You are here: Home> બાળકોનો આહાર > બાળકો માટેનો પૌષ્ટિક આહાર > સોયા ખીર | ખીર રેસિપી
સોયા ખીર | ખીર રેસિપી

Tarla Dalal
02 January, 2025


Table of Content
સોયા ખીર | ખીર રેસિપી | soya kheer in gujarati |
તમને ખુશ કરવા અને તમારા શરીરની આવશ્યકતાઓની કાળજી લેવા માટે આ સ્વાદિષ્ટ સોયા ખીર એક યોગ્ય વિકલ્પ છે. તે પ્રોટીન અને કેલ્શિયમમાં વિપુલ પ્રમાણમાં છે, અને ખાસ કરીને શાકાહારીઓ માટે જેમને તેમની રોજીની પ્રોટીનની જરૂરિયાત પૂરી કરવામાં મુશ્કેલી પડે છે.
આ સોયા ગ્રાન્યુલ્સથી બનાવવામાં આવે છે, જે ઝડપથી રઘાંય જાય છે, આ વાનગીને પૂરા થવામાં લગભગ ૨૦ મિનિટનો સમય લાગે છે, જેમાં પલાળીને અને તૈયારીના સમયનો સમાવેશ થાય છે. સરસ રીતે મીઠી, ઇલાયચીના મસાલેદાર ઉચ્ચારો સાથે, આ સોયા ખીર તમારા સંપૂર્ણ પરિવારને આનંદ આપશે અને તેમનું સ્વાસ્થ્ય પણ સુધારશે!
Tags
Preparation Time
None Mins
Cooking Time
None Mins
Total Time
None Mins
Makes
None None
સામગ્રી
સોયા ખીર બનાવવા માટે
3/4 કપ સોયા ગ્રેન્યુલસ્
2 1/2 કપ દૂધ (milk)
5 ટેબલસ્પૂન સાકર (sugar)
1 ટીસ્પૂન કોર્નફલોર ૧ ટેબલસ્પૂન
1/4 ટીસ્પૂન એલચીનો પાવડર (cardamom (elaichi) powder)
1/2 ટીસ્પૂન કેસર (saffron (kesar) strands) ૨ ટીસ્પૂન
સજાવવા માટે
1 ટેબલસ્પૂન બદામની કાતરી
વિધિ
- સોયા ગ્રેન્યુલસ્ ને ૫ મિનિટ સુધી પૂરતા ગરમ પાણીમાં પલાળી રાખો, ઢાંકણથી ઢાંકીને એક બાજુ રાખો.
- સારી રીતે નીતારી લો અને સોયા ગ્રેન્યુલસ્ ને ૨ થી ૩ વખત વહેતા પાણીની નીચે ધોઇ લો. એક બાજુ રાખો.
- એક પહોળા ખુલ્લા નૉન-સ્ટીક પૅનમાં દૂધ ગરમ કરો અને સતત હલાવાની સાથે ઉકાળી લો.
- તેમાં સોયા ગ્રેન્યુલસ્, સાકર અને કોર્નફ્લોર-પાણીનું મિશ્રણ નાખી બરાબર મિક્સ કરી લો. મધ્યમ તાપ પર દૂધને ૪ થી ૫ મિનિટ સુધી અથવા ખીર ઘટ્ટ થાય ત્યાં સુધી સતત હલાવતા રહી રાંધી લો.
- એલચીનો પાવડર અને કેસર-દૂધનું મિશ્રણ ઉમેરો, બરાબર મિક્સ કરો અને મધ્યમ તાપ પર ૧ મિનિટ માટે વચ્ચે વચ્ચે હલાવતા રહી રાંધો.
- સંપૂર્ણપણે ઠંડુ કરો અને ૧ કલાક રેફ્રિજરેટર કરો.
- બદામની કાતરીથી સજાવવી સોયા ખીરને ઠંડી પીરસો.