ચોળાના પાનની ભાજી | Matha Chi Bhaji
તરલા દલાલ દ્વારા
Added to 16 cookbooks
This recipe has been viewed 5866 times
આ ચોળાના પાનની ભાજી ખૂબ જ સ્વાદિષ્ટ બને છે જેમાં ભરપૂર માત્રામાં લોહતત્વ અને પ્રોટીન છે. આ ભાજી ઘરના રોજના જમણમાં બનાવી શકાય એવી છે કારણકે એમાં ફક્ત ફણગાવેલા કઠોળ અને ચવલીના પાન સાથે બીજી સામાન્ય સામગ્રીનો ઉપયોગ કરી તેને સાદી રીતે બનાવવામાં આવી છે, જેથી તેનો સ્વાદ અને પૌષ્ટિક્તા બન્ને જળવાઇ રહે છે. આ શાક જ્યારે રોટી , દાળ અને ભાત સાથે પીરસવામાં આવે છે ત્યારે તે એક સંતુષ્ટ જમણનો અહેસાસ આપે છે.
Method- એક કઢાઇમાં તેલ ગરમ કરી તેમાં રાઇ નાંખો.
- જ્યારે દાણા તતડવા માંડે, ત્યારે તેમાં હીંગ, હળદર, મરચાં પાવડર અને લસણની પેસ્ટ મેળવી મધ્યમ તાપ પર ૧ મિનિટ સુધી સાંતળી લો.
- તે પછી તેમાં કાંદા મેળવી મધ્યમ તાપ પર વધુ ૨ મિનિટ અથવા કાંદા નરમ થાય બને ત્યાં સુધી સાંતળી લો.
- તે પછી તેમાં ચોળાના પાન અને ફણગાવેલા મગ મેળવી મધ્યમ તાપ પર ૨ મિનિટ સુધી સાંતળી લો.
- છેલ્લે તેમાં ૨ કપ પાણી, સાકર અને મીઠું મેળવી, સારી રીતે મિક્સ કરી કઢાઇને ઢાંકી ધીમા તાપ પર ૧૫ થી ૨૦ મિનિટ સુધી અથવા મગ બરોબર રંધાઇ જાય ત્યાં સુધી રાંધી લો. ભાજીને વચ્ચે-વચ્ચે હલાવતા રહો જેથી શાક પૅનના તળીયામાં ચીટકી ન જાય.
- કોથમીર વડે સજાવીને તરત જ પીરસો.
Other Related Recipes
ચોળાના પાનની ભાજી has not been reviewed
Tried this recipe?. Post a review! Let everyone know how it turned out.
No critical reviews posted for this recipe
You are not signed in. To post a recipe review note requires you to
Sign In to your account
Rate this recipe
Review this recipe (optional)
You are not signed in. To post a private recipe note requires you to
Sign In to your Gold or Silver account
Add your private note to this recipe