You are here: Home> ચણા પાલક સબ્જી રેસીપી
ચણા પાલક સબ્જી રેસીપી

Tarla Dalal
02 January, 2025
-14513.webp)

Table of Content
ચણા પાલક સબ્જી | પૌષ્ટિક ચણા પાલક સબ્જી રેસીપી | ચણા પાલક કરી | પૌષ્ટિક પાલક છોલે | healthy chana palak sabzi recipe in gujarati | with 20 amazing images.
પૌષ્ટિક ચણા પાલક સબ્જી રેસીપી એક સ્વાદીસ્ટ શાક છે જે તમને માત્ર સ્વાદ વિશે જ નહીં પરંતુ સ્વાસ્થ્યના પાસાઓને પણ સંતોષકારક બનાવે છે.
પાલક અને કાબુલી ચણાનું પોષક સમૃદ્ધ મિશ્રણ એક નહીં પણ બે સ્વાદિષ્ટ પેસ્ટની સાથે વધારવામાં આવે છે - એક કાંદા અને બીજું રીંગણા-ટામેટાંની પેસ્ટ. અન્ય સામાન્ય મસાલા અને મસાલા પાવડર સાથે, આ પેસ્ટ ચણા પાલક સબ્જીને અદભૂત સ્વાદ આપે છે.
Tags
Preparation Time
None Mins
Cooking Time
None Mins
Total Time
None Mins
Makes
None None
સામગ્રી
ચણા પાલક સબ્જી માટે
1 1/2 કપ ઉકાળેલા કાબુલી ચણા
1 કપ સમારેલી પાલક (chopped spinach)
2 ટીસ્પૂન તેલ ( oil )
1 કપ રીંગણના ટુકડા
1 કપ સમારેલા ટામેટા (chopped tomatoes)
1 ટીસ્પૂન જીરું ( cumin seeds, jeera)
25 મિલીમીટર તજ (cinnamon, dalchini)
1 ટીસ્પૂન ગરમ મસાલો (garam masala)
2 ટીસ્પૂન લાલ મરચાંનો પાવડર (red chilli powder)
1 ટીસ્પૂન આમચૂર (dried mango powder (amchur)
1 ટીસ્પૂન ધાણા પાવડર (coriander (dhania) powder)
મીઠું (salt) , સ્વાદાનુસાર
પીસીને કાંદાની સુંવાળી પેસ્ટ તૈયાર કરવા માટે (થોડું પાણી મેળવીને)
1/2 કપ સમારેલા કાંદા (chopped onions)
2 ટીસ્પૂન સમારેલું આદુ (chopped ginger)
સજાવવા માટે
2 ટેબલસ્પૂન સમારેલી કોથમીર (chopped coriander)
વિધિ
- એક ઊંડા નોન-સ્ટીક પેનમાં તેલ ગરમ કરો, તેમાં રીંગણા ઉમેરો, સારી રીતે મિક્સ કરી દો અને ધીમા તાપ પર 4 થી 5 મિનિટ સુધી કે પછી રીંગણા નરમ પડવા સુધી રાંધી લો. જરૂર પડે તો થોડા પાણીનો છંટકાવ કરો. સહેજ ઠંડુ થવા માટે બાજુ પર રાખો.
- રીંગણા અને ટામેટાને ભેગા કરો અને મિક્સરમાં સુંવાળી પેસ્ટ બનાવી લો.
- એક નોન-સ્ટીક કઢાઇ ગરમ કરો અને તેમાં જીરું નાખી ધીમા તાપે 30 સેકંડ માટે સુકુ શેકી લો.
- તજ, લવિંગ અને તૈયાર કરેલી કાંદાની પેસ્ટ નાખો અને મધ્યમ તાપ પર 2 થી 3 મિનિટ સુધી સુકુ શેકી લો. કાંદાને બળી જવાથી બચવા માટે થોડા પાણીનો છંટકાવ કરવો.
- તૈયાર કરેલી રીંગણા-ટામેટાંની પેસ્ટ ઉમેરો અને બીજી 1 મિનિટ માટે મધ્યમ તાપ પર સુકુ શેકી લો.
- ગરમ મસાલા, લાલ મરચાંનો પાવડર, આમચૂર, ધાણા પાવડર, મીઠું, ઉકાળેલા કાબુલી ચણા અને 1/2 કપ પાણી નાખી, બરાબર મિક્સ કરી મધ્યમ તાપ પર વચ્ચે-વચ્ચે હલાવતા રહી ૧ થી ૨ મિનિટ મિનિટ માટે રાંધી લો.
- પાલક ઉમેરો, સારી રીતે મિક્સ કરી દો અને મધ્યમ તાપ પર વચ્ચે-વચ્ચે હલાવતા રહી 10 મિનિટ માટે રાંધી લો.
- કાંદાની રીંગ્સ્, કોથમીર અને લીંબુની વેજથી સજાવીને પૌષ્ટિક ચણા પાલકને ગરમ પીરસો.