You are here: હોમમા> કોર્સ, મુખ્ય કોર્સ વાનગીઓ, શરુ, મીઠાઈઓ > ભારતીય મીઠાઈ | ઈંડા વગરની ભારતીય મીઠાઈ > બેકિંગ રહિત ડૅઝર્ટસ્ રેસિપિ > માલપુઆ
માલપુઆ

Tarla Dalal
02 January, 2025

Table of Content
ગરમ માલપુઆ એવા આકર્ષક છે કે તમે તેને ટાળી જ ન શકો પછી ભલે તે સાદા ગરમ માલપુઆ હોય કે રબળીવાળા. આ માલપુઆ જરૂરથી ઘરે બનાવજો પણ અહીં બતાવેલી અલગ રીત પ્રમાણે. આ માલપુઆને તળવાને બદલે ઓછા ઘી માં ફ્રાઇંગ પૅનમાં રાંધવામાં આવ્યા છે અને તે જોઇએ એવા જ નરમ પણ બને છે.
Tags
Preparation Time
10 Mins
Cooking Time
20 Mins
Total Time
30 Mins
Makes
8 માલપુઆ.
સામગ્રી
Main Ingredients
4 ટેબલસ્પૂન મેંદો (plain flour , maida)
1/2 કપ તાજું ક્રીમ (fresh cream)
ઘી (ghee) , ચોપડવા અને તળવા માટે
સાકરની ચાસણી માટે
3/4 કપ સાકર (sugar)
2 ટીસ્પૂન ગુલાબ જળ
કેસર (saffron (kesar) strands) , ૨ ટીસ્પૂન
સજાવવા માટે
1 ટેબલસ્પૂન બદામની કાતરી
1 ટેબલસ્પૂન પિસ્તાની કાતરી
વિધિ
- એક બાઉલમાં મેંદો અને ફ્રેશ ક્રીમ મેળવી સારી રીતે મિક્સ કરીને ખાત્રી કરો કે તેમાં ગઠ્ઠા ન રહે. તે પછી તેને બાજુ પર રાખો.
- એક નૉન-સ્ટીક તવાને ગરમ કરી તેમાં ઘી ચોપડી લો. તેની ઉપર થોડું તૈયાર કરેલું ખીરૂ રેડીને ૭૫ મી. મી. (૩”)ના ગોળાકારમાં એકસમાન પાથરી લો.
- તેને થોડા ઘી વડે તેની બન્ને બાજુઓ ગોલ્ડન બ્રાઉન થાય તે રીતે રાંધી લો.
- આમ તૈયાર થયેલા માલપુઆને સાકરની ચાસણીમાં ડુબાળી લો.
- આ જ પ્રમાણે બાકીના ખીરા વડે બીજા ૭ માલપુઆ તૈયાર કરી બદામ અને પીસ્તાની ચીરી વડે સજાવીને તરત જ પીરસો.
- એક ખુલ્લા નૉન-સ્ટીક પૅનમાં ૩/૪ કપ પાણીમાં સાકર મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૫ થી ૭ મિનિટ સુધી અથવા સાકર બરોબર ઓગળીને ૧ તારી ચાસણી તૈયાર થાય ત્યાં સુધી રાંધી લો.
- તે પછી તેમા ગુલાબ જળ મેળવી તાપ બંધ કરી દો.
- તે પછી તેમાં કેસર-દૂધનું મિશ્રણ મેળવી સારી રીતે મિક્સ કરી બાજુ પર રાખો.