You are here: Home> વિવિધ વ્યંજન > ભારતીય વ્યંજન > દક્ષિણ ભારતીય વ્યંજન | દક્ષિણ ભારતીય વાનગીઓ | > ઓટસ્ મટર ઢોસા
ઓટસ્ મટર ઢોસા

Tarla Dalal
02 January, 2025
-13195.webp)

Table of Content
આ ઝટપટ બનતા ઢોસાનો ખીરો ઊર્જા, પ્રોટીન અને ફાઈબરથી ભરપુર છે. ઓટસ્ માં સોલ્યુબલ ફાઈબર – “બીટા ગ્લુકન” ની માત્રા અધિક હોય છે અને તે માટે આપણે ઓટસ્ નું સેવન દરરોજ કરવું જોઈએ. અડદની દાળ અને ગાજરનો ઉમેરો આ ઢોસામાં પ્રોટીન અને વિટામીન-એ નો પણ ઉમેરો કરે છે. તો ઝટપટ બનાવો આ ઢોસા અને તમારી મનપસંદ ચટણી સાથે પીરસો.
Tags
Preparation Time
None Mins
Cooking Time
None Mins
Total Time
None Mins
Makes
None None
સામગ્રી
ઢોસાના ખીરા માટે
1 કપ ઓટસ્
1/4 કપ અડદની દાળ (urad dal)
મીઠું (salt) , સ્વાદાનુસાર
પૂરણ માટે
1 1/2 ટીસ્પૂન તેલ ( oil )
1/4 ટીસ્પૂન રાઇ (mustard seeds ( rai / sarson)
1 ચીરી પાડેલું લીલું મરચું (slit green chillies)
1/2 કપ સમારેલા કાંદા (chopped onions)
1/2 કપ ખમણેલું ગાજર
1/4 કપ અર્ધ ઉકાળેલા લીલા વટાણા
મીઠું (salt) , સ્વાદાનુસાર
1/2 ટીસ્પૂન ચાટ મસાલો (chaat masala)
1 ટીસ્પૂન લાલ મરચાંનો પાવડર (red chilli powder)
1 ટીસ્પૂન લીંબુનો રસ (lemon juice)
અન્ય સામગ્રી
2 1/4 ટીસ્પૂન તેલ ( oil ) , ચોપડવા અને રાંધવા માટે
પીરસવા માટે
વિધિ
- એક નૉન-સ્ટીક તવાને ગરમ કરી તેની પર ૧/૪ ટીસ્પૂન તેલ સારી રીતે ચોપડી લો.
- તે પછી તવા પર એક ચમચા જેટલું ખીરૂં રેડી ચમચા વડે તેને ગોળ ફેરવી ૧૭૫ મી. મી. (૭")ના વ્યાસનો ગોળ ઢોસો તૈયાર કરો.
- આ ઢોસાની કીનારીઓ પર ૧/૪ ટીસ્પૂન જેટલું તેલ રેડી મધ્યમ તાપ પર ઢોસો હલકા બ્રાઉન રંગનો બને ત્યાં સુધી રાંધી લો.
- આમ તૈયાર થયેલા ઢોસાની મધ્યમાં પૂરણનો એક ભાગ મૂકી, ઢોસાને વાળી લો.
- આ જ રીતે બાકી રહેલા ખીરા વડે ૭ ઢોસા તૈયાર કરી લો.
- તમારી મન ગમતી ચટણી સાથે તરત જ પીરસો.
- ઓટસ્, અડદની દાળ અને મીઠું મિક્સ કરી મિક્સરમાં ફેરવીને ઝીણું પાવડર તૈયાર કરો.
- પછી તેમાં ૧ ૩/૪ કપ પાણી મેળવી, સારી રીતે મિક્સ કરી રેડી શકાય એવું નરમ ખીરૂં તૈયાર કરીને ૧૦ થી ૧૫ મિનિટ માટે ઢાંકીને બાજુ પર રાખો.
- એક પહોળા નૉન-સ્ટીક પૅનમાં તેલ ગરમ કરી, તેમાં રાઈ અને લીલા મરચાં ઉમેરો.
- જ્યારે દાણા તતડવા માંડે, ત્યારે તેમાં કાંદા મેળવી ધીમા તાપ પર ૨ થી ૩ મિનિટ કાંદા અર્ધ-પારદર્શક બને ત્યાં સુધી સાંતળી લો.
- પછી તેમાં ગાજર અને લીલા વટાણા ઉમેરી મધ્યમ તાપ પર વધુ ૧ થી ૨ મિનિટ સુધી સાંતળી લો.
- પછી તેમાં મીઠું, ચાટ મસાલો અને મરચાં પાવડર મેળવી, સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર વધુ ૧ થી ૨ મિનિટ સુધી રાંધી લો.
- છેલ્લે તેમાં લીંબુનો રસ મેળવી, સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર વધુ એક મિનિટ સુધી રાંધી લો.
- આ મિશ્રણના ૮ સરખા ભાગ પાડી બાજુ પર રાખો.
- ખીરૂ તૈયાર કરીને લાંબો સમય રાખવું નહીં, નહીં તર તે ઘટ્ટ થઈ જશે અને તેથી તેને પાથરવા માટે તકલીફ થશે.