લસણવાળી મઠ અને પાલકની ટીક્કી | Lehsuni Matki Palak Tikki, Healthy Matki Tikki
તરલા દલાલ દ્વારા
Added to 97 cookbooks
This recipe has been viewed 6351 times
લસણની મજા માણનારા માટે આ લસણવાળી મઠ અને પાલકની ટીક્કી જેવી બીજી કોઈ વાનગી નથી. ફણગાવેલા મઠમાં અઢળક પૌષ્ટિકતા છે, જેનો તમે સામાન્ય રીતે બનતી રોજની રસોઈમાં ઉપયોગ નથી કરતાં, પણ અમે અહીં આ અદભૂત સામગ્રીનો અનોખી રીતે ઉપયોગ કરીને મજેદાર ટીક્કી બનાવી છે.
મઠ માં રહેલી પૌષ્ટિકતા જળવાઈ રહે તે માટે તેને ઢાંકણવાળા પૅનમાં જ રાંધવા. આ સ્વાદિષ્ટ ટીક્કી હૃદયને ફાયદાકારક અને ચરબીને દાબમાં રાખતા લસણ અને પાલક વડે વિટામીન-એ અને ફોલીક ઍસિડ પૂરા પાડી રોગપ્રતિબંધક શક્તિમાં ઉમેરો કરે છે.
બીજા પૌષ્ટિક નાસ્તા પણ અજમાવો જેમ સ્પાઇસી સ્પ્રાઉટ્સ સૅન્ડવિચ અને તવા ચણા .
Method- એક ઊંડા નૉન-સ્ટીક પૅનમાં ૧ કપ પાણી સાથે મટકી અને મીઠું મેળવી, સારી રીતે મિક્સ કરી લો. પૅનને ઢાંકી મધ્યમ તાપ પર ૮ થી ૧૦ મિનિટ અથવા મટકી બરોબર રંધાઈ જાય ત્યાં સુધી રાંધી લો. તે પછી તેને ઠંડા પાડી મિક્સરમાં ફેરવી ઘટ્ટ મિશ્રણ તૈયાર કરો.
- એક ઊંડા બાઉલમાં બાકીની બધી વસ્તુઓ સાથે મટકીનું મિશ્રણ ત્થા થોડું મીઠું મેળવી સારી રીતે મિક્સ કરી લો.
- આ મિશ્રણના ૧૦ સરખા ભાગ પાડી, દરેક ભાગ વડે ૫૦ મી. મી. (૨") વ્યાસની પાતળી ગોળાકાર ટીક્કી તૈયાર કરો.
- એક નૉન-સ્ટીક તવાને ગરમ કરી તેની પર ૧/૨ ટીસ્પૂન જેટલું તેલ ચોપડી લો.
- તે પછી તેની પર દરેક ટીક્કીને ૧/૪ ટીસ્પૂન તેલ વડે તે બન્ને બાજુએથી ગોલ્ડન બ્રાઉન થાય તે રીતે રાંધી લો.
- પૌષ્ટિક લીલી ચટણી સાથે તરત જ પીરસો.
Other Related Recipes
લસણવાળી મઠ અને પાલકની ટીક્કી has not been reviewed
1 FAVOURABLE REVIEW
The most Helpful Favourable review
Reviewed By
Mruga D,
January 02, 2015
Garlic paste is like a major ingredient of this recipe….what flavour and aroma it gives!!.....Great combination of spinach, matki sprouts and yes!! Garlic!!...This tikki is loaded with nutrients like iron, Vitamin and fibre….
See more favourable reviews...
No critical reviews posted for this recipe
You are not signed in. To post a recipe review note requires you to
Sign In to your account
Rate this recipe
Review this recipe (optional)
You are not signed in. To post a private recipe note requires you to
Sign In to your Gold or Silver account
Add your private note to this recipe