This category has been viewed 6710 times

  કોર્સ, મુખ્ય કોર્સ વાનગીઓ, શરુ, મીઠાઈઓ > મેન કોર્સ > રોટી / પૂરી / પરોઠા
13

સ્ટફ્ડ પરોઠા રેસીપી


Last Updated : Dec 03,2024



Stuffed Vegetarina Parathas - Read in English
लोकप्रिय स्टफड़ शाकाहारी पराठे - हिन्दी में पढ़ें (Stuffed Vegetarina Parathas recipes in Hindi)

 

 

 

 

Show only recipe names containing:
  

Aloo Methi Parathas in Gujarati
Recipe# 4776
26 Nov 24
 by  તરલા દલાલ
No reviews
આ પરોઠાનું ટુંકમાં વર્ણન કરવું હોય તો એટલું જ બસ રહેશે કે આલુ મેથીના પરોઠા મનને ઉત્તેજિત કરી દે એવા છે. આ સ્વાદિષ્ટ ઘઉંના પરોઠામાં મેથી, જીરૂ અને મસાલા સાથે બટાટાનું પૂરણ છે જે આ પરોઠાને એવા સ્વાદિષ્ટ બનાવે છે કે તે તમે માત્ર દહીં અને અથાણાં સાથે સહેલાઇથી પીરસી શકો. જ્યારે મેથીને સાંતળવામાં આવે ....
Chocolate Cheese Paratha in Gujarati
Recipe# 42581
21 Feb 19
 
by  તરલા દલાલ
No reviews
એક અલગ જ પ્રકારનું સંયોજન ચીઝ અને ચોકલેટનું. આ બે વસ્તુઓ અરસપરસ મેળવીને એવા પરોઠા તૈયાર થાય છે, જેમાં ચોકલેટના ઉત્કટ ગુણ અને ચીઝ વડે પરોઠાનો અંદરનો ભાગ નરમ રહે છે. ખાસ યાદ રાખશો કે આ ચોકલેટ ચીઝ પરોઠા બની જાય કે તરત જ પીરસવાના ....
Double Decker Paratha in Gujarati
Recipe# 39944
30 Sep 16
 by  તરલા દલાલ
No reviews
આ રંગીન અને સ્વાદિષ્ટ પડવાળા પરોઠા તમને અને તમારા બાળકોને જરૂરથી ભાવશે. આ ડબલ ડેકર પરોઠામાં સમજી વિચારીને રંગ અને સ્વાદના વિરોધાભાસનું સંયોજન કરવામાં આવ્યું છે, જેમાં એક પડમાં રંગીન ગાજરનું પૂરણ અને બીજા પડમાં લીલા વટાણાનું પૂરણ છે. તે છતા જો તમને જોઇએ તો તમારી વિવેકશક્તિ વાપરીને પડ માટે અલગ પ્રકારન ....
Paneer Masoor Paratha, Lentil Stuffed Paratha in Gujarati
Recipe# 1987
15 Jun 21
 
by  તરલા દલાલ
No reviews
આ પનીર મસૂરના પરોઠાની એક ખાસિયત છે કે તેમાં ઉમેરવામાં આવેલી બધી વસ્તુઓ સામાન્ય છે, જેથી તે ઘર જેવી જ વાનગી બને છે અને એકલા પરોઠા ખાવાથી પણ અમેરીકન ચોપસી તમે સંપૂર્ણ જમણનો અહેસાસ મળશે. આ મજેદાર વાનગી આખા ઘઉંના લોટ વડે બને છે, ....
Paneer Stuffed Green Pea Paratha, Matar Paneer Paratha in Gujarati
Recipe# 3442
19 Feb 22
 
by  તરલા દલાલ
No reviews
ઘઉંના લોટની સાથે લીલા વટાણાના સંયોજન વડે તૈયાર થતી એક ખાસ પ્રકારની કણિક આ વાનગીની મુખ્ય અને મહત્વની જરૂરીયાત છે. તેમાં તાજું પનીર અને રસદાર કિસમિસ ઉમેરવાથી પરોઠા એક પથ્ય વાનગી બની રહે છે. લીલા મરચાંની તીખાશ અને કિસમિસની હલકી મીઠાશ મજેદાર સમતુલા આપી આ પરોઠા તમને યાદ રહે તેવા બને છે. જો કે જે દીવસ ....
Palak Paneer Paratha, Healthy Spinach Paneer Paratha in Gujarati
Recipe# 1476
13 Jul 21
 by  તરલા દલાલ
No reviews
પાલકનું તાજગીભર્યું લીલું રંગ આ પરોઠાને પનીર સાથે દેખાવમાં આકર્ષક બનાવે છે અને સાથે-સાથે સ્વાદિષ્ટ પણ બનાવે છે. અહીં પાલક આ પરોઠાના કણિકની પૌષ્ટિક્તામાં વધારો કરે છે, ત્યારે બીજી બાજુ તેમાં મેળવવામાં આવેલું કોબી, કોથમીર, લીલા મરચાં અને આદૂનું પૂરણ આ પરોઠાને મજેદાર બનાવે છે.
Mooli Palak Paratha, Radish Spinach Paratha in Gujarati
Recipe# 234
31 Jul 21
 
by  તરલા દલાલ
આ મૂળા પાલકના પરોઠા બધી રીતે અનોખા છે. તેની કણિકમાં પાલકનો ઉમેરો કરવામાં આવ્યો છે જ્યારે તેનું સ્વાદભર્યું પૂરણ મૂળા વડે તૈયાર કરવામાં આવ્યું છે. રોજના સ્ટફડ પરોઠાથી અલગ અહીં મૂળાના પૂરણને અડધી રાંધેલી રોટી પર પાથરી, તેને વાળીને અર્ધગોળાકાર બનાવીને એક પૂર્ણ અને મજેદાર વાનગી તૈયાર કરવામાં આવી છે.
Masala Tomato Onion Paratha in Gujarati
Recipe# 39150
28 Jun 23
 
by  તરલા દલાલ
No reviews
જ્યારે તમે કઇંક ઝડપથી ચટપટું બનાવવા માંગતા હોય ત્યારે તમે આ વાનગી પસંદ કરી શકો છો. ટમેટા, કાંદા, કોથમીર અને મસાલાઓ વડે બનતા આ મસાલા ટોમેટો ઓનીયન પરાઠા, બહુજ સ્વાદિષ્ટ અને સરળતાથી બને છે. પૂરણ સલાડ જેવું બનાવેલ હોવાથી, આ પરાઠા કરકરા અને ખાવા ગમે તેવા બને છે.
Masala Paratha (  Desi Khana) in Gujarati
Recipe# 1482
21 May 24
 by  તરલા દલાલ
No reviews
આ મસાલેદાર પરોઠામાં ખસખસ, કલોંજી અને સૂંઠ પાવડર સાથે તાજું તૈયાર કરેલું મસાલાનું પૂરણ તેને એટલું મસાલેદાર બનાવે છે કે તમે તેને ખાસ પરોઠા ગણી શકો. ત્રિકોણ આકારમાં વણી, ઘી સાથે શેકીને ઠંડીના દીવસોમાં કુંટુબીજનોને પીરસી ને જુઓ તેમની સંતુષ્ટતા.
Mixed Vegetable Paratha (  Rotis and Subzis) in Gujarati
Recipe# 38896
21 Nov 18
 by  તરલા દલાલ
No reviews
આ ગુણકારી અને સ્વાદિષ્ટ પરોઠા એક મજેદાર સવારનો નાસ્તો ગણી શકાય જેને બીજી કોઇ વાનગી સાથે પીરસવાની જરૂર રહેતી નથી. તમારા ફ્રીજમાં હાજર હોય તેવા શાકભાજીનું મિશ્રણ કરી તમે આ પરોઠા તૈયાર કરી શકો છો. મસાલાનો છંટકાવ આ પરોઠાને સ્વાદિષ્ટ બનાવે છે જ્યારે કણિકમાં થોડું ઘી ઉમેરવાથી પરોઠા રાંધતી વખતે તેની ખુશ્બુ ....
Green Peas Paratha in Gujarati
Recipe# 22362
17 Jun 21
 
by  તરલા દલાલ
No reviews
લીલા વટાણા ના પરાઠા રેસીપી | મટર પરોઠા | એસિડિટી માટે વટાણા પરાઠા | green peas paratha in gujarati | with 26 amazing images. લીલા વટાણા ના પરાઠા એક ભારતીય મુખ્ય ....
Buckwheat Paneer Paratha in Gujarati
Recipe# 38885
22 Mar 24
 
by  તરલા દલાલ
No reviews
આ કુટીના દારાના પરોઠામાં પ્રકારાત્મક મેક્સિકન સ્ટાઇલનું સ્વાદિષ્ટ પૂરણ છે જેને પરિપૂર્ણ જમણ બનાવવા માટે ફક્ત એક બાઉલ સૂપની જ જરૂર રહેશે. કુટીના દારાનો લોટ બજારમાં તૈયાર નથી મળતો તેથી તમને કુટીનો દારો લઇને દળાવવું પડશે.
Stuffed Cauliflower Paratha, Gobi Pudina Paratha in Gujarati
Recipe# 188
10 Mar 22
 
by  તરલા દલાલ
No reviews
આરોગ્યદાયક કોલીફ્લાવર વાપરીને બનાવેલા સ્ટફ્ડ કોલીફ્લાવર પરાઠા, કોઇપણ ના ન પાડી શકાય તેવા કરકરા અને સ્વાદિષ્ટ પરાઠા છે. ઘઉંનો લોટ અને ઘણી બધી કોલીફ્લાવર લઈને બનાવેલા આ પરોઠા એક પૌષ્ટિક વાનગી છે અને કોથમીર, ફૂદીનો અને લીલા મરચાંની કુદરતી અને તીવ્ર સુગંધ તમારી ભુખને જગાવે છે.
Subscribe to the free food mailer

Soya

Missed out on our mailers?
Our mailers are now online!

View Mailer Archive

Privacy Policy: We never give away your email

REGISTER NOW If you are a new user.
Or Sign In here, if you are an existing member.

Login Name
Password

Forgot Login / Passowrd?Click here

If your Gmail or Facebook email id is registered with Tarladalal.com, the accounts will be merged. If the respective id is not registered, a new Tarladalal.com account will be created.

Click OK to sign out from tarladalal.
For security reasons (specially on shared computers), proceed to Google and sign out from your Google account.

Are you sure you want to delete this review ?