You are here: Home> વિવિધ વ્યંજન > ભારતીય વ્યંજન > દક્ષિણ ભારતીય વ્યંજન | દક્ષિણ ભારતીય વાનગીઓ | > ઓટ્સ અને મૂંગ દાળ દહીં વડા રેસીપી
ઓટ્સ અને મૂંગ દાળ દહીં વડા રેસીપી

Tarla Dalal
02 January, 2025


Table of Content
ઓટ્સ અને મૂંગ દાળ દહીં વડા રેસીપી | નોન ફ્રાઈડ ઓટ્સ મૂંગ દાળ દહીં વડા | હેલ્ધી ઓટ્સ દહીં વડા | oats and moong dal dahi vada recipe | with 39 amazing images.
આપણા ભારતીય નાસ્તાની વાનગીઓ સ્વાદ અને સુગંધમાં એવી હોય છે કે તેને બનાવવાની તમને એક વખત જ્યારે હથોટી બેસી જાય તે પછી જો તમે તેને બીજી વખત બનાવો ત્યારે જરૂર અતિશય ખવાઇ જાય એવી સ્વાદિષ્ટ બને છે.
ભલે પછી પાછળથી પસ્તાવો થાય કે વધુ ખવાઇ ગયું, પણ જ્યારે તેને સમજીને હોશિયારપૂર્વક ઘરે બનાવશો ત્યારે એવું ઓછું બને. પણ જો તમે હોશિયારપૂર્વક તળ્યા વગર ઘરમાં બનાવી શકો તો મનમાં પસ્તાવો કર્યા વગર આ વડા આનંદથી ખાઇ શકશો.
ઓટસ્ માં રહેલા ફાઇબર અને દહીંમાં રહેલા કેલ્શિયમ આ વાનગીને લૉ ફેટ પૌષ્ટિક્તા આપે છે. આમ દરેકની મનગમતી આ વાનગીમાં અમે કેલરીથી ભરેલી મીઠી ચટણીનો પણ ઉપયોગ નથી કર્યો.
Tags
Preparation Time
None Mins
Cooking Time
None Mins
Total Time
None Mins
Makes
None None
સામગ્રી
ઓટસ્ અને મગની દાળના વડા માટે (૧૫ વડા માટે)
2 ટેબલસ્પૂન ઓટસ્ નો પાવડર
1/2 કપ અડદની દાળ (urad dal)
મીઠું (salt) , સ્વાદાનુસાર
1/4 કપ લીલી મગની દાળ (green moong dal)
1/4 ટીસ્પૂન બેકિંગ પાવડર
1/2 ટીસ્પૂન તેલ ( oil ) , ચોપડવા માટે
મિક્સ કરીને મીઠાવાળી દહીં બનાવવા માટે
1 1/4 કપ લો ફૅટ દહીં (low fat curds)
મીઠું (salt) , સ્વાદાનુસાર
બીજી જરૂરી વસ્તુઓ
2 1/2 ટીસ્પૂન જીરા પાવડર (cumin seeds (jeera) powder )
2 1/2 ટીસ્પૂન લાલ મરચાંનો પાવડર (red chilli powder)
વિધિ
- મગની દાળને અને અડદની દાળને ધોઈને જરૂરી પાણીમાં રાત્રભર પલાળી રાખો.
- બીજા દીવસે તેને નીતારીને ૧/૪ કપ પાણી સાથે મિક્સરમાં ફેરવી સુંવાળી ટેસ્ટ તૈયાર કરી લો.
- આ મિશ્રણને એક ઊંડા બાઉલમાં કાઢી, બાઉલને ઢાંકીને ૩ થી ૪ ક્લાક આથો આવવા માટે બાજુ પર રાખો.
- તે પછી તેમાં પાવડર કરેલા ઓટસ્, મીઠું અને બેકીંગ સોડા ઉમેરી સારી રીતે મિક્સ કરી લો.
- હવે અપ્પે તૈયાર કરવાના મોલ્ડમાં તેલ ચોપડી લો. તે પછી મોલ્ડના દરેક ભાગમાં ૧૧/૨ ટેબલસ્પૂન ખીરૂ રેડી લો.
- મોલ્ડને ઢાંકીને મધ્યમ તાપ પર ૩ થી ૪ મિનિટ અથવા વડા ગોલ્ડન બ્રાઉન થાય પણ સુધી રાંધી લો.
- હવે મોલ્ડમાં રહેલા દરેક વડાને ફોર્ક (fork) વડે ઉથલાવી તેની બીજી બાજુને પણ મધ્યમ તાપ પર વધુ ૨ થી ૩ મિનિટ સુધી અથવા વડા ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી રાંધી લો.
- રીત ક્રમાંક ૬ થી ૮ મુજબ બાકીના ખીરા વડે ૨ ઘાણ બનાવી બીજા વડા તૈયાર કરી લો.
- આમ તૈયાર થયેલા વડાને જરૂરી પાણીમાં ૨૦ મિનિટ સુધી પલાળી રાખ્યા બાદ દરેક વડાને હાથ વડે દબાવીને તેમાંથી પાણી કાઢી લીધા બાદ તેને બાજુ પર રાખો.
- આગળની રીત
- હવે એક પીરસવાની ડીશમાં ૩ વડા ગોઠવીને તેને પર ૧/૪ કપ જેટલી મીઠાવાળી દહીં પાથરી લો.
- તે પછી તેની પર ૧/૨ ટીસ્પૂન જીરા પાવડર અને ૧/૨ ટીસ્પૂન મરચાં પાવડર છાંટી લો.
- આ જ પ્રમાણે બાકી રહેલા વડાની વધુ ૪ ડીશ તૈયાર કરી લો.
- તરત જ પીરસો.