ક્રિસ્પી બ્રેડ કપ્સ | Crispy Bread Cups
તરલા દલાલ દ્વારા
5/5 stars 100% LIKED IT
1 REVIEW
ALL GOOD
Added to 812 cookbooks
This recipe has been viewed 7065 times
લોભામણી અને આરોગ્યવર્ધક એવી આ બ્રેડની વાનગી નાસ્તામાં, સવારના નાસ્તામાં અથવા ભૂખ જગાડે તે માટે મુખ્ય જમણની પહેલાં પીરસી શકાય છે. ઘણા પ્રમાણમાં વપરાયેલા કોર્ન અને લૉ ફેટ દૂધને કારણે ક્રિસ્પી બ્રેડ કપ્સ, હાડકા અને સ્નાયુઓને મજબૂત બનાવનાર ઊર્જા, કૅલ્શિયમ અને પ્રોટીનથી ભરપૂર છે. બાળકોને પણ તેનો આકર્ષક દેખાવ પસંદ પડે છે. જો તમે બાળકો માટે આ વાનગી બનાવતા હોય તો લૉ ફેટ માખણ અને દૂધ વાપરવાને બદલે નિયમિત માખણ અને દૂધ વાપરો.
ટોસ્ટ કરેલ આવરણ બનાવવા માટે- દરેક બ્રેડ સ્લાઇસની કડક કીનારીઓ કાપી નાંખો.
- બ્રેડ સ્લાઇસને મલમલના કપડામાં લપેટી સ્ટીમરમાં ૪ થી ૫ મિનિટ સુધી બાફી લો.
- બ્રેડ સ્લાઇસને સાફ અને સૂકી જગ્યા પર મૂકી રોલિંગ પિનની મદદથી હળવેથી વણી લો.
- મફીન ટ્રેમાં લૉ ફેટ માખણ ચોપડો.
- વણેલી બ્રેડ સ્લાઇસને માખણ ચોપડેલા મફીન ટ્રેના સાંચાની અંદર દબાવીને મૂકો અને આગળથી ગરમ કરેલા ઑવનમાં २००° સે (४००° ફે) ના તાપમાન પર ૧૫ મિનિટ માટે અથવા બ્રેડ કરકરી થાય ત્યાં સુધી બેક કરી લો. હવે તેને બાજુ પર રાખો.
પૂરણ માટે- એક પહોળા નૉન-સ્ટીક પૅનમાં તેલ ગરમ કરી તેમાં કાંદા મેળવી મધ્યમ તાપ પર ૩૦ સેકંડ સુધી અથવા તે અર્ધપારદર્શક થાય ત્યાં સુધી સાંતળી લો.
- હવે તેમાં સીમલા મરચાં અને લીલા મરચાં ઉમેરી મધ્યમ તાપ પર ૧ મિનિટ સુધી સાંતળી લો.
- તેમાં મીઠી મકાઇ, કોર્નફલોર-દૂધનું મિશ્રણ અને મીઠું ઉમેરી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર વચ્ચે-વચ્ચે હલાવતા રહી ૧ મિનિટ માટે અથવા મિશ્રણ જાડું થાય ત્યાં સુધી રાંધી લો.
- પૂરણના ૮ સરખા ભાગ પાડી બાજુ પર રાખો.
આગળની રીત- દરેક ટોસ્ટ કરેલ આવરણમાં પૂરણનો એક-એક ભાગ ભરી દો.
- તરત જ પીરસો.
Other Related Recipes
Accompaniments
1 review received for ક્રિસ્પી બ્રેડ કપ્સ
No critical reviews posted for this recipe
Helpful reviews for this recipe
You are not signed in. To post a recipe review note requires you to
Sign In to your account
Rate this recipe
Review this recipe (optional)
You are not signed in. To post a private recipe note requires you to
Sign In to your Gold or Silver account
Add your private note to this recipe