You are here: Home> વિવિધ વ્યંજન > મેક્સીકન બરીટોસ્ / ચીમીચંગાસ્ > બરીતોસ
બરીતોસ

Tarla Dalal
02 January, 2025


Table of Content
બરીતોસ મેક્સિકન વાનગીનું સમાનાર્થક જ ગણાય છે. તેના સ્વાદિષ્ટ ટૉટીલામાં ભાત, રીફ્રાઇડ બીન્સ્, સાલસા, ખાટું ક્રીમ અને ચીઝ હોવાથી તે દરેક રીતે સંપૂર્ણ ગણાય છે. સ્વાદની વાતે તો તમે તેનો એક કોળીયો ખાશો ત્યારે જ તમને જણાશે કે આ વાનગીમાં ખટાશ, તીખાશ અને સાથે ચીઝના સ્વાદનું પણ સંયોજન છે, જે તમને ખૂબ જ સંતુષ્ટ કરાવે એવું છે અને તેથી તેને એક સંપૂર્ણ જમણ પણ કહી શકાય. અહીં અમે તમને ગ્વાકામોલ થી સાલસા બનાવવાની રીત બતાડી છે. દેખાવમાં એવું લાગશે કે ખૂબ બધી તૈયારી કરવાની છે, પણ હકીકતમાં આ વાનગીમાં કંઈ રાંધવાનું નથી. અહીં તમને ફ્કત બધી વસ્તુઓ પ્રમાણસર લઇને ભેગી કરવાની છે. એક વખત બધી વસ્તુઓ ભેગી કરી લીધી પછી તો બસ બરીતોસ તૈયાર જ છે એમ સમજવું.
Tags
Preparation Time
None Mins
Cooking Time
None Mins
Total Time
None Mins
Makes
None None
સામગ્રી
Main Ingredients
1/2 રેસિપી લીંબુ (lemon)
મીક્સ કરીને ગ્વાકામોલ તૈયાર કરવા માટે
2 સમારેલું ઍવકાડો , બી કાઢીને સ્કુપ કરીને સમારેલા
1/4 કપ સમારેલા ટામેટા (chopped tomatoes)
2 ટેબલસ્પૂન સમારેલા કાંદા (chopped onions)
1 ટીસ્પૂન સમારેલું લસણ (chopped garlic)
1 ટેબલસ્પૂન સમારેલી કોથમીર (chopped coriander)
1 ટીસ્પૂન સમારેલા લીલા મરચાં (chopped green chillies)
1/2 ટેબલસ્પૂન લીંબુનો રસ (lemon juice)
1 ટેબલસ્પૂન તાજું ક્રીમ (fresh cream)
મીઠું (salt) , સ્વાદાનુસાર
મિક્સ કરીને બીન રાંધેલું સાલસા બનાવવા માટે
1 કપ સમારેલા ટામેટા (chopped tomatoes)
1/2 કપ સમારેલા કાંદા (chopped onions)
1 ટેબલસ્પૂન સમારેલી કોથમીર (chopped coriander)
1/2 ટીસ્પૂન જીરા પાવડર (cumin seeds (jeera) powder )
1 ટીસ્પૂન સૂકા લાલ મરચાંના ફ્લેક્સ્ (dry red chilli flakes)
મીઠું (salt) , સ્વાદાનુસાર
મિક્સ કરીને સાર ક્રીમ બનાવવા માટે
1 કપ ચક્કો દહીં
2 ટીસ્પૂન લીંબુનો રસ (lemon juice)
મીઠું (salt) અને
બીજી જરૂરી વસ્તુઓ
1/2 કપ સમારેલા લીલા કાંદા (chopped spring onions) (સફેદ અને લીલો ભાગ બન્ને)
વિધિ
- એક સાફ અને સૂકી જગ્યા પર ટૉટીલા રાખી, તેની એક બાજુ પર ૩/૪ કપ મેક્સિકન રાઇસ, ૧/૪ કપ ફ્રાઇડ બીન્સ્, ૧ ટેબલસ્પૂન ગ્વાકમોલ, ૧ ટેબલસ્પૂન બીન રાંધેલું સાલસા, ૨ ટેબલસ્પૂન સાર ક્રીમ અને ૧ ટેબલસ્પૂન લીલા કાંદા મૂકી તેની ઉપર ૧ ટેબલસ્પૂન ચીઝ સરખી રીતે છાંટી લો.
- હવે પૂરણની ઉપર રોટીની બન્ને બાજુઓ થોડી વાળી લો.
- તે પછી રોટીને એક ખુલ્લી બાજુએથી વાળવા માંડો અને તેને વાળેલી બે બાજુઓની ઉપરથી લઇ જઇને મજબૂત બંધ કરી લો.
- રીત ક્રમાંક ૧ થી ૩ પ્રમાણે બીજા ૫ બરીતોસ તૈયાર કરી લો.
- તરત જ પીરસો.