You are here: Home> કોર્સ, મુખ્ય કોર્સ વાનગીઓ, શરુ, મીઠાઈઓ > ભારતીય મીઠાઈ | ઈંડા વગરની ભારતીય મીઠાઈ > આઇસ્ક્રીમ > લીલા નાળિયેરની આઇસક્રીમ
લીલા નાળિયેરની આઇસક્રીમ

Tarla Dalal
02 January, 2025


Table of Content
આ લીલા નાળિયેરની આઇસક્રીમ ખરેખર મલાઇદાર અને સ્વાદિષ્ટ બને છે. આ ઉપરાંત તેમાં મેળવેલી નાળિયેરની મલાઇથી તેનો બંધારણ ઇંડા વગર પણ મલાઇદાર જ લાગે છે.
અહીં તમને એક વાતની ખાસ ધ્યાન રાખવાની છે કે નાળિયેરની મલાઇ બહું જાડી અથવા બહું પાતળી ન હોવી જોઇએ. તે મધ્યમ જાડાઇની હોવી જોઇએ.
મૂળભૂત રીતે મલાઇનું પ્રમાણ સારૂં હોવું જોઇએ અને સાથે તે નરમ પણ હોવી જોઇએ. તમારા મહેમાનોને આ આઇસક્રીમનો સ્વાદ દીવસો સુધી જરૂર યાદ રહેશે.
Tags
Preparation Time
None Mins
Cooking Time
None Mins
Total Time
None Mins
Makes
None None
સામગ્રી
Main Ingredients
3/4 કપ સમારેલી નાળિયેરની મલાઇ
2 1/2 કપ દૂધ (milk)
3/4 કપ સાકર (sugar)
2 ટેબલસ્પૂન કોર્નફલોર
3/4 કપ તાજું ક્રીમ (fresh cream)
વિધિ
- એક બાઉલમાં કોર્નફ્લોર અને ૧/૪ કપ ઠંડું દૂધ મેળવી સારી રીતે મિક્સ કરી બાજુ પર રાખો.
- હવે એક ઊંડા નૉન-સ્ટીક પૅનમાં બાકી રહેલું ૨ ૧/૪ કપ દૂધ અને સાકર મેળવી, સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૩ થી ૪ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી ઉકાળી લો.
- તે પછી તેમાં કોર્નફ્લોર-દૂધનું મિશ્રણ મેળવી, સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર વધુ ૧ મિનિટ સુધી સતત હલાવતા રહી રાંધી લો.
- હવે તેને તાપ પરથી નીચે ઉતારી સંપૂર્ણ ઠંડું થવા બાજુ પર રાખો.
- જ્યારે સંપૂર્ણ ઠંડું થઇ જાય, ત્યારે તેમાં તાજું ક્રીમ મેળવી સારી રીતે મિક્સ કરી લો.
- હવે આ મિશ્રણ એક એલ્યુમિનિયમના છીંછરા પાત્રમાં રેડીને તેને એલ્યુમિનિયમ ફોઇલ વડે ઢાંકી લીધા પછી રેફ્રીજરેટરમાં ૬ કલાક અથવા તે અડધું સેટ થઇ જાય ત્યાં સુધી રાખી મૂકો.
- તે પછી તેને ફ્રીજમાંથી કાઢીને મિક્સરમાં ફેરવી સુંવાળું મિશ્રણ તૈયાર કરો.
- ફરી આ મિશ્રણને એ જ એલ્યુમિનિયમના પાત્રમાં રેડી તેમાં નાળિયેરની મલાઇ મેળવી, સારી રીતે મિક્સ કરી એલ્યુમિનિયમ ફોઇલ વડે ઢાંકી ફ્રીજમાં લગભગ ૧૦ કલાક અથવા આઇસક્રીમ સંપૂર્ણ રીતે સેટ થઇ જાય ત્યાં સુધી રાખી મૂકો.
- તરત જ પીરસો.