You are here: Home> વિવિધ વ્યંજન > ભારતીય વ્યંજન > ગુજરાતી વ્યંજન > મગની દાળની કચોરી ની રેસીપી
મગની દાળની કચોરી ની રેસીપી

Tarla Dalal
02 January, 2025
-17396.webp)

Table of Content
કરકરી પણ ખાવામાં પોચી આ મજેદાર મસાલાથી ભરપૂર અને લહેજતદાર પીળી મગની દાળની કચોરીનો એક એક ટુકડો તમને સ્વાદિષ્ટ લાગશે. આ કચોરી નાસ્તામાં કે પછી જમણમાં ખાઇ શકાય એવી છે.
પ્રોટીનયુક્ત મગની દાળના પૂરણવાળી આ વાનગી નાના બાળકોને ગમે એવી છે. અહીં ધ્યાન રાખશો કે કચોરીને ધીમા તાપ પર તળવી, જેથી તેની દરેક બાજુ સરખી રીતે તળીને કચોરીનું ઉપરનું લોટનું પડ સરસ મજેદાર બને.
Tags
Preparation Time
None Mins
Cooking Time
None Mins
Total Time
None Mins
Makes
None None
સામગ્રી
કણિક માટે
3/4 કપ મેંદો (plain flour , maida)
2 ટીસ્પૂન ઘી (ghee)
મીઠું (salt) , સ્વાદાનુસાર
પૂરણ માટે
1 1/2 કપ પલાળેલી પીળી મગની દાળ (soaked yellow moong dal) , આગલી રાત્રે પલાળી રાખ્યા બાદ નીતારેલી
2 ટીસ્પૂન તેલ ( oil )
1/2 ટીસ્પૂન જીરું ( cumin seeds, jeera)
1/2 ટીસ્પૂન અજમો
1/2 ટીસ્પૂન વરિયાળી (fennel seeds (saunf)
1/2 ટીસ્પૂન તલ (sesame seeds, til)
1/2 ટીસ્પૂન હીંગ (asafoetida, hing)
1/2 ટીસ્પૂન હળદર (turmeric powder, haldi)
1/2 ટીસ્પૂન લાલ મરચાંનો પાવડર (red chilli powder)
1/2 ટીસ્પૂન આદુ-લીલા મરચાંની પેસ્ટ (ginger-green chilli paste)
2 ટીસ્પૂન વરિયાળીનો પાવડર
2 ટીસ્પૂન સાકર (sugar)
મીઠું (salt) , સ્વાદાનુસાર
બીજી જરૂરી વસ્તુ
તેલ ( oil ) , તળવા માટે
પીરસવા માટે
વિધિ
- વણેલા એક ભાગને સપાટ સૂકી જગ્યા પર રાખી, તેની મધ્યમાં પૂરણનો એક ભાગ મૂકી, તેની કીનારીઓ મધ્યમાં વાળીને ઉપરથી બંધ કરી લો.
- આમ વાળી લીધા પછી તેને હાથમાં લઇને ગોળ કચોરી તેયાર કરી લો.
- રીત ક્રમાંક ૧ અને ૨ મુજબ બાકીની કચોરી તૈયાર કરી લો.
- એક કઢાઇમાં તેલ ગરમ કરી, તેમાં એક સાથે થોડી કચોરીઓ નાંખી તે કરકરી અને દરેક બાજુએથી ગોલ્ડન બ્રાઉન થાય તે રીતે તળી લો.
- તે પછી તેને ટીશ્યુ પેપર પર મૂકી નિતારી લીધા પછી ગરમ ગરમ પીરસો.
- એક બાઉલમાં બધી વસ્તુઓ ભેગી કરી તેમાં જરૂરી પાણી મેળવી નરમ સુંવાળી કણિક તૈયાર કરો.
- આ કણિકના ૧૦ થી ૧૨ સરખા ભાગ પાડી, દરેક ભાગને ૬૩ મી. મી. (૨”)ના વ્યાસના ગોળાકારમાં વણી લીધા પછી તેને ભીના મલમલના કપડા વડે ઢાંકીને બાજુ પર રાખો.
- મગની દાળને નીતારી એક બાઉલમાં મૂકી તેમાં ૨ થી ૩ ટેબલસ્પૂન પાણી ઉમેરી, બાઉલને પ્રેશર કુકરમાં મૂકી, કુકરની ૧ સીટી સુધી રાંધી લો.
- પ્રેશર કુકરનું ઢાંકણ ખોલતા પહેલા તેની વરાળને નીકળી જવા દો. તે પછી મગની દાળને ફરીથી નીતારી લીધા બાદ તેને બાજુ પર રાખો.
- એક પહોળા નૉન-સ્ટીક પૅનમાં તેલ ગરમ કરી તેમાં જીરૂ, અજમો, વરિયાળી, તલ અને હીંગ મેળવી મધ્યમ તાપ પર થોડી સેકંડ સુધી સાંતળી લો.
- જ્યારે દાણા તતડવા માંડે, ત્યારે તેમાં મગની દાળ, હળદર, મરચાં પાવડર, આદૂ-લીલા મરચાંની પેસ્ટ, વરિયાળીનો પાવડર, સાકર અને મીઠું મેળવી, સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૩ થી ૪ મિનિટ સુધી સતત હલાવતા રહી રાંધી લો.
- તે પછી તેને તાપ પરથી નીચે ઉતારી થોડું ઠંડું થવા બાજુ પર રાખો.
- આ પૂરણના ૧૦ થી ૧૨ સરખા ભાગ પાડી બાજુ પર રાખો.