You are here: Home> વિવિધ વ્યંજન > ભારતીય વ્યંજન > દક્ષિણ ભારતીય વ્યંજન | દક્ષિણ ભારતીય વાનગીઓ | > પાલ પાયસમ રેસીપી
પાલ પાયસમ રેસીપી

Tarla Dalal
02 January, 2025


Table of Content
પાલ પાયસમ રેસીપી | દક્ષિણ ભારતીય ચોખાની ખીર | કેરળ સ્ટાઇલ પાલ પાયસમ | paal payasam in Gujarati | with 13 amazing images.
પાલ પાયસમ એક એવી મીઠાઇ છે જે દક્ષિણ ભારતીય ઉત્સવ, લગ્ન કે પછી કોઇ ખાસ પ્રસંગે જરૂરથી પીરસવામાં આવે છે. રાંધેલા ભાત, ચરબીયુક્ત દૂધ અને સાકરની મીઠાશ વડે બનતી આ ખીરમાં એલચી અને કેસર વગેરે ઉમેરવાથી તે મજેદાર સુગંધી અને મલાઇદાર બને છે.
આ દક્ષિણ ભારતીય ચોખાની ખીર બાળકોને તો ભાવે પણ વડીલોને પણ એટલી જ ભાવે એવી બને છે, એટલે ખાસ પ્રસંગે લોકો તેને મજાથી માણે છે.
આ ઉપરાંત આ કેરળ સ્ટાઇલ પાલ પાયસમ ભગવાનના પ્રસાદ તરીકે કેરળના મંદીરોમાં પણ ધરવામાં આવે છે અને તેનો પ્રસાદ લેવા લોકો વહેલી સવારના મોટી લાઇન લગાવીનેપ્રસાદ ખરીદે છે. મંદીરમાં તો આ દક્ષિણ ભારતીય ચોખાની ખીર તાંબાના મોટા તપેલામાં બનાવવામાં આવે છે જે ખીરને વધુ ઉત્કૃષ્ટ બનાવી સુગંધ અને સ્વાદમાં વધારો કરે છે.
Tags
Preparation Time
None Mins
Cooking Time
None Mins
Total Time
None Mins
Makes
None None
સામગ્રી
Main Ingredients
4 1/2 કપ દૂધ (milk)
1/4 કપ બાસમતી ચોખા (basmati chawal) , ૩૦ મિનિટ પલાળીને નીતારી લીધેલા
1/4 કપ દૂધ (milk)
1/4 ટીસ્પૂન કેસર (saffron (kesar) strands)
1/2 કપ સાકર (sugar)
1/2 ટીસ્પૂન એલચીનો પાવડર (cardamom (elaichi) powder)
વિધિ
- એક બાઉલમાં હૂંફાળું દૂધ અને કેસર મેળવી, સારી રીતે મિક્સ કરી બાજુ પર રાખો.
- એક ઊંડા નૉન-સ્ટીક પૅનમાં દૂધ ગરમ કરી તેમાં ચોખા નાંખી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૭ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
- આમ જ દૂધને વધુ ૪ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી તેમાં રહેલા ભાતને વચ્ચે-વચ્ચે હળવેથી ચમચાના પાછલા ભાગ વડે મસળતા રહી, પૅનની બાજુ પર ચીટકેલી મલાઇને ચમચા વડે ઉખેડતા રહીને રાંધી લો.
- તે પછી તેમાં સાકર, કેસરવાળું દૂધ અને એલચી પાવડર નાંખી, સારી રીતે મિક્સ કરીને મધ્યમ તાપ પર વધુ ૨ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
- ગરમ અથવા ઠંડું કરીને પીરસો.