આલુ મેથીના પરોઠા | Aloo Methi Parathas
તરલા દલાલ દ્વારા
Added to 586 cookbooks
This recipe has been viewed 10636 times
આ પરોઠાનું ટુંકમાં વર્ણન કરવું હોય તો એટલું જ બસ રહેશે કે આલુ મેથીના પરોઠા મનને ઉત્તેજિત કરી દે એવા છે. આ સ્વાદિષ્ટ ઘઉંના પરોઠામાં મેથી, જીરૂ અને મસાલા સાથે બટાટાનું પૂરણ છે જે આ પરોઠાને એવા સ્વાદિષ્ટ બનાવે છે કે તે તમે માત્ર દહીં અને અથાણાં સાથે સહેલાઇથી પીરસી શકો.
જ્યારે મેથીને સાંતળવામાં આવે છે ત્યારે તેમાંથી તેની કડવાશ જતી રહે છે પણ તેમાં રહેલી સુગંધ જળવાઇ રહે છે, આમ આ પરોઠામાં પણ મેથીની સુગંધ પરોઠાને મુખ્ય જમણમાં પીરસી શકાય એવા બનાવે છે જે બધાને ગમી જાય એવા તૈયાર થાય છે.
કણિક માટે- એક ઊંડા બાઉલમાં બધી વસ્તુઓ ભેગી કરી તેમાં જરૂરી પાણી મેળવી નરમ કણિક તૈયાર કરો.
- આ કણિકના ૫ સરખા ભાગ પાડી બાજુ પર રાખો.
બટાટા-મેથીના પૂરણ માટે- એક પહોળા નૉન-સ્ટીક પૅનમાં તેલ ગરમ કરી તેમાં જીરૂ મેળવો.
- જ્યારે દાણા તતડવા માંડે, ત્યારે તેમાં મેથી મેળવી મધ્યમ તાપ પર ૨ મિનિટ સુધી સાંતળી લો.
- તે પછી તેમાં આદૂ-લીલા મરચાંની પેસ્ટ, હળદર પાવડર, ધાણા પાવડર, ચાટ મસાલો અને મીઠું મેળવી મધ્યમ તાપ પર થોડી સેકંડ સુધી સાંતળી લો.
- તે પછી તેમાં બટાટા મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૧ થી ૨ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
- હવે આ પૂરણના ૫ સરખા ભાગ પાડી બાજુ પર રાખો.
આગળની રીત- હવે કણિકના એક ભાગને ૧૦૦ મી. મી. (૪”)વ્યાસના ગોળાકારમાં સૂકા ઘઉંના લોટની મદદથી વણી લો.
- તે પછી તૈયાર કરેલા બટાટા-મેથીના પૂરણનો એક ભાગ તેની મધ્યમાં મૂકી, તેની બાજુઓને મધ્યમાં ભેગી કરી સજ્જડ રીતે બંધ કરી લો.
- તે પછી તેને ફરીથી વણીને ૧૫૦ મી. મી. (૬”) વ્યાસના ગોળાકારમાં થોડા સૂકા ઘઉંના લોટની મદદથી વણી લો.
- હવે એક નૉન-સ્ટીક તવાને ગરમ કરી તેની પર પરોઠાને મધ્યમ તાપ પર થોડા તેલની મદદથી તેની બન્ને બાજુઓ પર ગોલ્ડન બ્રાઉન ધાબા દેખાય ત્યાં સુધી શેકી લો.
- ક્રમાંક ૧ થી ૪ મુજબ બીજા ૪ પરોઠા તૈયાર કરો.
- દહીં અથવા અથાણાં સાથે ગરમ ગરમ પીરસો.
Other Related Recipes
Accompaniments
આલુ મેથીના પરોઠા has not been reviewed
2 FAVOURABLE REVIEWS
The most Helpful Favourable review
Reviewed By
n_katira,
August 03, 2012
The stuffing is just amazing....All the spices blend just perfect...I served it with fresh curds sprinkled with chilli powder.
See more favourable reviews...
No critical reviews posted for this recipe
You are not signed in. To post a recipe review note requires you to
Sign In to your account
Rate this recipe
Review this recipe (optional)
You are not signed in. To post a private recipe note requires you to
Sign In to your Gold or Silver account
Add your private note to this recipe