You are here: Home> કોર્સ, મુખ્ય કોર્સ વાનગીઓ, શરુ, મીઠાઈઓ > ભારતીય મીઠાઈ | ઈંડા વગરની ભારતીય મીઠાઈ > લૉ કૅલરી મીઠાઇ / ડૅઝર્ટસ્ > ઓટસ્ અને મિક્સ નટસના લાડુ ની રેસીપી
ઓટસ્ અને મિક્સ નટસના લાડુ ની રેસીપી

Tarla Dalal
02 January, 2025


Table of Content
મીઠાશનો સ્વાદ માણવો હોય ત્યારે આ ઓટસ્ અને મિક્સ નટસના લાડુનો સ્વાદ જરૂરથી માણો, જેમાં પૌષ્ટિક ઓટસ્, ગોળ અને નટસનું સંયોજન છે. ગોળની મીઠી ખુશ્બુ, ઓટસ્ નો પાવડર અને કરકરા નટસવાળા લાડુ તમને જરૂરથી ગમશે.
આ ચટપટા લાડુ પૌષ્ટિક્તાના ધોરણે ૧૦/૧૦ માર્ક ધરાવે એવા છે કારણ કે ઓટસ્ કોલેસ્ટ્રોલ ઘટાડે છે, જ્યારે ગોળ અને તલ લોહતત્વ વધારે છે.
બનાવવામાં અતિ સરળ આ નાસ્તાના લાડુ તાજા ખાઓ કે પછી ઠંડા પાડીને તેની મજા લો. જ્યારે તમને તમારા બાળકો માટે કંઇ મીઠી નાસ્તાની વાનગી તૈયાર કરવી હોય, ત્યારે આ લાડુ જરૂરથી બનાવીને તેમને રાજી કરી શકશો.
Tags
Preparation Time
None Mins
Cooking Time
None Mins
Total Time
None Mins
Makes
None None
સામગ્રી
ઓટસ્ અને મિક્સ નટસના લાડુ ની રેસીપી બનાવવા માટે
1 કપ ઓટસ્
1 ટેબલસ્પૂન સમારેલા અખરોટ
1 ટેબલસ્પૂન સમારેલી બદામ
2 ટેબલસ્પૂન તલ (sesame seeds, til)
2 ટીસ્પૂન ઘી (ghee)
2 ટેબલસ્પૂન સમારેલો ગોળ
1/2 ટીસ્પૂન એલચીનો પાવડર (cardamom (elaichi) powder)
2 ટેબલસ્પૂન લો ફૅટ દૂધ (low fat milk)
વિધિ
- ઓટસ્ અને મિક્સ નટસના લાડુ ની રેસીપી બનાવવા માટે, એક નૉન-સ્ટીક પેનને ગરમ કરી તેમાં ઓટસ્ મેળવી તેને મધ્યમ તાપ પર 3 મિનિટ સુધી સૂકા શેકી લીધા પછી તેને સંપૂર્ણ ઠંડા થવા બાજુ પર રાખો.
- એ જ પેનને ફરી ગરમ કરી તેમાં તલ મેળવી તેને મધ્યમ તાપ પર 2 મિનિટ સુધી સૂકા શેકી લીધા પછી તેને પણ સંપૂર્ણ ઠંડા થવા બાજુ પર રાખો.
- ફરી એ જ પેનમાં ઘી અને ગોળ મેળવી, સારી રીતે મિક્સ કરી ધીમા તાપ પર સતત ફલાવતા રહી 1 મિનિટ સુધી રાંધી લો.
- હવે આ ગોળના મિશ્રણને એક ગોળ થાળીમાં કાઢીને તેને સહજ ઠંડું થવા દો.
- તે પછી તેમાં શેકેલા ઓટસ્, શેકેલા તલ, અખરોટ, બદામ અને એલચી પાવડર મેળવી સારી રીતે મિક્સ કરી લો.
- છેલ્લે તેમાં દૂધ મેળવી સારી રીતે મિક્સ કરી લો.
- આ મિશ્રણના 8 સરખા ભાગ પાડી દરેક ભાગને ગોળ વાળીને તેના લાડુ તૈયાર કરી લો.
- તરત જ પીરસો