You are here: Home> કોર્સ, મુખ્ય કોર્સ વાનગીઓ, શરુ, મીઠાઈઓ > ભારતીય મીઠાઈ | ઈંડા વગરની ભારતીય મીઠાઈ > ચોકલેટ ડૅઝર્ટસ્ > બ્રાઉની વિથ વાઇટ ચોકલેટ કેજ
બ્રાઉની વિથ વાઇટ ચોકલેટ કેજ
Viewed: 3483 times

Tarla Dalal
02 January, 2025


0.0/5 stars
100% LIKED IT
| 0 REVIEWS
OK
Brownie with White Chocolate Cage - Read in English
Table of Content
બહુ આકર્ષક અને નજરને ગમી જાય એવી આ ડાર્ક ચોકલેટની બ્રાઉની સાથે વેનીલા આઇસક્રીમ તેને વધુ સ્વાદિષ્ટ અને પાર્ટીમાં પીરસી શકાય એવી બનાવે છે.
Tags
Preparation Time
None Mins
Cooking Time
None Mins
Total Time
None Mins
Makes
None None
સામગ્રી
બ્રાઉનની માટે
બીજી જરૂરી વસ્તુઓ
વાઇટ ચોકલેટના કેજ માટે
વિધિ
- ૧૫૦ મી. મી. (૬”) વ્યાસના એક છીછરી માઇક્રોવેવ પ્રુફ ડીશ પર માખણ ચોપડીને બાજુ પર રાખો.
- મેંદો, બેકીંગ પાવડર અને બેકીંગ સોડાને ચાળણી વડે ચાળીને બાજુ પર રાખો.
- હવે માઇક્રોવેવ સેફ બાઉલમાં ચોકલેટ ઉમેરીને ઉંચા તાપમાન પર ૧ મિનિટ સુધી માઇક્રોવેવ કરી લીધા પછી તેને બહાર કાઢીને હળવેથી હલાવીને સુંવાળું બનાવીને બાજુ પર રાખો.
- બીજા એક બાઉલમાં માખણ અને કેસ્ટર સુગર મેળવીને લાકડાના ચમચા વડે મિશ્રણને સુંવાળું અને મલાઇદાર બને ત્યાં સુધી મિક્સ કરી લો.
- હવે આ મિશ્રણમાં પીગળાવેલી ચોકલેટ મેળવી હળવેથી મિક્સ કરી લો.
- તે પછી તેમાં દહીં, વેનીલા ઍસેન્સ, લોટનું મિશ્રણ અને અખરોટ મેળવી હળવેથી મિક્સ કરી લો.
- આમ તૈયાર થયેલું ખીરૂ ગ્રીસ કરેલી ડીશ પર રેડી ૩ મિનિટ સુધી ઉંચા તાપમાન પર માઇક્રોવેવ કરી લો.
- માઇક્રોવેવનું તાપમાન ૭૦% ઓછું કરી ૧ મિનિટ સુધી ફરી માઇક્રોવેવ કરી લીધા પછી, તેને બહાર કાઢીને બાજુ પર રાખો.
- આ કેકના ૮ સરખા લંબચોરસ ટુકડા કરી બાજુ પર રાખો.
- પીરસતા પહેલા બ્રાઉનીને ડીશમાં મૂકી કેજ વડે ઢાંકી લો.
- વેનીલા આઇસક્રીમ સાથે તરત જ પીરસો.
- બધા બલુનને મધ્યમ કદમાં ફુગાવીને બાંધી લો. તે પછી બલુનને પાણીથી ધોઇને સૂકા કરીને બાજુ પર રાખો.
- એક માઇક્રોવેવ સેફ બાઉલમાં ચોકલેટ મૂકીને ઉંચા તાપ પર ૧ મિનિટ ૩૦ સેકંડ સુધી અથવા ચોકલેટ બરોબર પીગળી જાય ત્યાં સુધી દર ૩૦ સેકંડે એક વખત હલાવતા રહી માઇક્રોવેવ કરી લો.
- આ પીગળાવેલી ચોકલેટને ડિસ્પોઝેબલ પાઇપીંગ બેગમાં ભરી તેની ઉપરની બાજુ બંધ કરી લો, અને તેની બીજી નોકદાર બાજુમાં કાતર વડે કાપીને ઝીણું કાણું પાડી લો, જેથી તેમાંથી ચોકલેટનું પાઇપીંગ કરવું સહેલું પડે.
- હવે એક બલુનની પહોળી બાજુ પર આ પાઇપીંગ બેગ વડે પીગળાવેલી ચોકલેટથી ક્રીસક્રોસ ડીઝાઇન બનાવી લો. અહીં ધ્યાન રાખવું કે આ ડીઝાઇન બલુનના અડધા ભાગ પર બનાવવાની છે, જેથી તેનો ગોળ ગુંબજનો આકાર બની જાય.
- હવે આ બલુનને તેની ગાંઠ બાંધેલી બાજુ નીચેની તરફ રહે તે રીતે તેને એક ગ્લાસમાં મૂકી દો.
- રીત ક્રમાંક ૪ અને ૫ મુજબ બાકીના ૭ કેજ તૈયાર કરો.
- બધા બલુનને રેફ્રીજરેટરમાં ૩૦ મિનિટ રાખી મૂકો.
- એક વખત બલુન પર ચોકલેટ બરોબર સેટ થઇ જાય, તે પછી તેને ફ્રીજમાંથી બહાર કાઢી બધા બલુનની ગાંઠવાળી ઉપરની બાજુ પર સોઇથી કાણું પાડી બલુનને તોડી નાંખો.
- બલુન કાઢી નાંખો અને કેજ તૈયાર છે.
- તેને રેફ્રીજરેટરમાં પીરસવાના સમય સુધી રાખી મૂકો.