ચંકી ટમૅટો પાસ્તા | Chunky Tomato Pasta
તરલા દલાલ દ્વારા
Added to 56 cookbooks
This recipe has been viewed 5264 times
આ ચંકી ટમૅટો પાસ્તા એક અસાધારણ ખુશ્બુદાર વાનગી છે જે તમને જરૂરથી ભાવશે. આમતો પાસ્તા મધુમેહ ધરાવનારા માટે ભલામણ કરી શકાય એવા તો નથી, છતાં આ મજેદાર પાસ્તા ખાસ પ્રસંગે જરૂર માણી શકાય તેવા છે. સામાન્ય રીતે કેલરી ધરાવતા અને મલાઇદાર પાસ્તાથી આ પાસ્તા અલગ છે.
અહીં ઘઉંના પૅને સાથે પુષ્કળ પ્રમાણમાં ટમેટા તથા બ્રોકોલી ઉમેરી તમારી ભારે તલપને સંતોષે એવા આ પાસ્તા તૈયાર કરવામાં આવ્યા છે. પણ ખાસ ધ્યાન રાખવાનું છે કે તેનું સેવન ઓછી માત્રામાં કરવું.
મધુમેહની અમારી બીજી વાનગીઓ વેજીટેબલ ઑટસ્ પૅનકેક પોષણદાઇ જવનું સૂપ જરૂરથી અજમાવો.
Add your private note
ચંકી ટમૅટો પાસ્તા - Chunky Tomato Pasta recipe in Gujarati
તૈયારીનો સમય:    બનાવવાનો સમય:    કુલ સમય:    
૩ માત્રા માટે
૧ ૧/૨ કપ હલકા બાફીને , છોલીને બી કાઢી મોટા સમારેલા ટમેટા
૧ કપ રાંધેલા ઘઉંના પાસ્તા
૨ ટીસ્પૂન જૈતૂનનું તેલ
૨ ટીસ્પૂન ઝીણું સમારેલું લસણ
૧ કપ હલ્કા ઉકાળેલા બ્રોકલીના ફૂલ
૧/૪ કપ તાજી બેસિલ , ટુકડા કરેલી
૧ ટીસ્પૂન સૂકા લાલ મરચાંના ફ્લેક્સ્
મીઠું , સ્વાદાનુસાર
Method- એક પહોળા નૉન-સ્ટીક પૅનમાં તેલ ગરમ કરી તેમાં લસણ મેળવી મધ્યમ તાપ પર ૩૦ સેકંડ સુધી સાંતળી લો.
- પછી તેમાં બ્રોકલી મેળવી મધ્યમ તાપ પર વધુ ૧ મિનિટ સુધી સાંતળી લો.
- તે પછી તેમાં ટમેટા, બેસિલ, મરચાંના ફ્લેક્સ્ અને મીઠું મેળવી સારી રીતે મિક્સ કરી લીધા પછી મધ્યમ તાપ પર ૩ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
- તે પછી તેમાં પૅને ઉમેરી, હળવેથી મિક્સ કરી મધ્યમ તાપ પર વધુ ૨ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
- તરત જ પીરસો.
જાહેર ઇનકાર:- આ વાનગી મધુમેહ ધરાવનારા માટે ક્યારેક કોઇ ખાસ પ્રસંગે લહેજત પૂરતી જ થોડી માત્રામાં માણી શકાય એવી છે અને તેથી મધુમેહ ધરાવનારાને પોતાના રોજના આહારમાં તેનો ઉમેરો કરવાની સલાહ અમે નથી આપતા.
Other Related Recipes
ચંકી ટમૅટો પાસ્તા has not been reviewed
2 FAVOURABLE REVIEWS
The most Helpful Favourable review
Reviewed By
Foodsie,
May 22, 2014
Light and full of flavors.. olive oil, garlic, basil & tomatoes with pasta is such an all time favorite Italian classic... and what makes this dish even more appetizing are the chunky tomato strips and broccoli florets... adding a great texture and volume to the whole experience.. Bon Appetito!!!
See more favourable reviews...
No critical reviews posted for this recipe
You are not signed in. To post a recipe review note requires you to
Sign In to your account
Rate this recipe
Review this recipe (optional)
You are not signed in. To post a private recipe note requires you to
Sign In to your Gold or Silver account
Add your private note to this recipe