You are here: હોમમા> કોર્સ, મુખ્ય કોર્સ વાનગીઓ, શરુ, મીઠાઈઓ > મેન કોર્સ રેસીપી > રોટી / પૂરી / પરોઠા > થ્રી ગ્રેન પરાઠા
થ્રી ગ્રેન પરાઠા

Tarla Dalal
02 January, 2025
-16237.webp)

Table of Content
સોયા, રાગી અને જુવારના લોટમાંથી બનતા આ પરોઠા થોડા ઓછા મસાલાવાળા છે. આ બધા લોટ ગ્લુટન વગરના તો છે જ પણ સાથે-સાથે લોહતત્વ, કૅલ્શિયમ, ફાઇબર અને પ્રોટીનથી ભરપૂર છે.
Tags
Preparation Time
10 Mins
Cooking Time
15 Mins
Total Time
25 Mins
Makes
6 પરોઠા માટે
સામગ્રી
Main Ingredients
5 ટેબલસ્પૂન સોયાનો લોટ
5 ટેબલસ્પૂન જુવારનો લોટ (jowar flour)
5 ટેબલસ્પૂન રાગીનો લોટ (ragi (nachni ) flour)
1 ટીસ્પૂન લાલ મરચાંનો પાવડર (red chilli powder)
1/4 ટીસ્પૂન હળદર (turmeric powder, haldi)
3/4 ટીસ્પૂન અજમો
1 ટીસ્પૂન તેલ ( oil )
મીઠું (salt) , સ્વાદાનુસાર
જુવારનો લોટ (jowar flour) , વણવા માટે
તેલ ( oil ) , શેકવા માટે
વિધિ
- એક ઊંડા બાઉલમાં બધી સામગ્રી ભેગી કરી, જરૂરી પાણી મેળવી, થોડી કઠણ-થોડી નરમ એવી કણિક તૈયાર કરો.
- કણિકના ૬ સરખા ભાગ પાડી, દરેક ભાગને થોડા જુવારના લોટની મદદથી ૧૦૦ મી. મી. (૪”) વ્યાસના ગોળાકારમાં વણી લો.
- એક નૉન-સ્ટીક તવાને ગરમ કરી થોડા તેલની મદદથી દરેક પરાઠાને બન્ને બાજુએથી ગોલ્ડન બ્રાઉન થાય તે રીતે શેકી લો.
- તરત જ પીરસો.
- થ્રી ગ્રેન પૂરી
- આ પૂરી બનાવવા માટે રીત ક્રમાંક ૧ માં થોડી કઠણ-થોડી નરમ એવી કણિકને બદલે મસળીને કઠણ કણિક બનાવો. ત્યાર બાદ તેને ૫૦ મી. મી. (૨”) વ્યાસના ગોળાકારમાં વણી, ગરમ તેલમાં કરકરી અને બન્ને બાજુએથી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લો. ઠંડી પાડી હવાબંધ ડબ્બામાં ભરી દો.