થ્રી ઇન વન રાઇસ | Three-in-one Rice
તરલા દલાલ દ્વારા
5/5 stars 100% LIKED IT
1 REVIEW
ALL GOOD
Added to 211 cookbooks
This recipe has been viewed 5661 times
ટમેટા અને ગાજર વડે બનતાં ઑરેન્જ ભાત, કોથમીર અને લીલા વટાણા વડે બનતા લીલા ભાત અને શાહીજીરા તથા ભરપુર પનીર વડે બનતા સફેદ ભાતની આ ત્રિરંગી વાનગી એટલી મજેદાર અને ખુશ્બુદાર બને છે કે તે ઑવનમાં બનતી હશે ત્યારે જ તેની ખુશ્બુ આખા ઘરમાં પ્રસરી જશે. આ થ્રી ઇન વન રાઇસ એવી મજેદાર છે કે, બધા જાતે આવીને જમવા બેસી જશે.
Add your private note
થ્રી ઇન વન રાઇસ - Three-in-one Rice recipe in Gujarati
તૈયારીનો સમય:    બેકીંગનુ તાપમાન: ૧૮૦°C (૩૬૦°F)   બેકીંગનો સમય: ૨૦ થી ૨૫ મિનિટ   બનાવવાનો સમય:    કુલ સમય:    
૬ માત્રા માટે
ઑરેન્જ ભાત માટે- એક ઊંડી નૉન-સ્ટીક કઢાઇમાં ટમેટા અને ૨ ટેબલસ્પૂન પાણી મેળવી મધ્યમ તાપ પર ૫ થી ૭ મિનિટ સુધી અથવા ટમેટા બરોબર બફાઇ જાય ત્યાં સુધી બાફી લો.
- તેને ઠંડા પાડ્યા પછી મિક્સરમાં ફેરવી પલ્પ તૈયાર કરી તેને ગાળીને બાજુ પર રાખો.
- એક ખુલ્લા નૉન-સ્ટીક પૅનમાં ઘી ગરમ કરી, તેમાં કાંદા મેળવી મધ્યમ તાપ પર ૧ મિનિટ સુધી સાંતળી લો.
- તે પછી તેમાં ગાજર મેળવી વધુ ૧ મિનિટ સુધી મધ્યમ તાપ પર સાંતળી લો.
- તે પછી તેમાં તૈયાર કરેલી ટમેટાની પલ્પ, લીલા મરચાં, સાકર અને મીઠું મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૨ મિનિટ સુધી રાંધી લો.
- તે પછી તેમાં રાંધેલા ભાત મેળવી મધ્યમ તાપ પર થોડા-થોડા સમયે હલાવતાં રહી, ૨ મિનિટ સુધી રાંધી લો. બાજુ પર રાખો.
સફેદ ભાત માટે- એક ખુલ્લા નૉન-સ્ટીક પૅનમાં ઘી ગરમ કરી તેમાં શાહજીરું મેળવો.
- જ્યારે દાણા તતડવા માંડે, ત્યારે તેમાં લીલા મરચાં મેળવી મધ્યમ તાપ પર ૩૦ સેંકડ સુધી સાંતળી લો.
- છેલ્લે તેમાં ભાત અને પનીર મેળવી, સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર, થોડા-થોડા સમયે હલાવતા રહી ૧ થી ૨ મિનિટ સુધી રાંધી લો.
લીલા ભાત માટે- એક ખુલ્લા નૉન-સ્ટીક પૅનમાં ઘી ગરમ કરી, તેમાં કાંદા મેળવી મધ્યમ તાપ પર ૧ મિનિટ સુધી સાંતળી લો.
- તે પછી તેમાં તૈયાર કરેલી ગ્રીન પેસ્ટ મેળવી, ફરી મધ્યમ તાપ પર ૧ થી ૨ મિનિટ સુધી સાંતળી લો.
- છેલ્લે તેમાં રાંધેલા ભાત, લીલા વટાણા અને મીઠું મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર, થોડા થોડા સમયે હલાવતાં રહી, ૨ મિનિટ સુધી રાંધી લો. બાજુ પર રાખો.
આગળની રીત- એક માઇક્રોવેવ પ્રુફ બેકિંગ બાઉલમાં તેલ ચોપડી, તેમાં લીલા ભાત પાથરી લીધા પછી ચમચાની પાછળની બાજુએથી દબાવીને સરખા પાથરી લો.
- તે પછી તેની પર સફેદ ભાત પાથરીને ચમચાની પાછળની બાજુએથી દબાવીને સરખા પાથરી લો.
- છેલ્લે તેની પર ઑરેન્જ ભાત પાથરીને ચમચાની પાછળની બાજુએથી દબાવીને સરખા પાથરી લો.
- તેની પર સરખી રીતે દૂધ રેડી લીધા પછી બાઉલને ઢાંકી આગળથી ગરમ કરેલા ઑવનમાં ૧૮૦૦સે (૩૬૦૦ફે) તાપ પર ૧૫ થી ૨૦ મિનિટ સુધી અથવા માઇક્રોવેવને હાઇ (high) પર મુકી ૫ થી ૭ મિનિટ સુધી રાંધી લો.
- પીરસવાના થોડા સમય પહેલા, એક પ્લેટમાં બાઉલને ઉંધુ કરીને ભાત કાઢી લો.
- તરત જ પીરસો.
Other Related Recipes
Accompaniments
1 review received for થ્રી ઇન વન રાઇસ
1 FAVOURABLE REVIEW
The most Helpful Favourable review
Reviewed By
Payal Parikh 86,
February 19, 2013
This three in one rice basically a combination of green rice, white rice and orange rice taste fab. It is a little time consuming but worth the efforts...
See more favourable reviews...
No critical reviews posted for this recipe
Helpful reviews for this recipe
You are not signed in. To post a recipe review note requires you to
Sign In to your account
Rate this recipe
Review this recipe (optional)
You are not signed in. To post a private recipe note requires you to
Sign In to your Gold or Silver account
Add your private note to this recipe