You are here: Home> કોર્સ, મુખ્ય કોર્સ વાનગીઓ, શરુ, મીઠાઈઓ > સ્ટાર્ટસ્ રેસિપિ, નાસ્તા રેસિપિ > ચીઝી ખડા ભાજી રેપ | ચીઝી રેપ
ચીઝી ખડા ભાજી રેપ | ચીઝી રેપ

Tarla Dalal
02 January, 2025
-1560.webp)

Table of Content
ચીઝી ખડા ભાજી રેપ | ચીઝી રેપ | cheesy khada bhaji wrap in gujarati |
સામાન્ય રીતે તાજી સ્થાનિક શાકભાજી અને સરસ મસાલાનો ઉપયોગ કરીને જાડી, ગ્રેવી જેવા સુસંગતતામાં તૈયાર કરાયેલ ઓલ-ટાઇમ મનપસંદ ભાજીને થોડું ટ્વિક કરવામાં આવ્યું છે. અહીં, અમે ડુંગળી, કેપ્સિકમ અને મસાલાની
ગ્રેવીમાં કોટેડ, બટાટા, ટામેટાં અને ફૂલકોબી જેવા શાકભાજીનો ઉપયોગ કર્યો છે જેને લીધે રેપ નરમ નહીં થાશે. આ ચીઝી ખડા ભાજી રેપને અનફર્ગેટેબલ બનાવે છે.
Tags
Preparation Time
None Mins
Cooking Time
None Mins
Total Time
None Mins
Makes
None None
સામગ્રી
ખાડા ભાજી સામગ્રી બનાવા માટે
3 ટેબલસ્પૂન માખણ (butter, makhan)
1/2 ટેબલસ્પૂન જીરા પાવડર (cumin seeds (jeera) powder )
1 1/2 ટેબલસ્પૂન લીંબુ (lemon)
3/4 કપ સમારેલા કાંદા (chopped onions)
1/2 કપ સમારેલા લીલા મરચાં (chopped green chillies)
3/4 કપ સમારેલા ટામેટા (chopped tomatoes)
1 1/2 ટેબલસ્પૂન પાવ ભાજી મસાલો (pav bhaji masala)
મીઠું (salt) , સ્વાદાનુસાર
1/2 કપ ઉકાળીને મસળેલા લીલા વટાણા
1/2 કપ બાફીને સમારેલા બટેટા
1/4 કપ ફૂલકોબીના ફૂલ
અન્ય સામગ્રી
1/4 કપ સ્લાઇસ કરેલા ટમેટા
1/4 કપ સ્લાઇસ કરેલા કાંદા (sliced onions)
2 ટેબલસ્પૂન સમારેલી કોથમીર (chopped coriander)
મીઠું (salt) અને
8 ટેબલસ્પૂન તળેલા અને ભૂક્કો કરેલા પાપડ
4 ટેબલસ્પૂન ખમણેલું પ્રોસેસ્ડ ચીઝ (grated processed cheese)
વિધિ
- તાવા (ગ્રીલ) પર અથવા ઊંડા નોન-સ્ટીક પૈનમાં માખણ ગરમ કરો, તેમાં જીરુંનો પાઉડર અને મરચું-લસણની ચટણી નાંખો અને થોડી સેકંડ માટે મધ્યમ તાપ પર સાંતળો.
- કાંદા ઉમેરો અને ૧ થી ૨ મિનિટ માટે મધ્યમ તાપ પર સાંતળો.
- સિમલા મરચાં, ટામેટાં, પાવ ભાજી મસાલા, મીઠું અને ૨ ટેબલસ્પૂન પાણી નાખી મધ્યમ તાપ પર ૨ મિનિટ માટે સાંતળો.
- લીલા વટાણા, બટાટા, ફૂલકોબી અને કોથમીર નાંખો, સારી રીતે મિક્ષ કરી દો અને મધ્યમ તાપ પર ૨ થી ૩ મિનિટ સુધી વચ્ચે વચ્ચે હલાવતા રાંધી લો. એક બાજુ રાખો.
- ટામેટાં, કાંદા, કોથમીર, મીઠું અને મરીને બાઉલમાં ભેળવી, બરાબર મિક્ષ કરી એક બાજુ રાખો.
- ચોખ્ખી અને સૂકી સપાટી પર એક રોટલી મૂકો અને રોટલીના મધ્યમાં એક લાઇનમાં ૧/૪ ભાગ ખાડા ભાજીને ગોઠવો.
- ખાડા ભાજી ઉપર કાંદા-ટમેટાંના મિશ્રણનો ૧/૪ ભાગ ગોઠવો.
- છેલ્લે તેના ઉપર ૨ ટેબલસ્પૂન ક્રશ કરેલા પાપડ અને ૧ ટેબલસ્પૂન ચીઝ નાખો અને તેને ચુસ્ત રીતે રોલ કરો.
- વધુ ૩ રેપ બનાવવા માટે બાકીના ઘટકો સાથે પુનરાવર્તન કરો.
- દરેક રેપની આસપાસ ટિશ્યુ પેપર લપેટીને તરત જ પિરસો.