You are here: Home> સાધનો > મિક્સર > તરબૂચ અને નાળિયેરના પાણીનું પીણું
તરબૂચ અને નાળિયેરના પાણીનું પીણું

Tarla Dalal
02 January, 2025


Table of Content
એક નવીન પ્રકારનું સંયોજન એટલે તરબૂચ અને નાળિયેર પાણીનું પીણું, જે તમને જોમ અને તાજગી આપવાની સાથે સ્વાદમાં વધારો કરી તમને ખુશ કરશે અને સાથે-સાથે શરીરના કોષોને પણ તાજગી આપશે.
તરબૂચ એક ઠંડું ફળ છે અને જ્યારે તેમાં નાળિયેરનું પાણી મેળવવામાં આવે ત્યારે એક પ્રભાવશાળી પીણું તૈયાર થાય છે જે તમારા પેટના એસીડને સમતોલ કરશે.
તરબૂચ અને નાળિયેરના પાણીના સંયોજનથી એક રંગીન અને સુગંધી પીણું બને છે, જેમાં નાળિયેરના પાણીના સ્વાદ સાથે જીરાની સુગંધ તમને પ્રફુલ્લીત કરી દેશે. આમ, સરવાળે તમને આ પીણું જરૂરથી ગમશે.
તરબૂચ અને નાળિયેરના પાણીનું પીણું - Watermelon and Coconut Water Drink recipe in Gujarati
Tags
Preparation Time
None Mins
Cooking Time
None Mins
Total Time
None Mins
Makes
None None
સામગ્રી
Main Ingredients
3 કપ ટુકડા કરેલા તરબૂચ
1 કપ નાળિયેરનું પાણી
1/4 ટીસ્પૂન જીરા પાવડર (cumin seeds (jeera) powder )
1/4 ટીસ્પૂન મીઠું (salt)
વિધિ
- બધી વસ્તુઓ ભેગી કરી મિક્સરમાં ફેરવીને સુંવાળું પીણું તૈયાર કરો.
- તે પછી તેને ૩ ગ્લાસમાં સરખા ભાગે રેડી તરત જ પીરસો.