You are here: Home> કોર્સ, મુખ્ય કોર્સ વાનગીઓ, શરુ, મીઠાઈઓ > સંપૂર્ણ સલાડ > રશિયન સલાડની રેસીપી
રશિયન સલાડની રેસીપી

Tarla Dalal
02 January, 2025


Table of Content
આ રશિયન સલાડ સામાન્ય તૈયાર થતા સલાડથી સાવ જ અલગ છે કારણ કે તેમાં કાચા શાકના બદલે અર્ધ-બાફેલા શાકનો ઉપયોગ કરવામાં આવે છે.
જ્યારે તમે શાકને બાફવા માટે મૂક્યા હોય ત્યારે ખાસ ધ્યાન રાખવું કે તમે તેને વધુ બાફી ન નાંખો, કારણ કે શાકનો રંગ અને તેનો કરકરાપણું જળવાઇ રહે તેનો ખાસ ખ્યાલ રાખવો જરૂરી છે.
શાકનું બરોબર બફાઇ જવાનું જેટલું મહત્વનું છે તેટલું જ મહત્વ તેનો તાજા ક્રીમ સાથે મેયોનેઝ મેળવવાનું છે. આ સલાડનો કરકરો અને સુગંધદાર સ્વાદ માણવા ઠંડો જ પીરસવો. બ્રાઉન બ્રેડની સ્લાઇસ પર સલાડ મૂકીને તમને ગમતા સૂપ સાથે તેનો આનંદ જરૂરથી માણજો.
Tags
Preparation Time
None Mins
Cooking Time
None Mins
Total Time
None Mins
Makes
None None
સામગ્રી
રશિયન સલાડની રેસીપી બનાવવા માટે
2 કપ સમારીને અર્ધ બાફેલી મિક્સ શાકભાજી (ફણસી , ગાજર , લીલા વટાણા અને બટાટા)
1 કપ મેયોનીઝ
2 ટેબલસ્પૂન તાજું ક્રીમ (fresh cream)
મીઠું (salt) , સ્વાદાનુસાર
તાજો પીસેલો કાળા મરીનો પાવડર (freshly ground black pepper) , સ્વાદાનુસાર
વિધિ
- એક ઊંડા બાઉલમાં બધી વસ્તુઓ ભેગી કરી સારી રીતે મિક્સ કરી લો.
- આ મિશ્રણને ઠંડું થવા રેફ્રીજરેટરમાં લગભગ ૧ કલાક રાખી મૂક્યા બાદ પીરસો.