You are here: Home> કોર્સ, મુખ્ય કોર્સ વાનગીઓ, શરુ, મીઠાઈઓ > શરબત > પીણાં > કોકમ શરબત ની રેસીપી
કોકમ શરબત ની રેસીપી

Tarla Dalal
02 January, 2025
-11375.webp)

Table of Content
જો તમને તરત જ તાજગીનો અનુભવ કરવો હોય, તો આ દેશી ઉપાય અકસીર છે. આ કોકમના શરબતમાં ખટાશ અને મસાલેદાર સ્વાદ માટે જીરૂ અને કાળા મરી મેળવીને વિશિષ્ટ ગુણવાળા કોકમ વડે તેને મજેદાર બનાવવામાં આવ્યું છે.
આ વાનગીમાં અમે તમને કોકમને માઇક્રોવેવમાં રાંધીને કોકમ શરબત ઘરે સહેલાઇથી કેમ તૈયાર કરવું તેની રીત જણાવી છે. તમારા રેફ્રીજરેટરમાં આ ઘરે બનાવેલું શરબત બોટલમાં ભરીને તૈયાર રાખો, જેથી તમે તેને પાણી મેળવી તરત જ જ્યારે જરૂર પડે ત્યારે બનાવી શકો.
Tags
Preparation Time
None Mins
Cooking Time
None Mins
Total Time
None Mins
Makes
None None
સામગ્રી
કોકમ શરબત ની રેસીપી બનાવવા માટે
1 કપ કોકમ
1 કપ સાકર (sugar)
1 ટીસ્પૂન જીરા પાવડર
3/4 ટીસ્પૂન સંચળ (black salt, sanchal)
વિધિ
- કોકમ શરબત ની રેસીપી બનાવવા માટે, એક માઇક્રોવેવ સેફ બાઉલમાં કોકમ સાથે ૧ કપ પાણી મેળવી તેને ઉંચા તાપમાન પર ૧ મિનિટ સુધી માઇક્રોવેવ કરી ૧૦ મિનિટ માટે બાજુ પર રાખો.
- તે પછી કોકમનું પાણી ગાળીને, પાણી તથા કોકમ બાજુ પર રાખો.
- હવે કોકમ અને ૧/૨ કપ ગાળેલું કોકમવાળું પાણી મેળવીને મિક્સરમાં ફેરવી સુંવાળી પેસ્ટ તૈયાર કરી બાજુ પર રાખો.
- હવે સાકર સાથે ૧/૨ કપ પાણી માઇક્રોવેવ સેફ બાઉલમાં રેડી ઉંચા તાપમાન પર ૮ મિનિટ સુધી વચ્ચે ૪ મિનિટ પછી થોડું હલાવીને માઇક્રોવેવ કરી લો.
- ૫. તે પછી તેમાં તૈયાર કરેલી કોકમની પેસ્ટ મેળવી સારી રીતે મિક્સ કરી લો.
- આમ તૈયાર થયેલા કોકમના સાકરવાળા મિશ્રણને ગરણી વડે ગાળીને બાજુ પર રાખો અને બચેલું કોકમનું મિશ્રણ કાઢી નાંખો.
- હવે આ કોકમ-સાકરના મિશ્રણમાં જીરા પાવડર, સંચળ અને લીંબુના ફૂલ મેળવી સારી રીતે મિક્સ કરી લો.
- પીરસતા પહેલા, ગ્લાસમાં ૨ ટેબલસ્પૂન તૈયાર કરેલું કોકમનું મિશ્રણ રેડી તેમાં ૧/૨ કપ ઠંડું પાણી રેડી લો.
- તરત જ પીરસો.
- રેફ્રીજરેટરમાં કોકમ-સાકરના મિશ્રણને મૂક્તા પહેલા સંપૂર્ણ ઠંડું થવા દો, તે પછી હવાબંધ બાટલીમાં ભરીને ફ્રીજમાં મૂકો.