You are here: Home> વિવિધ વ્યંજન > ભારતીય વ્યંજન > ગુજરાતી વ્યંજન > કોબી જુવારના મુઠીયા ની રેસીપી
કોબી જુવારના મુઠીયા ની રેસીપી

Tarla Dalal
02 January, 2025


Table of Content
કોબી જુવારના મુઠીયા રેસીપી | ગુજરાતી કોબીના મુઠીયા | હેલ્ધી કોબી જુવારના મુઠીયા | Cabbage Jowar Muthias in Gujarati | with 25 amazing images.
મુઠીયા જેવી વાનગી ગુજરાતીઓની સદા પસંદગી જેવી વાનગી છે પણ બીજા લોકો માટે તો એક નવી વાનગી જેવી છે. મુઠીયાના લોટના ગોળાને બાફવામાં આવે છે અને તેમાં ૨ થી ૩ જાતના લોટનું સંયોજન હોય છે ઉપરાંત તેમાં વિવિધ શાક જેવા કે મેથી, મૂળા, દૂધી વગેરે ઉમેરી તેને સુગંધી બનાવવામાં આવે છે.
અહીં આ હેલ્ધી કોબી જુવારના મુઠીયામાં કોબી અને જુવારના લોટનું સંયોજન છે જે ભરપુર ફાઇબર અને મસ્ત સુગંધ ધરાવે છે. તમારા શરીરમાં કેલરીની માત્રા ઓછી કરવા આ મુઠીયા અજમાવવા જેવા છે પણ તેના વઘારમાં તેલનો ઉપયોગ ઓછી માત્રામાં કરવો. આ ગુજરાતી કોબીના મુઠીયા નાસ્તા માટે અતિ ઉત્તમ છે અને ફળ કે ફળના રસ સાથે જરૂરથી માણી શકાય એવા છે.
Tags
Preparation Time
None Mins
Cooking Time
None Mins
Total Time
None Mins
Makes
None None
સામગ્રી
કોબી જુવારના મુઠીયા ની રેસીપી બનાવવા માટે
1 કપ ખમણેલી કોબી
1 કપ જુવારનો લોટ (jowar flour)
1/4 કપ લો ફૅટ દહીં (low fat curds)
1 ટેબલસ્પૂન સમારેલી કોથમીર (chopped coriander)
1/2 ટેબલસ્પૂન લીંબુનો રસ (lemon juice)
1 ટીસ્પૂન આદુ-લીલા મરચાંની પેસ્ટ (ginger-green chilli paste)
1 ટીસ્પૂન લસણની પેસ્ટ (garlic paste)
1/2 ટીસ્પૂન હળદર (turmeric powder, haldi)
1/2 ટીસ્પૂન હીંગ (asafoetida, hing)
મીઠું (salt) , સ્વાદાનુસાર
1 ટીસ્પૂન તેલ ( oil )
1 ટીસ્પૂન જીરું ( cumin seeds, jeera)
3 to 4 કડી પત્તો (curry leaves)
સજાવવા માટે
1 ટેબલસ્પૂન સમારેલી કોથમીર (chopped coriander)
વિધિ
- કોબી જુવારના મુઠીયા ની રેસીપી બનાવવા માટે, એક ઊંડા બાઉલમાં કોબી, જુવારનો લોટ, દહીં, કોથમીર, લીંબુનો રસ, આદુ-લીલા મરચાંની પેસ્ટ, લસણની પેસ્ટ, ૧/૪ ટીસ્પૂન હીંગ અને મીઠું મેળવી સારી રીતે મિક્સ કરી ૧/૪ કપ પાણી વડે સુંવાળી કણિક તૈયાર કરો.
- આ કણિકના ૨ સરખા ભાગ પાડી દરેક ભાગને ૧૨૫ મી. મી. (૫") લાંબો ગોળ નળાકાર બનાવી લો.
- હવે એક તેલ ચોપડેલી ચારણીમાં આ તૈયાર કરેલા ૨ રોલ મૂકીને ચારણીને બાફવવાના વાસણમાં મૂકી ૨૦ થી ૨૫ મિનિટ સુધી બાફી લીધા પછી તેને ઠંડા થવા બાજુ પર રાખો.
- જ્યારે રોલ સંપૂર્ણ ઠંડા થઈ જાય ત્યારે તેના ૧૩ મી. મી. (૧/૨")ની જાડાઇના ટુકડા પાડી બાજુ પર રાખો.
- હવે એક પહોળા ખુલ્લા નૉન-સ્ટીક પૅનમાં તેલ ગરમ કરી તેમા જીરૂ મેળવો.
- જ્યારે દાણા તતડવા માંડે, ત્યારે બાકી રહેલી ૧/૪ ટીસ્પૂન હીંગ તથા કડીપત્તાં ઉમેરી થોડી સેકંડ સુધી સાંતળી લો.
- તે પછી તેમાં ટુકડા કરેલા મુઠીયા ઉમેરી ફળવેથી ઉપર નીચે હલાવીને મધ્યમ તાપ પર ૨ થી ૩ મિનિટ અથવા મુઠીયા હલકા બ્રાઉન રંગના થાય ત્યાં સુધી રાંધી લો.
- કોથમીર વડે સજાવીને લીલી ચટણી સાથે ગરમા-ગરમ પીરસો.