You are here: Home> કિનોઆ આવાકાડો વેજ હેલ્થી ઑફિસ સલાડ ની રેસીપી
કિનોઆ આવાકાડો વેજ હેલ્થી ઑફિસ સલાડ ની રેસીપી

Tarla Dalal
23 February, 2025


Table of Content
એક અતિ મજેદાર વાનગી જે તમારા જમણને વધુ પૌષ્ટિક બનાવશે. સલાડમાં રાંધેલા કિનોઆ, ફણગાવેલા કઠોળ, સ્વાદિષ્ટ શાક અને મશરૂમ જેવી પૌષ્ટિક્તા ધરાવતી વસ્તુઓ હોય ત્યારે તમારું જમણ સંપૂર્ણ તો બનશેજ, તે ઉપરાંત મોઢાને સ્વાદિષ્ટ સ્વાદનો અનુભવ પણ આ સલાડ કરાવે એવું છે. એક સામાન્ય સલાડ કરતાં ચડિયાતું આ સલાડ લીંબુ અને લસણના ડ્રેસિંગ વડે અતિ મજેદાર બને છે. આ કિનોઆ આવાકાડો સલાડ પૌષ્ટિકતાથી છલોછલ છે તો તમને આનાથી વધુ શું જોઇએ?
કીનોઆમાં ભરપુર ફાઇબર અને પ્રોટીન હોય છે અને તે એક આરોગ્યદાયક અનાજ છે, જે તમારા શરીરમાં સાકરના પ્રમાણમાં થતા વધારાને જકડી રાખે છે. આવાકાડોમાં સારી ચરબી ધરાવતા ગુણ છે અને બીજી વસ્તુઓમાં એન્ટીઓક્સિડંટ(antioxidant) હોવાથી તે શરીરમાં થતા રોગોને અટકાવે છે. આ ડ્રેસિંગ એક અલગ બોક્સમાં રાખવું અને પીરસવાના થોડા સમય પહેલા તેને સલાડમાં મેળવવું.
કિનોઆ આવાકાડો વેજ હેલ્થી ઑફિસ સલાડ ની રેસીપી - Quinoa Avocado Veg Healthy Office Salad recipe in Gujarati
Tags
Preparation Time
None Mins
Cooking Time
None Mins
Total Time
None Mins
Makes
None None
સામગ્રી
કિનોઆ આવાકાડો વેજ હેલ્થી ઑફિસ સલાડ ની રેસીપી બનાવવા માટે
1/4 કપ રાંધેલા કીનોવા
1/2 કપ ઍવોકાડોના ટુકડા
1/2 કપ સમારેલી ઝૂકિની
1/2 કપ સિમલા મરચાંના ટુકડા
1/4 કપ મશરૂમના ટુકડા
1/4 કપ ચેરી ટમેટાના અડઘીયા (અડધા કાપેલા)
1 કપ આઇસબર્ગ સલાડનું પાન (ટુકડા કરેલા)
1 કપ ફણગાવેલા આલ્ફા આલ્ફા
1 ટીસ્પૂન જેતૂનનું તેલ (olive oil)
આખું મીઠું (sea salt (khada namak) , સ્વાદાનુસાર
મિક્સ કરીને ડ્રેસિંગ તૈયાર કરવા માટે
1 ટેબલસ્પૂન જેતૂનનું તેલ (olive oil)
1 ટીસ્પૂન લીંબુનો રસ (lemon juice)
1/4 ટીસ્પૂન ખમણેલું લસણ (grated garlic)
આખું મીઠું (sea salt (khada namak) , સ્વાદાનુસાર
વિધિ
- કિનોઆ આવાકાડો વેજ હેલ્થી ઑફિસ સલાડ ની રેસીપી બનાવવા માટે, એક ગ્રીલર પૅન અથવા પહોળા નૉન-સ્ટીક પૅનમાં જેતૂનનું તેલ ગરમ કરી તેમાં ઝૂકિની મેળવી મધ્યમ તાપ પર ૧ મિનિટ સુધી સાંતળી લો.
- તે પછી તેમાં રંગીન સિમલા મરચાં મેળવી મધ્યમ તાપ પર ૧ મિનિટ સુધી સાંતળી લો.
- તે પછી તેમાં મશરૂમ અને થોડું આખું મીઠું મેળવી મધ્યમ તાપ પર ૧ મિનિટ સુધી સાંતળી લો.
- તેને ઠંડું પાડી બાકી રહેલી સામગ્રી સાથે લંચ બોક્સમાં ભરી બીજા એક બોક્સમાં ડ્રેસિંગ સાથે ઓફિસે લઇ જાવ.
- જમવાના સમયે બન્ને વસ્તુઓ ભેગી કરી સારી રીતે મિક્સ કરી તરત જ તેનો સ્વાદ માણો.