You are here: Home> કોર્સ, મુખ્ય કોર્સ વાનગીઓ, શરુ, મીઠાઈઓ > જમણની સાથે > જામ > પાઇનેપલ જામ ની રેસીપી
પાઇનેપલ જામ ની રેસીપી

Tarla Dalal
02 January, 2025


Table of Content
એક બ્રેડ ખાવાથી જરૂર સંતોષ મળે પણ જો એ બ્રેડની ઉપર તાજું અને ઘરે તૈયાર કરેલું પાઇનેપલ જામ ચોપડવામાં આવ્યું હોય, ત્યારે જે સંતોષ મળે તે જરૂર આહલાદક જ હોય છે. અને, આમ પણ ઘરે જામ તૈયાર કરવામાં કંઇ વધુ સમય તો લાગતો જ નથી.
અહીં બહુ ટુંકા સમયમાં એટલે કે અડધા કલાકમાં બે કપ જેટલું પાઇનેપલ જામ તૈયાર કરવાની રીત રજૂ કરી છે. આ જામનો મજેદાર સ્વાદ માણવો હોય તો અનાનસને મિક્સરમાં સુંવાળું નહીં પણ કરકરું પીસી લેવું. એક વખત જામ તૈયાર થઇને ઠંડું થાય, ત્યારે તેને બરણીમાં ભરીને ફ્રીજમાં રાખી લો અને જ્યારે ખાવાની ઇચ્છા થાય ત્યારે મોજથી ખાઓ.
Tags
Preparation Time
None Mins
Cooking Time
None Mins
Total Time
None Mins
Makes
None None
સામગ્રી
Main Ingredients
પાઇનેપલ જામ ની રેસીપી બનાવવા માટે
4 કપ અનેનાસના ટુકડા
1 કપ સાકર (sugar)
1 ટીસ્પૂન લીંબુનો રસ (lemon juice)
વિધિ
- પાઇનેપલ જામ ની રેસીપી બનાવવા માટે, અનાનસના ટુકડા મિક્સરની જારમાં મૂકીને અર્ધકચરું મિશ્રણ તૈયાર કરી બાજુ પર રાખો.
- હવે એક ઊંડી નૉન-સ્ટીક કઢાઇમાં અનાનસનું મિશ્રણ અને સાકર મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૧૫ મિનિટ સુધી અથવા મિશ્રણ થોડું ઘટ્ટ બને ત્યાં સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
- ૩. તે પછી મિશ્રણને તાપ પરથી નીચે મૂકી સંપૂર્ણ ઠંડું થવા બાજુ પર રાખો.
- ૪. જ્યારે સંપૂર્ણ ઠંડું થાય, ત્યારે તેમાં લીંબુનો રસ મેળવી સારી રીતે મિક્સ કરી લો.
- ૫. તે પછી તેને હવાબંધ બરણીમાં ભરી રેફ્રીજરેટરમાં રાખો અને જ્યારે જરૂર પડે ત્યારે ઉપયોગ કરો.