You are here: Home> કોર્સ, મુખ્ય કોર્સ વાનગીઓ, શરુ, મીઠાઈઓ > મેન કોર્સ રેસીપી > ભાત ની રેસીપી | ચોખાની વાનગીઓ > મસૂર અને ટમેટાની બિરયાની
મસૂર અને ટમેટાની બિરયાની

Tarla Dalal
02 January, 2025


Table of Content
આ બિરયાની બનાવવાની વિધિ થોડી લાંબી છે જેમાં એક ખાસ પેસ્ટ, કેસરયુક્ત ભાત અને અલગથી એક મસૂરનું મિશ્રણ બનાવવામાં આવે છે જેને પાછળથી યોગ્ય રીતે ગોઠવીને ત્યાં સુધી બેક કરવામાં આવે છે, જ્યાં સુધી તેનો સ્વાદ એક બીજા સાથે ભળી જાય અને એક ખુશ્બુદાર અત્યંત મોહક વાનગી તૈયાર થાય. આમ તૈયાર થયેલી મસૂર અને ટમેટાની બિરયાનીનો સ્વાદ જ્યારે તમે અનુભવશો ત્યારે જ તમને લાગશે કે તમારી મહેનત સફળ થઇ છે.
Tags
Preparation Time
None Mins
Cooking Time
None Mins
Total Time
None Mins
Makes
None None
સામગ્રી
ભાત માટે
3 કપ પલાળીને રાંધેલા બાસમતી ભાત (soaked and cooked long grain rice (Basmati chawal)
1/4 ટીસ્પૂન કેસર (saffron (kesar) strands)
1 ટેબલસ્પૂન દૂધ (milk)
તેલ ( oil ) , તળવા માટે
3/4 કપ સ્લાઇસ કરેલા કાંદા (sliced onions)
મીઠું (salt) , સ્વાદાનુસાર
મસૂરના મિશ્રણ માટે
3/4 કપ મસૂર , ૬ કલાક પાણીમાં પલાળી રાખ્યા બાદ નીતારી લીધેલા
1 ટેબલસ્પૂન તેલ ( oil )
પીસીને સુંવાળી પેસ્ટ તૈયાર કરવા માટે (થોડું પાણી ઉમેરીને)
6 સૂકું કશ્મીરી લાલ મરચું (whole dry kashmiri red chillies) , ટુકડા કરેલા
1 ટેબલસ્પૂન આખા ધાણા (coriander seeds)
1 1/2 ટીસ્પૂન જીરું ( cumin seeds, jeera)
4 ટીસ્પૂન ખસખસ (poppy seeds, khus-khus)
25 મિલીમીટર આદુ (ginger, adrak) નો ટુકડો
બીજી જરૂરી વસ્તુઓ
2 ટેબલસ્પૂન દૂધ (milk)
સજાવવા માટે
1 ટેબલસ્પૂન સમારેલી કોથમીર (chopped coriander)
વિધિ
- ભાતના ૨ સરખા ભાગ પાડી બાજુ પર રાખો.
- તેલ ચોપડેલી બેકીંગ ડીશમાં ૧ ટેબલસ્પૂન દૂધ રેડો.
- તેની પર ભાતનો ૧ ભાગ મૂકી સરખી રીતે પાથરી લો.
- તે પછી તેની પર મસૂરનું મિશ્રણ સરખી રીતે પાથરી લો.
- હવે ભાતનો બીજો ભાગ તેની પર સરખી રીતે પાથરી લો.
- તે પછી બાકી રહેલું ૧ ટેબલસ્પૂન દૂધ તેની પર સરખી રીતે રેડી લો.
- બેકીંગ ડીશનું ઢાંકણ ઢાંકી આગળથી ગરમ કરેલા ઑવનમાં ૨૦૦° સે (૪૦૦° ફે) તાપમાન પર ૧૦ મિનિટ અથવા માઇક્રોવેવમાં ઉંચા તાપમાન પર ૪ થી ૫ મિનિટ સુધી બેક કરી લો.
- કોથમીર વડે સજાવીને ગરમ ગરમ પીરસો.
- એક નાના બાઉલમાં કેસર અને દૂધ મેળવી, સારી રીતે મિક્સ કરી બાજુ પર રાખો.
- એક ઊંડી કઢાઇમાં તેલ ગરમ કરી, તેમાં કાંદા નાંખી, તે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળીને સૂકા કરવા માટે ટીશ્યુ પેપર પર મૂકો.
- એક ઊંડા બાઉલમાં તળેલા કાંદા, ભાત, મીઠું અને કેસર-દૂધનું મિશ્રણ મેળવી, હળવા હાથે મિક્સ કરી બાજુ પર રાખો.
- એક પહોળા નૉન-સ્ટીક પૅનમાં તેલ ગરમ કરી, તેમાં કાંદા મેળવી મધ્યમ તાપ પર ૧ મિનિટ સુધી સાંતળી લો.
- તે પછી તેમાં તૈયાર કરેલી પેસ્ટ અને ૧ ટેબલસ્પૂન પાણી મેળવી, સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૧ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
- તે પછી તેમાં પલાળીને નીતારેલા મસૂર, મીઠું અને ૧ ૧/૨ કપ પાણી મેળવી, સારી રીતે મિક્સ કરી લીધા પછી પૅનને ઢાંકી મધ્યમ તાપ પર ૧૦ મિનિટ સુધી અથવા મસૂર બરોબર રંધાઇ જાય ત્યાં સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લીધા પછી બાજુ પર રાખો.