તાપ પર થોડી સેકંડ સુધી સાંતળી લો.
- જ્યારે દાણા તતડવા માંડે, ત્યારે તેમાં લસણ, આદૂ, લીલા મરચાં અને લાલ મરચાં મેળવી મધ્યમ તાપ પર ૩૦ સેકંડ સુધી સાંતળી લો.
- તે પછી તેમાં હળદર અને બટાટા મેળવી હળવેથી મિક્સ કરી મધ્યમ તાપ પર ૫ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
- છેલ્લે તેમાં મેથી, ધાણા-જીરા પાવડર અને મીઠું મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૨ થી ૩ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
- આલુ મેથી ગરમ ગરમ પીરસો.
વિગતવાર ફોટો સાથે આલુ મેથી ની રેસીપી
Other Related Recipes
Accompaniments
3 reviews received for આલુ મેથી ની રેસીપી
2 FAVOURABLE REVIEWS
The most Helpful Favourable review
Reviewed By
meeraseth,
April 22, 2012
Two things that make this recipe extra special:
a. roasted and breaking the red chillies.
b. This one can easily miss everyone - salting the methi and squeezing out the water. Very very rarely does someone get the methi alu recipe right, and the reason they go weong is in not removing the methi moisture. If not done, when you add it to the aloo, it happily lets out close to 3/4 cup of water and the methis gets a boiled taste and the aloo is beyond recognition.
Today I discovered the secret . Really happy! (and I have been cooking for 30 years :), so imagine how a simple truth can miss you!
See more favourable reviews...
No critical reviews posted for this recipe
Helpful reviews for this recipe
You are not signed in. To post a recipe review note requires you to
Sign In to your account
Rate this recipe
Review this recipe (optional)
You are not signed in. To post a private recipe note requires you to
Sign In to your Gold or Silver account
Add your private note to this recipe