મેનુ

You are here: Home> અલસંદા વડા (ચોળાના વડા)

અલસંદા વડા (ચોળાના વડા)

Viewed: 2652 times
User 

Tarla Dalal

 22 February, 2025

Image
0.0/5 stars   100% LIKED IT | 0 REVIEWS OK
अलसंदा वड़ा (चवली वड़ा) - हिन्दी में पढ़ें (Tava Alasanda Vada, Healthy Non Fried Vada in Hindi)

Table of Content

તવા અલસંદા વડા રેસીપી | નોન ફ્રાઈડ ચોળાના ટિક્કી | સ્વસ્થ આંધ્ર પ્રદેશની કટલેટ રેસીપી | તવા ચોળાના નોન ફ્રાઈડ વડા | tava alasanda vada recipe in Gujarati | with 30 amazing images.

તવા અલસંદા વડા એક આંધ્ર પ્રદેશની પરંપરાગત રેસીપી છે, જેમાં બાફેલા ચોળાનો ઉપયોગ કરીને સ્વાદિષ્ટ વડા બનાવામાં આવે છે. મૂળ સંસ્કરણ ડીપ-ફ્રાઈડ છે, જ્યારે અલસંદા વડાની આ રેસીપી તવા-ફ્રાઈડ છે જેથી તમે કોઈપણ ચિંતા કર્યા વિના ખુશીથી તમે તેનો આનંદ માણી શકો. કાંદાનો ક્રંચ અને કોથમીર, આદુ અને લસણ જેવી ઘણી સ્વાદિષ્ટ સામગ્રી સાથે, આ વડા ચોક્કસપણે તમારા તાળવા માટે એક સ્વાદિષ્ટ વ્યંજન તો બને છે, પણ સાથે આરોગ્યપ્રદ પણ બને છે.

ચોળાનો ઉપયોગ મોટાભાગે શાક બનાવવા થાય છે, પરંતુ ભાગ્યે જ પૌષ્ટિક ચોળા ઉપયોગ કરીને નાસ્તો બનાવવામાં આવે છે, જેવા કે તવા અલસંદા વડા!

ઉપરાંત, ચોખાનો લોટ ડાયાબિટીસના દર્દીઓ માટે અયોગ્ય હોવાથી, અમે તેના બદલે તવા અલસંદા વડાને બાંધવા માટે ઘઉંના લોટનો ઉપયોગ કર્યો છે.

તવા અલસંદા વડા થાઇમિન, ફોલિક એસિડ, ફાઇબર, પ્રોટીન અને ઝિંકથી સમૃદ્ધ છે.

 

અલસંદા વડા (ચોળાના વડા) - Tava Alasanda Vada, Healthy Non Fried Vada recipe in Gujarati

Preparation Time

None Mins

Cooking Time

None Mins

Total Time

None Mins

Makes

None None

સામગ્રી

અલસંદા વડા માટે

વિધિ
અલસંદા વડા માટે
  1. અલસંદા વડા બનાવવા માટે, ચોળા અને 2 ટેબલ-સ્પૂન પાણીને મિક્સરમાં ભેગું કરો અને બરછટ પીસી લો.
  2. પેસ્ટને ઊંડા બાઉલમાં નાખો, બાકીની બધી સામગ્રી ઉમેરો અને સારી રીતે મિક્સ કરી દો.
  3. મિશ્રણને 10 સમાન ભાગોમાં વિભાજીત કરો.
  4. તમારા હાથને ભીનો કરો અને તમારા હાથમાં મિશ્રણનો એક ભાગ લો અને તેને 75 મી. મી. (3") વ્યાસનો આકાર આપો. તમારા અંગૂઠા વડે મધ્યમાં એક છિદ્ર બનાવો.
  5. રીત ક્રમાંક 4 મુજબ વધુ 4 વધુ વડા તૈયાર કરી લો.
  6. એક નોન-સ્ટીક તવાને ગરમ કરો, તેને ½ ટી-સ્પૂન તેલથી ગ્રીસ કરો. તેના પર 5 વડા મૂકો અને મધ્યમ તાપ પર ½ ટી-સ્પૂન તેલનો ઉપયોગ કરીને બંને બાજુથી ગોલ્ડન બ્રાઉન રંગના થાય ત્યાં સુધી પકાવો.
  7. રીત ક્રમાંક 4 થી 6 મુજબ 5 વધુ વડા તૈયાર કરી લો.
  8. અલસંદા વડાને તરત જ પીરસો.

Your Rating*

user

Follow US

રેસીપી શ્રેણીઓ