You are here: Home> વિવિધ વ્યંજન > ભારતીય વ્યંજન > પંજાબી વ્યંજન | પંજાબી વાનગીઓ | > વેજીટેબલ જાલફ્રેઝી | હેલ્દી પંજાબી વેજીટેબલ જાલફ્રેઝી
વેજીટેબલ જાલફ્રેઝી | હેલ્દી પંજાબી વેજીટેબલ જાલફ્રેઝી

Tarla Dalal
02 January, 2025


Table of Content
વેજીટેબલ જાલફ્રેઝી | હેલ્દી પંજાબી વેજીટેબલ જાલફ્રેઝી | vegetable jalfrezi recipe in gujarati.
વેજીટેબલ જાલફ્રેઝી એ એક લોકપ્રિય પંજાબી વેજીટેબલ જલફ્રેઝી સબ્જી છે. વેજીટેબલ જાલફ્રેઝીવેજીટેબલ જાલફ્રેઝીમાં મિક્સ શાકભાજીને તાજા ટમેટાના પલ્પના પાયામાં રાંધે છે, તેમાં લીલા મરચા, આદુ, કાંદા અને આવી સ્વાદિષ્ટ સામગ્રી મળવીને સાંતળવામા આવે છે.
આ રેસ્ટોરન્ટ સ્ટાઇલ વેજીટેબલ જાલફ્રેઝીરેસ્ટોરન્ટ સ્ટાઇલ વેજીટેબલ જાલફ્રેઝીને ગરમ-ગરમ રોટલી સાથે આનંદ લો.
Tags
Preparation Time
None Mins
Cooking Time
None Mins
Total Time
None Mins
Makes
None None
સામગ્રી
વેજીટેબલ જાલફ્રેઝી માટે
1/2 કપ આડા કાપીને અર્ધ ઉકાળેલા બેબી કોર્ન
1/2 કપ અર્ધ ઉકાળીને આડા સમારેલા ગાજર
1/2 કપ આડી સમારેને હલકી ઉકાળેલી ફણસી
1/2 કપ હલકા ઉકાળેલા ફૂલકોબી
2 ટેબલસ્પૂન તેલ ( oil )
1 ટીસ્પૂન જીરું ( cumin seeds, jeera)
1/2 ટીસ્પૂન આદુની પેસ્ટ (ginger (adrak) paste)
1 ટીસ્પૂન લસણની પેસ્ટ (garlic paste)
1/2 કપ સ્લાઇસ કરેલા કાંદા (sliced onions)
1 ટીસ્પૂન લાલ મરચાંનો પાવડર (red chilli powder)
1/4 ટીસ્પૂન હળદર (turmeric powder, haldi)
1 ટીસ્પૂન જીરા પાવડર (cumin seeds (jeera) powder )
1 ટીસ્પૂન ગરમ મસાલો (garam masala)
1/2 ટીસ્પૂન કસૂરી મેથી (dried fenugreek leaves (kasuri methi)
મીઠું (salt) , સ્વાદાનુસાર
1/4 કપ ટામેટાનું પલ્પ
1 ટેબલસ્પૂન સમારેલી કોથમીર (chopped coriander)
વિધિ
- વેજીટેબલ જાલફ્રેઝી બનાવવા માટે, એક કઢાઇમાં તેલ ગરમ કરી તેમાં જીરું, આદુની પેસ્ટ અને લસણની પેસ્ટ નાંખો અને થોડી સેકંડ માટે મધ્યમ આંચ પર સાંતળી લો.
- કાંદા ઉમેરો અને મધ્યમ આંચ પર ૨ મિનિટ માટે સાંતળી લો.
- તેમાં બધા વેજીટેબલ, લાલ મરચું પાવડર, હળદર, ધાણા-જીરું પાવડર, ગરમ મસાલા, કસૂરી મેથી, મીઠું અને ૧ ટેબલસ્પૂન પાણી નાખી બરાબર મિક્સ કરી લો. ઢાંકણથી ઢાંકીને મધ્યમ આંચ પર વચ્ચે-વચ્ચે હલાવતા ૩ મિનિટ સુધી રાંધી લો.
- તાજા ટામેટાંનો પલ્પ અને કોથમીર ઉમેરો, બરાબર મિક્સ કરી લો. મધ્યમ આંચ પર વચ્ચે-વચ્ચે હલાવતા ૧ મિનિટ સુધી રાંધી લો.
- વેજીટેબલ જાલફ્રેઝી ને ગરમ પીરસો.