You are here: હોમમા> કોર્સ, મુખ્ય કોર્સ વાનગીઓ, શરુ, મીઠાઈઓ > સ્ક્વૉશ / સીરપ > પીણાં > સુગર સીરપ, સાકરની ચાસણી ની રેસીપી
સુગર સીરપ, સાકરની ચાસણી ની રેસીપી

Tarla Dalal
02 January, 2025


Table of Content
About Sugar Syrup, How To Make Sugar Syrup For Drinks And Desserts
|
Ingredients
|
Methods
|
Nutrient values
|
સાકરની ચાસણી તૈયાર કરવાની રીત તો તમે જ્યારે રસોઇઘરમાં વાનગી બનાવતા શીખવાની શરૂઆત કરો ત્યારે જ શીખવી જરૂરી છે - ખાસ તો ત્યારે જ્યારે તમને કોઇ મીઠાઇ, સાકરવાળા પીણા અથવા ડેઝર્ટ બનાવવાની રૂચિ હોય તો.
સાદી સાકરની સીરપ કોઇ પણ પીણામાં કે ડેઝર્ટમાં તો ઉપયોગી થાય છે અને તેને તમે સામાન્ય તાપમાન પર રાખી શકો છો અથવા તો ફ્રીજમાં હવાબંધ ડબ્બામાં લગભગ ૨૦ દીવસ સુધી રાખી શકો છો.
મોકટેઇલ કે પછી કોઇ ડેઝર્ટમાં મીઠાશ લાવવા તમે તેનો હાથવગો ઉપયોગ કરી શકશો.
Tags
Preparation Time
2 Mins
Cooking Time
7 Mins
Total Time
9 Mins
Makes
2 કપ માટે (૨૮ ટેબલસ્પૂન)
સામગ્રી
સુગર સીરપ ની રેસીપી બનાવવા માટે
2 કપ સાકર (sugar)
1 કપ પાણી (water)
વિધિ
- સુગર સીરપ ની રેસીપી બનાવવા માટે
- એક ઊંડા નૉન-સ્ટીક પૅનમાં સાકર અને પાણી મેળવી સારી રીતે મિક્સ કરી, મધ્યમ તાપ પર ૬ થી ૭ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
- તે પછી તેને ગરણીથી ગાળી લો.
- સંપૂર્ણ ઠંડું પાડી હવાબંધ ડબ્બામાં ભરી લો અને જ્યારે જરૂર પડે ત્યારે ઉપયોગ કરો.