કોફી વોલનટ કપકેક | Coffee Walnut Cupcake ( Cupcakes Recipe)
તરલા દલાલ દ્વારા
Added to 121 cookbooks
This recipe has been viewed 3347 times
કોફીની કડવાશ અને અખરોટની કઠણાશનું સંયોજન એટલે આ ડેર્ઝટની મજાનો ભેદ, જેને સમજાય તેના માટે આ એક અનેરા આનંદની વાનગી ગણી શકાય. અખરોટ તેમાં જરૂરી કરકરાપણું આપે છે, જ્યારે કોફીનું મિશ્રણ મજેદાર ખુશ્બુ આપે છે. કોફીનું મિશ્રણ તૈયાર કરવા અહીં જણાવેલી રીતનો બરોબર અમલ કરવો, જેથી તમને તેની મજેદાર ખુશ્બુ મળી રહે. આ કપકેકને સિલ્વર બોલ વડે સજાવવાથી તેનો ઉઠાવ બહું સરસ લાગશે.
Add your private note
કોફી વોલનટ કપકેક - Coffee Walnut Cupcake ( Cupcakes Recipe) in Gujarati
તૈયારીનો સમય:    બેકિંગનું તાપમાન: ૧૫૦˚ સે (૩૦૦˚ ફે)   બેકિંગનો સમય: ૧૫ થી ૨૦ મિનિટ   બનાવવાનો Time:    કુલ સમય:    
૬ કપકેક માટે
૩/૪ કપ મેંદો
૩/૪ ટીસ્પૂન બેકીંગ પાવડર
૧/૪ ટીસ્પૂન બેકીંગ સોડા
૧/૨ કપ કન્ડેન્સડ મીલ્ક
૩ ટેબલસ્પૂન પીગળાવેલું માખણ
૧/૨ ટીસ્પૂન વેનીલા ઍસન્સ
૩ ટેબલસ્પૂન સમારેલા અખરોટ
૨ ટીસ્પૂન કોફી પાવડર , ૪ ટીસ્પૂન ગરમ પાણીમાં ઓગળાવેલું
૬ ટેબલસ્પૂન માખણ
૧૨ ટેબલસ્પૂન આઇસિંગ સુગર
૧ ૧/૨ ટીસ્પૂન કોફી પાવડર , ૩ ટીસ્પૂન ગરમ પાણીમાં ઓગળાવેલું
ખાઇ શકાય એવા સિલ્વર બોલ્સ
વેનીલા કોફી-અખરોટના સ્પંજ માટે- સૌ પ્રથમ એક બાઉલમાં મેંદાનો લોટ, બેકીંગ પાવડર અને બેકીંગ સોડાને ચારણી વડે ચાળીને બાજુ પર રાખો.
- બીજા એક બાઉલમાં કન્ડેન્સડ મીલ્ક, પીગળાવેલું માખણ, વેનીલા ઍસન્સ તથા ૨ ટેબલસ્પૂન પાણી મેળવીને સારી રીતે જેરી લો.
- હવે આ મિશ્રણમાં તૈયાર કરેલું લોટનું મિશ્રણ, અખરોટ અને કોફીનું મિશ્રણ મેળવી ચપડા ચમચા વડે સારી રીતે મિક્સ કરી રેડી શકાય એવું ખીરૂં તૈયાર કરો.
- હવે આ ખીરાને તેલ ચોપડેલા ૬૮ મી. મી. (૨ ૧/૨”)ના ૬ એલ્યુમિનિયમના મોલ્ડમાં સરખા પ્રમાણમાં રેડી લો.
- આગળથી ગરમ કરેલા ઑવનમાં ૨૦૦˚ સે (૪૦૦˚ ફે) તાપમાન પર આ મોલ્ડને ૧૦ મિનિટ સુધી અને પછી ૧૫૦˚ સે (૩૦૦˚ ફે) તાપમાન પર ૧૫ થી ૨૦ મિનિટ સુધી બરોબર ઉપસીને રંધાઇ જાય ત્યાં સુધી બેક કરી લો. સ્પંજ જ્યારે મોલ્ડમાંથી છુંટું પડી જાય અને ઉપરથી નરમ લાગે ત્યારે સમજી જવું કે તે તૈયાર થઇ ગયું છે.
- આ મોલ્ડને સંપૂર્ણ ઠંડું થવા (લગભગ ૩૦ મિનિટ) બાજુ પર રાખો.
ફ્રોસ્ટીંગ માટે- હવે એક બાઉલમાં માખણ મૂકીને ચપટા ચમચા વડે તેને સારી રીતે બીટ કરી લો.
- પછી તેમાં આઇસિંગ સુગર મેળવી સારી રીતે મિક્સ કરી લો.
- છેલ્લે તેમાં કોફીનું મિશ્રણ મેળવી સારી રીતે મિક્સ કરી લીધા પછી બાજુ પર રાખો.
આગળની રીત- તૈયાર કરેલા ફ્રોસ્ટીંગને પાઇપીંગ બેગમાં રેડી દરેક કપકેક પર તેના નાના ગોળા બનાવી લો.
- તે પછી દરેક કેકને ખાઇ શકાય એવા સિલ્વર બોલ વડે સજાવી લો.
- તરત જ પીરસો.
Other Related Recipes
કોફી વોલનટ કપકેક has not been reviewed
1 FAVOURABLE REVIEW
The most Helpful Favourable review
Reviewed By
Foodie#435844,
July 16, 2014
Loved the taste of coffee and walnut together. I tried this icing on chocolate muffin also, tastes great.
See more favourable reviews...
No critical reviews posted for this recipe
You are not signed in. To post a recipe review note requires you to
Sign In to your account
Rate this recipe
Review this recipe (optional)
You are not signed in. To post a private recipe note requires you to
Sign In to your Gold or Silver account
Add your private note to this recipe