પાઈનેપલ આઈસ્ક્રીમ રેસીપી | પાઈનેપલ આઈસ્ક્રીમ બનાવવાની રીત | હોમમેડ આઈસ્ક્રીમ | Pineapple Ice- Cream
તરલા દલાલ દ્વારા
Added to 18 cookbooks
This recipe has been viewed 2804 times
પાઈનેપલ આઈસ્ક્રીમ રેસીપી | પાઈનેપલ આઈસ્ક્રીમ બનાવવાની રીત | હોમમેડ આઈસ્ક્રીમ | pineapple ice- cream in gujarati |
આ ટ્રાપિકલ ફળના વશીકરણનો કોણ પ્રતિકાર કરી શકે છે? ખરેખર, અનેનાસ ખૂબ જ મનોરંજક છે, અને આ પાઈનેપલ આઈસ્ક્રીમને કોઈ ના નહીં કહી શકે. અનેનાસના ઝેસ્ટી સ્વાદ સાથે મળીને મોંઢા માં ક્રીમી આઈસ્ક્રીમની અનુભૂતિ આ આઇસક્રીમને બ્લોકબસ્ટર હિટ બનાવે છે.
અમે આ પાઈનેપલ આઈસ્ક્રીમ બનાવવા માટે તૈયાર અનેનાસનો ઉપયોગ કર્યો છે, કારણ કે અમને સારા સ્વાદની ખાતરી મળી શકે છે. તાજા અનેનાસ ક્યારેક ખાટા અથવા ખાટું હોઇ શકે છે, જે આઇસક્રીમના સ્વાદ બરબાદ કરી શકે છે.
પાઈનેપલ આઈસ્ક્રીમ માટેની ટિપ્સ: 1.અમે આ આઈસ્ક્રીમ બનાવવા માટે કૅન્ડ અનેનાસનો ઉપયોગ કર્યો છે, કારણ કે તે અમને સારા સ્વાદની ખાતરી આપી શકાય છે. તાજા અનેનાસ ક્યારેક ખાટા અથવા તીવ્ર હોઈ શકે છે, જે આઈસ્ક્રીમના સ્વાદને બગાડી શકે છે. 2. કોર્નફ્લોર મિશ્રણ ઉમેર્યા પછી, ગઠ્ઠો ન બને તે માટે સતત હલાવતા રહો. 3. ક્રીમી સ્વાદ મેળવવા માટે ફુલ ફૅટ દૂધનો ઉપયોગ અત્યંત જરૂરી છે. 4. આ રેસીપીમાં વપરાતી ફ્રેશ ક્રીમ રેડીમેઇડ છે, દૂધના ઉકળયા પછી ની ઉપર બનેલી મલાઇ નથી.
પાઈનેપલ આઈસ્ક્રીમ બનાવવા માટે- એક વાટકીમાં કોર્નફ્લોર અને ૧/૨ કપ દૂધ ભેગું કરો, બરાબર મિક્સ કરી એક બાજુ રાખો.
- ઊંડા નોન-સ્ટીકમાં બાકીનું ૨ કપ દૂધ અને સાકર ભેગું કરો, સારી રીતે મિક્સ કરી દો અને મધ્યમ તાપ પર ૫ મિનિટ માટે રાંધી લો.
- કોર્નફ્લોર-દૂધનું મિશ્રણ ઉમેરો, સારી રીતે મિક્સ કરી દો અને મધ્યમ તાપ પર વચ્ચે વચ્ચે હલાવતા રહી ૪ મિનિટ માટે રાંધી લો.
- મિશ્રણને સંપૂર્ણપણે ઠંડુ થવા દો. એકવાર ઠંડુ થાય એટલે તાજું ક્રીમ અને અનેનાસ ઍસન્સ ઉમેરી બરાબર મિક્સ કરી લો.
- મિશ્રણને છીછરા એલ્યુમિનિયમના કન્ટેનરમાં રેડવું. એલ્યુમિનયમ ફોઇલ વડે ઢાંકી ફરી ફ્રીજરમાં ૬ કલાક સુધી અથવા તો તે થોડું જામી જાય ત્યાં સુધી રાખી મૂકો.
- મિશ્રણને મિક્સરમાં નાખો અને સુંવાળું થવા સુધી પીસી લો.
- હવે ફરીથી એજ એલ્યુમિનયમના છીછરા વાસણમાં આ મિશ્રણને રેડી, તેને એલ્યુમિનયમ ફોઇલ વડે ઢાંકી ફરી ફ્રીજરમાં ૧૦ કલાક અથવા તો તે બરોબર જામીને આઇસક્રીમ બને ત્યાં સુધી રાખી મૂકો.
- પાઈનેપલ આઈસ્ક્રીમને સ્કૂપ કરો અને તરત જ પીરસો.
Other Related Recipes
પાઈનેપલ આઈસ્ક્રીમ રેસીપી has not been reviewed
Tried this recipe?. Post a review! Let everyone know how it turned out.
No critical reviews posted for this recipe
You are not signed in. To post a recipe review note requires you to
Sign In to your account
Rate this recipe
Review this recipe (optional)
You are not signed in. To post a private recipe note requires you to
Sign In to your Gold or Silver account
Add your private note to this recipe