ચીલી પનીર રેસીપી | રેસ્ટોરાં સ્ટાઇલ પનીર ચીલી રેસીપી | ઇન્ડોચાઇનીઝ ચીલી પનીર | Chilli Paneer
તરલા દલાલ દ્વારા
Added to 1424 cookbooks
This recipe has been viewed 5982 times
ચીલી પનીર રેસીપી | રેસ્ટોરાં સ્ટાઇલ પનીર ચીલી રેસીપી | ઇન્ડોચાઇનીઝ ચીલી પનીર | chilli paneer recipe in gujarati | with 32 amazing images.
ચીલી પનીર એક રેસ્ટોરન્ટ સ્ટાઇલ પનીર ચીલી રેસીપી છે જે એક ઇન્ડો-ચાઇનીઝ ચીલી પનીર રેસીપી છે. ચીલી પનીર એ એક ઇન્ડો-ચાઇનીઝ સ્ટાર્ટર રેસીપી છે જે સરળતાથી બેટર-કોટિંગ અને ડીપ-ફ્રાયિંગ પનીર ક્યુબ્સ દ્વારા બનાવવામાં આવે છે, જેને લીલા મરચાં અને લીલા કાંદા માં ટૉસ કરો અને ઓરિએન્ટલ ચટણી દ્વારા આ રેસીપી શાનદાર ભોજન બનાવવામાં આવે છે.
રેસ્ટોરાં સ્ટાઇલ પનીર ચીલી રેસીપી સ્ટાર્ટર તરીકે અથવા મુખ્ય કોર્સના સાથી તરીકે પીરસો.
ચીલી પનીર બનાવવા માટે- પનીરના ચોરસ ટુકડા અને કોર્નફ્લોરને ઊંડા બાઉલ અથવા પ્લેટમાં ભેગું કરો અને તેમને સારી રીતે ટૉસ કરી લો.
- ઉપરના કોર્નફ્લોર કોટેડ પનીરના ચોરસ ટુકડાને તૈયાર બેટરમાં ઉમેરો અને હલ્કે થી ટૉસ કરી લો.
- એક ઊંડા નોન-સ્ટીક પેનમાં તેલ ગરમ કરો અને એક જ સમયે થોડા ટુકડા તળી લો, ત્યાં સુધી તે બધી બાજુઓથી ગોલ્ડન બ્રાઉન રંગના થાય. ટીશ્યુ પેપર પર કાઢીને લો. અને એક બાજુ રાખો.
ચીલી પનીર બનાવવા માટે આગળની રીત- ચીલી પનીર બનાવવા માટે, એક ઊંડી નોન-સ્ટીક કઢાઈ અથવા પૈનમાં તેલ ગરમ કરો, તેમાં લસણ, આદુ અને લીલા મરચા નાખો અને મધ્યમ તાપ પર થોડી સેકંડ માટે સાંતળી લો.
- લીલા કાંદા, કાંદાના ટુકડા, સિમલા મરચાં ઉમેરો અને મધ્યમ તાપ પર થોડી સેકંડ માટે સાંતળી લો.
- લાલ મરચાંની પેસ્ટ, સોયા સૉસ, વિનેગર અને લાલ મરચાંનો સૉસ ઉમેરો અને મધ્યમ તાપ પર થોડી સેકંડ માટે રાંધી લો.
- તળેલા પનીરના ટુકડા ઉમેરો અને ધીમા તાપ પર થોડી સેકંડ માટે સાંતળી લો.
- કોર્નફ્લોર-પાણીનું મિશ્રણ ઉમેરો, ધીમેથી મિક્સ કરી દો અને થોડી સેકંડ માટે ઊંચા તાપ પર રાંધી લો.
- ચીલી પનીરને લીલા કાંદાના પાન (લીલા અને સફેદ)થી ગાર્નિશ કરીને તરત પીરસો.
Other Related Recipes
ચીલી પનીર રેસીપી | રેસ્ટોરાં સ્ટાઇલ પનીર ચીલી રેસીપી | ઇન્ડોચાઇનીઝ ચીલી પનીર has not been reviewed
5 FAVOURABLE REVIEWS
The most Helpful Favourable review
Reviewed By
manjirid,
November 17, 2010
Finally a recipe that results into authentic paneer chilly (dry)that I have always been craving for, at home! I made it last evening as a crackling starter. It is absolutely sumptuous and tasty and does not need an accompaniment! Follow the recipe to the tee and its restaurant quality all the way!
13 of 13 members found this review helpful
See more favourable reviews...
You are not signed in. To post a recipe review note requires you to
Sign In to your account
Rate this recipe
Review this recipe (optional)
You are not signed in. To post a private recipe note requires you to
Sign In to your Gold or Silver account
Add your private note to this recipe