You are here: Home> કીનોવા પોહા રેસીપી
કીનોવા પોહા રેસીપી

Tarla Dalal
02 January, 2025


Table of Content
કીનોવા પોહા રેસીપી | ભારતીય શૈલીના કીનોવા પોહા | વેજીટેબલ કીનોવા પોહા | quinoa poha recipe in gujarati | with 20 amazing images.
સામાન્ય રીતે જાડા પોહાનો ઉપયોગ કરીને પોહા બનાવવામાં આવે છે પરંતુ અમેં અહીં કીનોવાનો ઉપયોગ કર્યો છે, જે પ્રોટીન અને ફાઇબર ઉમેરે છે અને તેને ડાયાબિટીસ માટે અનુકૂળ બનાવે છે. લસણવાળું, મસાલેદાર, ખાટ્ટુ અને હૃદયને અનુકૂળ, તે જ આ તંદુરસ્ત કીનોવા પોહા સ્વાદનું વર્ણન કરે છે.
કીનોવામાં શરીરને જરૂરી એવા તમામ આઠ આવશ્યક એમિનો એસિડ હોય છે. એક કપ રાંધેલા કીનોવામાં 8 ગ્રામ પ્રોટીન હોય છે અને કીનોવા ધાન્યના લોટમાં રહેલું નત્રિલ દ્રવ્ય મુક્ત છે, જે ગ્લુટેન અસહિષ્ણુતા ધરાવતા ઘણા લોકોને આકર્ષે છે.
કીનોવા પોહા બનાવવાની ટિપ્સઃ ૧. આ રેસીપી બનાવવા માટે તમે બારીક સમારેલા સમારેલા સિમલા મરચાં પણ ઉમેરી શકો છો. ૨. ક્વિનો પોહાના સ્વાદનો શ્રેષ્ઠ આનંદ લેવા માટે તેને ગરમાગરમ પીરસો.
કીનોવા પોહા રેસીપી - Quinoa Poha recipe in Gujarati
Tags
Preparation Time
None Mins
Cooking Time
None Mins
Total Time
None Mins
Makes
None None
સામગ્રી
કીનોવા પોહા માટે
3 કપ રાંધેલા કીનોવા , જુઓ સરળ ટીપ
2 ટીસ્પૂન તેલ ( oil ) અથવા નાળિયેર
1 ટીસ્પૂન રાઇ (mustard seeds ( rai / sarson)
1 ટીસ્પૂન સમારેલું લસણ (chopped garlic)
1 ટીસ્પૂન સમારેલા લીલા મરચાં (chopped green chillies)
1/2 કપ સમારેલા કાંદા (chopped onions)
1/2 કપ સમારેલી સેલરી (chopped celery)
1 ટીસ્પૂન હળદર (turmeric powder, haldi)
મીઠું (salt) , સ્વાદાનુસાર
1/4 કપ સમારેલી કોથમીર (chopped coriander)
1 ટીસ્પૂન લીંબુનો રસ (lemon juice)
વિધિ
- કીનોવા પોહા બનાવવા માટે, એક પહોળા નોન-સ્ટીક પેનમાં તેલ ગરમ કરો અને તેમાં રાઇ ઉમેરો.
- જ્યારે દાણા તતડવા માંડે, ત્યારે તેમાં કડી પત્તા, લસણ અને લીલા મરચાં ઉમેરો અને મધ્યમ તાપ પર ૧ થી ૨ મિનિટ સુધી સાંતળી લો.
- કાંદા ઉમેરો અને મધ્યમ તાપ પર ૧ થી ૨ મિનિટ સુધી સાંતળી લો.
- તેમાં ટામેટાં, હળદર અને મીઠું મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૧ થી ૨ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
- રાંધેલા કીનોવા, કોથમીર અને લીંબુનો રસ ઉમેરી, સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૧ થી ૨ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
- કીનોવા પોહાને ગરમા ગરમ પીરસો.
- કીનોવા સુપરમાર્કેટમાં સરળતાથી ઉપલબ્ધ હોય છે. ૩ કપ રાંધેલા કીનોવા મેળવવા માટે, એક ઊંડા પેનમાં પૂરતું પાણી ઉકાળો, ૧ કપ કાચા કીનોવા ઉમેરો અને લગભગ ૧૦ થી ૧૫ મિનિટ સુધી અથવા તે રાંધાય ત્યાં સુધી પકાવો.