મેનુ

You are here: Home> વિવિધ વ્યંજન >  ઇટાલીયન વ્યંજન >  ઇટાલિયન ક્રોસ્ટિની >  રીકોટો અને ચેરી ટમેટાની ક્રોસ્ટીની ની રેસીપી

રીકોટો અને ચેરી ટમેટાની ક્રોસ્ટીની ની રેસીપી

Viewed: 3444 times
User 

Tarla Dalal

 26 February, 2025

Image
0.0/5 stars   100% LIKED IT | 0 REVIEWS OK

Table of Content

આ એક અતિ સારી રીતે તૈયાર થતું ઇટાલીયન ભૂખ ઉગાડનારું સ્ટાર્ટર છે જેમાં નરમ બ્રેડ પર રીકોટો ચીઝ, રંગીન ચેરી ટમેટા અને ખુશ્બુદાર હર્બસ્ અને મસાલા છાંટી જીભને સ્વાદિષ્ટ લાગે એવી વસ્તુઓ વડે તૈયાર કરવામાં આવ્યું છે.

બ્રેડ પર બ્રશ વડે થોડું જેતૂનનું તેલ ચોપડી ઉપર રીકોટો ચીઝ અને ચેરી ટમેટા એવો મસ્ત રંગીન આકર્ષક દેખાવ બનાવે છે કે ગરમા-ગરમ સૂપ સાથે મજા માણતા આવનારું જમણ પણ મસ્ત જ હશે એવી અપેક્ષા બંધાય છે.

આમ તો ક્રોસ્ટીનીના વિવિધ પ્રકાર હોય છે જેમાં વિવિધ પ્રકારના ચીઝ, શાકભાજી, હર્બસ્ અને સૉસનો ઉપયોગ થાય છે. તમારે તો તેમાં તમને ગમતી વસ્તુઓ મેળવી ક્રોસ્ટીની તૈયાર કરી લેવી.

 

રીકોટો અને ચેરી ટમેટાની ક્રોસ્ટીની ની રેસીપી - Ricotta and Cherry Tomato Crostini recipe in Gujarati

Preparation Time

None Mins

Cooking Time

None Mins

Total Time

None Mins

Makes

None None

સામગ્રી

રીકોટો અને ચેરી ટમેટાની ક્રોસ્ટીની રેસીપી બનાવવા માટે

વિધિ

  1. રીકોટો અને ચેરી ટમેટાની ક્રોસ્ટીની રેસીપી બનાવવા માટે,બેકીંગ ટ્રે પર તેલ ચોપડી તેની પર ફ્રેન્ચ બ્રેડની બધી સ્લાઇસ ગોઠવી, બ્રેડની દરેક સ્લાઇસ પર થોડું જેતૂનનું તેલ ચોપડી લો.
  2. હવે આગળથી ગરમ કરેલા ઑવનમાં ૨૦૦˚ સે (૪૦૦˚ ફે) તાપમાન પર બ્રેડને ૧૫ મિનિટ સુધી અથવા બ્રેડ હલકા બ્રાઉન રંગના થાય ત્યાં સુધી બેક કરી લીધા પછી બ્રેડને સંપૂર્ણ ઠંડા થવા બાજુ પર રાખો.
  3. હવે એક ઊંડા બાઉલમાં ચેરી ટમેટાના ટુકડા, જેતૂનનું તેલ, સૂકા હર્બસ્, લાલ મરચાંના ફ્લેક્સ્ અને મીઠું મેળવી સારી રીતે મિક્સ કરી લો.
  4. હવે ટોસ્ટ કરેલા બ્રેડને સાફ સૂકી જગ્યા પર મૂકી, તેની પર થોડું રીકોટા ચીઝ મૂકી સરખી રીતે પાથરી લો.
  5. તે પછી તેની પર ચેરી ટમેટાનું મિશ્રણ સરખા પ્રમાણમાં પાથરીને ઉપરથી આખું મીઠું છાંટી લો.
  6. તરત જ પીરસો.

Your Rating*

user

Follow US

રેસીપી શ્રેણીઓ