ચીલી બીન કસાડીયા | Chilli Bean Quesadillas
તરલા દલાલ દ્વારા
5/5 stars 100% LIKED IT
1 REVIEW
ALL GOOD
Added to 503 cookbooks
This recipe has been viewed 4190 times
દુનિયાભરમાં બનતી વિવિધ વાનગીઓ બાળકોને જેટલી ગમે છે તેટલી આપણને પણ ગમે છે. તો પછી તમે આ મજેદાર ચીલી બીન કસાડીયા જે સાંજના નાસ્તા માટે ચહા અથવા મીલ્કશેક સાથે અતિ ઉત્તમ છે, તેને બનાવવા કોની રાહ જુઓ છો? આ મેક્સિકન વાનગી ફક્ત સ્વાદિષ્ટ નથી પણ તમને પૂરેપૂરું સંતોષ આપે એવી છે. તેનું પૂરણ તૈયાર મળતી વસ્તુઓ જેવી કે કૅન્ડ બેક્ડ બીન્સ્ અને ચીઝ વડે જલ્દી અને સહેલાઇથી બનાવી શકાય છે. તમને તો ફક્ત થોડી મિનિટો જ જોઇશે આ કસાડીયા માટેની મેંદા અને મકાઇના લોટ વડે બનતી કણિક તૈયાર કરવા. બાકીની રીત તો એવી સરળ છે કે ટુંકા સમયમાં આ સ્વાદિષ્ટ વાનગી ફટાફટ બની જશે. તેને બનાવીને તરત જ પીરસજો નહીંતર તે નરમ થઇ જશે.
ટૉર્ટીલા માટે- એક ઊંડા બાઉલમાં બધી વસ્તુઓ ભેગી કરી તેમાં જરૂરી પાણી મેળવી નરમ કણિક તૈયાર કરી બાજુ પર રાખો.
આગળની રીત- તૈયાર કરેલા પૂરણના ૪ સરખા ભાગ પાડી બાજુ પર રાખો.
- તૈયાર કરેલી કણિકના પણ ૪ સરખા ભાગ પાડો.
- કણિકના એક ભાગને ૧૭૫ મી. મી. (૭”)ના ગોળાકારમાં મેંદા વડે વણી લો.
- હવે વણેલા ટૉર્ટીલાના અડધા ભાગમાં પૂરણનો એક ભાગ પાથરી તેને વાળી અર્ધગોળાકાર બનાવીને હલકા હાથે દબાવીને તેની કીનારીઓ બંધ કરી લો.
- એક નૉન-સ્ટીક તવાને ગરમ કરીને થોડા તેલની મદદથી કસાડીયા બન્ને બાજુએથી ગોલ્ડન બ્રાઉન થાય તે રીતે રાંધી લો.
- રીત ક્રમાંક ૩ થી ૫ પ્રમાણે બીજા ૩ કસાડીયા તૈયાર કરો.
- તરત જ પીરસો.
Other Related Recipes
Accompaniments
1 review received for ચીલી બીન કસાડીયા
No critical reviews posted for this recipe
Helpful reviews for this recipe
You are not signed in. To post a recipe review note requires you to
Sign In to your account
Rate this recipe
Review this recipe (optional)
You are not signed in. To post a private recipe note requires you to
Sign In to your Gold or Silver account
Add your private note to this recipe